25 Aug 22 : ઓનલાઈન લોન એપ ભારતમાં ખૂબ વધી ગઈ છે. દર થોડા દિવસે એક નવી લોન એપ માર્કેટમાં આવી રહી છે અને લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. ભારતમાં ઈન્સ્ટન્ટ લોનનો કારોબાર છેલ્લા બે વર્ષથી ફૂલીફાલી રહ્યો છે પરંતુ હવે લોન એપ્સનો સમય આવવાનો છે. Google એ 25 ડિસેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત સેફર વિથ Googleની બીજી આવૃત્તિમાં જણાવ્યું હતું કે, ભારતમાં તમામ પ્રકારની લોન આપતી એપ્સ પર પ્રતિ બંધ મૂકવામાં આવશે.

આવી કોઈપણ ઇન્સ્ટન્ટ લોન એપ. ને Google Play Store પર પ્રકાશિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં જે ભારતીય રિઝર્વ બેંકના ધોરણોનું પાલન કરતી નથી. Google એ કહ્યું છે કે, અત્યાર સુધીમાં તેણે તેના પ્લેટફોર્મ પર 2,000 ઇન્સ્ટન્ટ પર્સનલ લોન મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સ નિયમોની વિરુદ્ધ કામ કરી રહી હતી અને યુઝર્સની પ્રાઈવસી સાથે રમત કરી રહી હતી.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સાથે Googleની ભાગીદારી : Google ઈન્ડિયાએ ઓનલાઈન પેમેન્ટ સેફ્ટી માટે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MEITY) સાથે ભાગીદારીની પણ જાહેરાત કરી છે. Googleએ ડિજિટલ ફ્રોડ સામે વપરાશકર્તાઓમાં જાગૃતિ લાવવા માટે ભારતમાં અગ્રણી બેંકો અને ટેલિકોમ કંપનીઓ સાથે પણ ભાગીદારી કરી છે.

Googleએ MEITY અને Digital India સાથે મળીને આજે HDFC બેંક, Axis Bank, Kotak Mahindra Bank, Airtel, SBI અને ICICIના સમર્થન સાથે સમગ્ર ભારતમાં બહુભાષી વપરાશકર્તા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ઝુંબેશ લોકોને કેટલાક સૌથી સામાન્ય છેતરપિંડી અને ફિશિંગ હુમલાઓ થી બે ડગલાં આગળ રહેવા માટે મૂળભૂત સાવચેતી રાખવા પ્રોત્સાહિત કરે છે. આ ઝુંબેશમાં Googleના પાર્ટનર્સ લોકોને વેબસાઈટ, એપ્સ, SMSઅને ATM દ્વારા કરવામાં આવતી છેતરપિંડી વિશે એલર્ટ કરશે.