05 Sep 22 : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજને એડિટ કરીને ખાલિસ્તાન સાથે જોડવા મામલે સૂચના અને પ્રૌધોગિકી મંત્રાલયે ગંભીરતાથી લીધા છે. મંત્રાલયે અર્શદીપના પેજને ખાલિસ્તાન સાથે જોડવા અને તે કંટેન્ટને પબ્લિકલી રિફલેક્ટ થવાને લઇને સ્પષ્ટી કરણ માટે ભારતમાં વિકિપીડિયાના અધિકારીઓને સમન જાહેર કર્યુ છે. મંત્રાલયે અધિકારીઓને કહ્યુ છે કે તે આ મામલે સ્પષ્ટીકરણ સાથે તેમને મળે અને કારણ જણાવે.

ભારતીય ક્રિકેટ ટીમના 23 વર્ષીય પેસર અર્શદીપ સિંહે એશિયા કપ 2022માં પાકિસ્તાનના ખેલાડી આસિફ અલીનો કેચ છોડી દીધો હતો. તે બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તે સવાલ ઉભા કરવાના શરૂ કરી દીધા હતા.

તે બાદ તેમના વિકિપીડિયા પેજ પર બાકાયદા તેમના ખાલિસ્તાન સાથે જોડાયેલા હોવાની વાત કહી દીધી હતી જેથી સાર્વજનિક રીતે હાજર રહી હતી, તેમના પેજ પર દેખાતુ હતુ કે અર્શદીપે 2018 અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપમાં ખાલિસ્તાન સ્કવૉર્ડ તરફથી ડેબ્યૂ કર્યુ. જુલાઇ 2022માં તે ખાલિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો. ઓગસ્ટ 2022માં તેના નામે ખાલિસ્તાન એશિયા કપ સ્કવોર્ડ તરફથી સામે આવ્યુ હતુ.

17મી ઓવરમાં અર્શદીપે છોડ્યો હતો કેચ : ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે જ્યારે મેચ રમાઇ હતી ત્યારે પાકિસ્તાનની ઇનિંગની 17મી ઓવરમાં અર્શદીપ સિંહનો એક આસાન કેચ છુટી ગયો હતો. આ કેચ ટીમ ઇન્ડિયાને ભારે પડ્યો હતો, કારણ કે જે બેટ્સમેન (આસિફ અલી)નો કેચ છૂટ્યો તેને આગામી ઓવરમાં જ બાઉન્ડ્રી ફટકારી હતી.

મેચ બાદથી જ અર્શદીપ સિંહની ટિકા શરૂ થઇ હતી અને સોશિયલ મીડિયા પર તેની ટ્રોલિંગ થઇ હતી. જોકે, ટીમ ઇન્ડિયાએ પુરી રીતે અર્શદીપનો સાથ આપ્યો હતો. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ છે કે કોઇ પણ ભૂલ થવી મેચનો ભાગ છએ, તમે આવી ભૂલમાંથી શીખો છો અને આગળ વધો છો. અમારી ટીમનો માહોલ ઘણો સારો છે, તમામ સીનિયર્સ જૂનિયર પ્લેયર્સની સાથે છે.

  • શ્રીલંકા વિરૂદ્ધ દિનેશ કાર્તિક કે રિષભ પંત? લેફ્ટી બેટ્સમેનની સમસ્યામાં ટીમ ઇન્ડિયા ફસાઇ

05 Sep 22 : એશિયા કપ 2022માં પાકિસ્તાન વિરૂદ્ધ સુપર 4 મેચમાં ભારતીય પ્લેઇંગ 11માં વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેને દિનેશ કાર્તિકની જગ્યાએ સમાવવામાં આવ્યો હતો. કાર્તિક એશિયા કપના શરૂઆતની બે મેચમાં રમ્યો હતો જોકે, લીગ સ્ટેજમાં પાકિસ્તાન અને હૉંગકોંગ વિરૂદ્ધ બેટિંગ કરવાની તક મળી નહતી. પાકિસ્તાન વિરૂદ્ધ મહત્વની મેચમાં પંતે ક્રીઝ પર ટક્યા બાદ વિકેટ ગુમાવી હતી. પંતે 12 બોલમાં બે ફોરની મદદથી 14 રન બનાવ્યા હતા. હવે ફરી ચર્ચા ચાલી છે કે વિકેટ કીપરના રૂપમાં ટીમ ઇન્ડિયાનો પ્રથમ વિકલ્પ કોણ છે.

IPLમાં મળ્યા ટી-20 ક્રિકેટમાં કેટલાક વિકેટ કીપર : IPLને કારણે કેટલાક યુવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવામાં મદદ મળી છે. જેમાં રિષભ પંત, ઇશાન કિશન, સંજૂ સેમસન જેવા ખેલાડી છે. આ સિવાય ભારતીય ટીમમાં કેએલ રાહુલ પણ વિકેટ કીપિંગ કરી શકવામાં સક્ષમ છે. દિનેશ કાર્તિક વર્તમાન ટી-20 ટીમમાં ભારતનો સૌથી જૂનો ટી-20 ખેલાડી છે. વિકેટ કીપર રિષભ પંત ટીમ ઇન્ડિયાની પ્રથમ પસંદ છે અને દિનેશ કાર્તિકે ફિનિશર તરીકે પોતાની છાપ છોડી છે.

ટી-20 ઇન્ટરનેશનલમાં પંત કરતા દિનેશ કાર્તિક સારો : રિષભ પંત ટેસ્ટ ક્રિકેટ અને IPL માં અલગ જ ફોર્મમાં દેખાય છે. ભારત તરફ થી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની વાત આવે તો તે દબાણમાં દેખાય છે. રિષભ પંતે ભારત તરફથી 56 ટી-20 મેચમાં આશરે 24ની એવરેજથી 897 રન બનાવ્યા છે, તેને ત્રણ અડધી સદી ફટકારી છે, તેનો સ્ટ્રાઇક રેટ 126નો છે. બીજી તરફ આઇપીએલમાં આ બેટ્સમેન 2 સદી ફટકારી ચુક્યો છે. IPL    માં તેનો સ્ટ્રાઇક રેટ વધીને 145 અને એવરેજ 32ની થઇ જાય છે.

હવે દિનેશ કાર્તિકની વાત કરીએ તો તે ભારત તરફથી વર્ષ 2006થી ટી-20 રમી રહ્યો છે. ભારતે પોતાની ટી-20 મેચ વર્ષ 2006માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વીરેન્દ્ર સહેવાગની કેપ્ટન્સીમાં રમી હતી. આ મેચમાં દિનેશ કાર્તિકે 28 બોલમાં અણનમ 31 રનની ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને છ વિકેટે જીત અપાવી હતી. કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે 49 ટી-20 મેચમાં આશરે 140ના સ્ટ્રાઇક રેટથી 592 રન બનાવ્યા છે.