ગૌમાતા રાષ્ટ્રમાતા પદયાત્રા નું રાજકોટ માં ભવ્ય સ્વાગત

15 Dec 2021 : ગૌમાતા રાષ્ટ્રમાતા પદયાત્રા કે જે દ્વારકા થી 01/12/2021 ના રોજ દ્વારકા જગત મંદિર થી નિકળી છે અને અલગ અલગ જિલ્લાઓ માં ગામો ગામ થઈ ને તારીખ 23/12/2021 એ વિશ્વ ઉમિયા ધામ, અમદાવાદ ખાતે ગૌરક્ષા ના મુદા સાથે સાધુ સંતો દ્વારા ગુરુવંદના મંચ દ્વારા આયોજીત “ધર્મસતા મહાકુંભ” માં પોહચશે.

ગામો ગામ થી લોકો ને આમંત્રિત કરી અને લોકો આ “ધર્મસતા મહાકુંભ” માં વિશાળ સંખ્યામાં પોહચે એ માટે જોરશોર થી પ્રચાર પ્રસાર પણ આ પદયાત્રા દ્વારા ચાલુ છે તેમજ ત્યાંથી આ પદયાત્રા દિલ્લી આપણા દ્વારકા, ગુજરાત ના યુવાન આહીર અર્જુનભાઈ આંબલીયા કે જોઓ છેલ્લા 11 મહિના જેવા સમય થી ગૌમાતા ને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુખ્ય માંગ સાથે દિલ્લી જંતર – મંતર પર ધરણા પર બેઠા છે ત્યાં આ પદયાત્રા પોહચસે અને ત્યાંથી પ્રધાનમંત્રીશ્રી પાસે આવેદન પત્ર આપવા જશે અને આવેદન આપી આ પદયાત્રા પૂર્ણ થશે. આ પદયાત્રા માં ગામો ગામ થી અનેક રાષ્ટ્રપ્રેમી, ધર્મપ્રેમી, ગૌપ્રેમી લોકો જોડાય રહ્યા છે.

આ પદયાત્રા ( Mo. 9426079485 ) નો ઉદેશ્ય એક જ છે ગૌમાતા ને રાષ્ટ્રમાતા નું સન્માન આપવામાં આવે અને એક સુરક્ષા કવચ આપવામાં આવે અને ગાય અને ગૌવંશ હત્યા મુક્ત ભારત દેશ બને તેમજ રસ્તે રજડતા ગાય અને ગૌવંશ ની સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને આપણી કૃષિ ફરીથી દવા મુક્ત, ગાય આધારિત કરવામાં આવે જેથી ગાય અને ગૌવંશ નું પણ જતન થશે અને સમગ્ર માનવ જાત નો ઉદ્ધાર તેમજ કલ્યાણ થશે. આવા લોકો ને ધાન્ય છે કે જે રાષ્ટ્ર ના હિત માટે આટલી જહમત ઉઠાવી રહ્યા છે.

વધુ માં તારીખ 14/12/2021 ના મંગળવાર ના રોજ રાજ્યસભા માં ભાજપ ના સાંસદે ગૌમાતા ને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ ઉઠાવી છે તેમજ અલ્હાબાદ હાઇકોર્ટે એ 3 મહિના પહેલા કેન્દ્ર સરકાર ને ટકોર કરી હતી કે ગાય ને રાષ્ટ્રીય પશું જાહેર કરી એક મૌલિક અધિકાર આપવામાં આવે ત્યારે સમગ્ર ભારત માં આ મુદો ખૂબ ઉછડિયો હતો તેમજ નેપાળ જેવા દેશ ગાય ને રાષ્ટ્રીય દરજ્જો આપી શકતા હોય તો ભારત દેશ શા માટે ના આપી શકે ? વિશ્વ ના 63 દેશો પોતાની કરન્સી માં ગાય માતા નો ફોટો લગાવે છે તેમાં મુસ્લિમ દેશ પણ સામીલ છે. ભૂતકાળ માં 5 મોટા મુસ્લિમ શાશકો એ પણ ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો અને આજે ગૌમાસ ના નિકાસ માં ભારત દેશ નો નંબર આવે છે.

આહીર અર્જુનભાઈ આંબલીયા અને ટિમ દ્વારા ગાય અને ગૌધન ના હિત માટે 1.5 વર્ષ થી સતત જમીની સ્તર પર અનેકો પ્રયાસ કર્યા છે અને હાલ પણ પ્રયાસ ચાલુ જ છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા આ માંગ સ્વીકારે છે કે કેમ ?