20 Sep 22 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આર્કષવા માટે વાયદાઓ આપી રહ્યા છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓ એક તરફ પોતની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના વડોદરા ખાતે વધુ એક જાહેરાત કરતા કહ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેન્સન યોજના ફરી શરુ કરવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમાયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્સન યોજના શરૂ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ આજે જ કોંગ્રેસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્સન યોજના શરૂ કરવામાં આવશે. હવે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં જૂની પેન્સન યોજના શરુ કરવાનો વાયદો આપ્યો છે. સત્તાધારી પક્ષ જૂની પેન્સન યોજના શરુ કરવા માટે ટસનું મસ નથી થતી ત્યારે ગુજરાતની ચૂંટણીમાં જૂની પેન્સન યોજના ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આજે ગુજરાતના વડોદરાના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોકો આપવા અપીલ કરી હતી. ગુજરાતના લોકો મોંઘવારીથી પીડાઈ રહી છે ત્યારે અમે મોંઘવારીને દૂર કરીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં શાસક પક્ષને હટાવવા માટે સરકારી કર્મચારીઓ કાર્ય પર લાગી જાય.

  • જેતપુરની મ્યુનિ. ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થિનીઓએ શિક્ષકને ભણાવ્યો પાઠ – પીટીનાં શિક્ષકે અપશબ્દો બોલતા હોબાળો

20 Sep 22 : જેતપુરના મુનિસિપ્લ સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થિનીઓએ પીટી શિક્ષકને પાઠ ભણાવ્યો. શાળા ના પીટી શિક્ષકએ વિદ્યાર્થિનીઓને અપશબ્દ બોલ્યા હતા. આ અંગે વિદ્યાર્થિનીઓએ શાળાના પ્રિન્સીપાલ સામે ઘણી વખત રજૂઆત કરી છતાં કોઈ એક્શન ન લેવાતાં શાળાની વિદ્યાર્થિનીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ પોલીસ સામે રજૂઆત કરી જેતપુર નગરપાલિકા સંચાલીત કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીને પીટી શિક્ષકે અપશબ્દો કહેતા વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.

પીટીનાં શિક્ષક દ્વારા ધોરણ ૧૧ની વિદ્યાર્થીનીઓને અપશબ્દો બોલતા શિક્ષક સામે વિદ્યાર્થીનીઓએ રેલી યોજી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી જેતપુરમાં નગરપાલિકા દ્વારા સંચાલિત શહેરના મુખ્ય ચોકમાં આવેલી કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલના પીટી શિક્ષક વિરમ નંદાણીયા દ્વારા શનિવારના રોજ ધોરણ ૧૧ની વિદ્યાર્થીનીઓને અપશબ્દ બોલતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓએ આચાર્યને રજૂઆત કરી હતી. પરંતુ આચાર્ય દ્વારા આ બાબતે શિક્ષકનો બચાવ કરતા મામલો બગડ્યો હતો અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક વિરૂધ્ધ સૂત્રોચાર કરી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચતા પોલીસ અને એબીવીપીનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને એબીવીપીનાં કાર્યકર્તાઓને પોલીસે ડીટેન કરતા વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી શિક્ષક સામે તત્કાલિક પગલા લઈ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ મામલે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવેદન આપી શિક્ષકને તત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ કરી હતી અને જો આગામી દિવસોમાં શિક્ષક સામે પગલાં લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરાતા વાલીઓ દ્વારા શાળામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.

શિક્ષકોના અભદ્ર વર્તનને લઇને વિદ્યાર્થિનીઓએ અનેક વખત આચાર્યને ફરિયાદ પણ કરી હોવાનું કહેવાય છે. તેમ છતાં અનેક ફરિયાદ બાદ પણ શિક્ષક વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઇ. આ ઘટનાને લઇને ઉગ્ર રોષે ભરાયેલા વાલીઓ, વિદ્યાર્થીનીઓ અને ABVP ના કાર્યકર્તાઓ જ્યારે ગર્લ્સ હાઇસ્કૂલ પહોંચ્યા હતા ત્યારે તેઓએ આવાં શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરવાની પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી પરંતુ પ્રિન્સિપાલે આ ઘટનાને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ’આ ઘટના અંગે મને વિદ્યાર્થીનીઓએ કોઇ પણ જાતની રજૂઆત નથી કરી.’ આથી વાલીઓ અને વિદ્યાર્થીનીઓમાં આ બાબતે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.