File Image
File Image

25 Aug 22 : ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે EVM મશીનની ચેકીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આ વખતની ચૂંટણીમાં EVM મશીનનો મુદ્દો ઉઠી શકે છે તેવામાં અત્યારથી EVM મશીનની ચેકિંગ ને લઈને તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તાજેતરમાં જ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર EVM તથા VVPAT નું ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી પુરી કરવામાં આવી. જેમાં 111 બેલેટ યુનિટ, 213 કંટ્રોલ યુનિટ તથા 158  VVPAT ક્ષતિગ્રસ્ત જણાતા રીજેક્ટ કરવામાં આવ્યા છે. ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. દિવાળી દરમિયાન સંભવતઃ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવું અનુમાનાય રહ્યું છે.

રાજકારણમાં અત્યારથી ઉમેદવારોની ટિકીટનું ગણિત શરૂ થયું છે. પરંતુ તંત્ર ચૂંટણી યોજવા માટેની તૈયારીમાં લાગ્યું છે . મતદારયાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. તો બીજી તરફ જેમાં ચૂંટણીનું ભવિષ્ય ખેલાવાનું તે EVM તથા VVPAT યોગ્ય છે કે નહિ , કાર્યરત છે કે નહિ તેનું ફર્સ્ટ લેવલ ચેકીંગ પુરુ થયું . જેમાં જિલ્લામાં 2498 બેલેટ યુનિટ ઉપલબ્ધ હતા તેમાંથી 111 યુનિટ ચકાસણી દરમિયાન રીજેક્ટ થયા છે. જ્યારે 2118 કંટ્રોલ યુનિટ ઉપલબ્ધ હતા તેમાંથી 213 યુનિટમાં ક્ષતિ જણાતાં તેને રિજેક્ટ કરવામાં આવ્યા છે , તેવી જ રીતે 2270 વીવીપેટ હતા , જેનું ફર્સ્ટ લેવલ ચેકીંગ કરવામાં આવ્યું તેમાંથી 158 રીજેક્ટ થયા છે .