
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું આજે હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. ત્યારે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સ્થિતિનો તાગ મેળવવા માટે સીએમએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
Watch Video : ભુપેન્દ્રભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યું
રાજકોટ જિલ્લાથી તેમણે હવાઈ નિરીક્ષણની શરુઆત કરી હતી. મુખ્ય સચિવ પણ તેમની સાથે જોડાયા હતા. રાજકોટથી લઈને જુનાગઢ સુધી તેઓ હવાઈ નિરીક્ષણ કરશે. જેમાં વરસાદી પાણી કેટલું ગરકાવ થયું છે તેનો એરીયલ વ્યૂથી તાગ મેળવશે. જેમાં ઉપલેટા તાલુકાના આસપાસના ગામો તેમજ કલાણા ગામ સહીતના વિસ્તારોથી પાણી ભરાવાની વધુ ફરીયાદો આવી હતી. જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ત્યાં એરીયલ વ્યૂથી હવાઈ નિરીક્ષણ કરાયું હતું. હવાઈ નિરીક્ષણ બાદ જુનાગઢમાં પણ તેઓ પહોંચશે અને ત્યાં બેઠેક કરશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે કેટલાક ગામોને પારાવાર નુકસાન થયું છે તેનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં અગાઉ પણચ હવાઈ નિરીક્ષણ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છમાં બિપોરજોયના કારણે ભારે નુકસાન થતા તેમણે હવાઈ નિરીક્ષણ સીએમ સાથે કર્યું હતું ત્યારે ફરી એકવાર ગુજરાતમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે આ સ્થિતિ જોવા મળી છે. ત્યારે ચોમાસુ બેઠાને એક જ મહિનો થયો છે તેવામાં આ સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં વધુ વરસાદ પડશે.
સુરતમાં મહુવા તાલુકાના વસરાઈ ગામે મકાન ધરાશાયી થયું, મા-દીકરી સવાર સુધી કાટમાળ નીચે 5 કલાક સુધી દટાઈ રહ્યા
સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં સતત વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. ત્યારે સુરતમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક વિસ્તારોમાં તો પાણી લોકોના ઘરમાં ધૂસી ગયા છે. જ્યારે કેટલીક જગ્યાએ જાહેર માર્ગ પર ભૂવા પડતા અવર જવર બંધ કરાઈ છે.

આ વચ્ચે સુરતના મહુવા તાલુકાના વસરાઈ ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, મકાન તૂટવાની દર્દનાક ઘટના બની છે. વસરાઈ ગામે મા-દીકરી, બબલીબેન ગમન ભાઈ નાયકા અને રેખાબેન ગમનભાઈ નાયકા બન્ને સાથે રહેતા હતા. હાલ ચાલતી ચોમાસાની સીઝનના સતત વરસાદી માહોલ વચ્ચે બબલી બહેનનું મકાન રાતે 12 વાગ્યે અચાનક ધરાશાયી થયું હતું. જો કે, વરસાદ સતત ચાલુ હોવાથી આજુબાજુના લોકો પણ આ બાબતે અજાણ જોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મકાન ધરાશાયી થતા મા-દીકરી સવારે 5 વાગ્યા સુધી કાટમાળમાં અને વરસાદી પાણીમાં દબાઈ રહ્યા હતા. વહેલી સવારે સ્થાનિકોને આ અંગે જાણ થતા ગામના સરપંચ રિંકલબેનને સૂચના અપાતા સરપંચ તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અન્ય ગ્રામજનો સાથે મળી કાટમાળ હટાવી દટાયેલા મા-દીકરીને બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને ગંભીર ઇજાઓ જણાતાં તેઓને 108 મારફતે અનાવલ રેફરલ હોસ્પિ ટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે તંત્રને જાણ થતાં મહુવા તાલુકા વિકાસ અધિકારી મહુવા પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.