
15 Nov 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે 16 દિવસની વાર છે ત્યારે રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. રાજકોટ સહીત સૌરાષ્ટ્રની 34 બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. સૌરાષ્ટ્રમાં કુલ 736 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભર્યા હતા. ગઈકાલે વિધાન સભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફ્રોમ ભરવાનો છેલ્લો દિવસ હોય તેથી ઉમેદવારોનો ઘસારો જોવા મળી રહ્યો હતો. આ વર્ષે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં ચૂંટણીમાં ટીકીટનો લઈને પણ ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે ઘણા બધા ઉમેદવારોએ અપક્ષ રીતે પણ ફોર્મ ભર્યા હતા.
આ દરમિયાન રાજકોટ જિલ્લામાં કુલ 170, અમરેલી જિલ્લામાં 119, મોરબીમાં 80, જૂનાગઢમાં 78, ગીર સોમનાથમાં 64, પોરબંદરમાં 43, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 48 જયારે જામનગરમાં 134 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. આ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ છે. ઉમેદવારોને તેમના નામાંકન પીછું ખેંચવા માટે આગામી 17મી તારીખે ગુરુવારે છેલ્લો દિવસ છે સૌરાષ્ટ્રમાં મતદારોની પોતાના તરફ આકર્ષિત કરવા માટે જુદા જુદા પક્ષ તેમજ વિપક્ષ થતા અપક્ષ ઉમેદવારો થઇને 170 ફોર્મ ભર્યા હતા.
નોંધનીય છે કે ગુજરાતના પ્રથમ તબક્કાનું મતદાન ડિસેમ્બરની પહેલી યોજવાનું છે ત્યારે રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં જુદા જુદા રાજકીય પક્ષો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં ત્રિપાંખીયો જંગ જામી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર જંગી રીતે કરી રહી છે. દરકે પક્ષ તેમને વધુ બેઠકો મેળવવા માટે પ્રચાર કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી ડિસેમ્બરની 8મી તારીખે હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે જાહેર થશે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષો આખરી તબક્કાનું પ્રચાર કરી રહ્યો છે.
વધુમાં વાંચો…રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ નહીં: સામે ભાજપે ત્રણ બેઠકો પર મહિલાને આપ્યું મેદાન
રાજકોટમાં ભાજપે આ વર્ષે મહિલા ઉમેદવારને તક આપી અલગ અલગ ત્રણ જગ્યાએ મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે સમાં પક્ષે કોંગ્રેસે એક પણ મહિલાને ટિકિટ આપી નથી. શું આ પગલું કોંગ્રેસને ભારે પડશે? એ તો હવે આવનાર સમય જ નક્કી કરશે. રાજનીતિમાં પણ મહિલાઓની ભાગીદારી વધે તે માટે રાજયમાં ભાજપ સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપવામા આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નકકી કરવા માટે છેલ્લી ઘડીએ એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમા જિલ્લામાં એક મહિલા ઉમેદવાર અને મહાનગરોમાં બે મહિલાઓને ટિકિટ આપવાનું સમીકરણોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાજપે રાજકોટમાં ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખવામાં આવી છે.તમામ નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.જેમાં રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્થાને ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જયારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર સીટીંગ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના સ્થાને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા પર ફરી વિશ્ર્વાસ મૂકવામાં આવ્યો છે. શહેરની ચારેય પૈકી બે બેઠકો પર ભાજપે બે મહિલાઓને મેદાનમાં ઉતારી છે. ગત ચૂંટણીમાં એક પણ મહિલાને ટિકિટ આપવામાં આવી નહતી. આ ઉપરાંત જિલ્લાની ગોંડલ વિધાનસભા બેઠક પર સિટીંગ ધારાસભ્ય ગીતાબા જાડેજાને ટિકિટ આપવામા આવી છે. જિલ્લાની આઠમાંથી ભાજપે પાંચ બેઠકો પર મહિલાઓને તક આપી છે. સામા પક્ષે કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાની આઠ પૈકી એક પણ બેઠક પર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના રસ્તે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. તમામ રાજકીય પક્ષો રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધે અને મહિલા સશકિતકરણની વાતો ચોકકસ કરે છે. પરંતુ તેની અમલવારીની વાત આવે ત્યારે સમીકરણોની ચકાસણી કરવા લાગે છે. ભાજપે આ વખતે હિંમત ભર્યો નિર્ણય લીધો છે. જિલ્લા કક્ષાએ ઓછામાં ઓછી એક બેઠક મહિલાને આપવામા આવી છે. રાજકોટ જેવા શહેરમાં ચારમાંથી બે બેઠકો પર મહિલા ઉમેદવારને ઉભા કરવામાં આવ્યા છે. જો મહિલાઓને રાજકારણમાં લાવવી હશે તો તેઓની કદર કરવી પડશે.
સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં અનામત હોવાના કારણે ફરજીયાત પણે મહિલાને ટિકિટ આપવી પડે છે. જયારે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને જોઈએ તેટલું પ્રતિનિધિત્વ મળતુ નથી. ભાજપે પણ ૧૦ ટકા મહિલાઓને ટિકિટ આપી નથી તે અંગે પણ પક્ષે વિચારણા કરવી પડશે. મહિલા મોરચાના કાર્યકતા કે હોદેદાર તરીકે માત્ર મહિલાઓની રાજનીતિ સિમિત ન રહી જાય તે માટે દરેક પક્ષે જોવું પડશે. મહિલા મતદારોની સંખ્યા સતત વધી રહી છે. આવામાં જો મહિલા મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા હશે તો તમામ રાજકીય પક્ષોએ મહિલાઓને પ્રતિનિધિત્વ માટેની તક આપવી જ પડશે.