ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ટીકીટ આપી

File Image
File Image

10 Nov 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે ત્યારે હવે ચાર દિવસ બાદ જ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તેવામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જામનગરમાંથી ભારતીય જનતા પાર્ટીએ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટીકીટ આપી છે. ભાજપે હકુભાની જગ્યાએ રીવાબાને ટીકીટ ફાળવી હતી.

આ બેઠક પર ટીકીટ માટે ગઈકાલે જ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી હકુભા જાડેજાને ટીકીટ નહીં આપે તો ભારતીય જનતા પાર્ટી આ બેઠક ગુમાવી દેશે ગુજરાતમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં વધુ ને વધુ બેઠક જીતવા માટે એવા ઉમેદવારોને ઉભા રાખી રહી છે લોકોમાં તેમની નામના અને પ્રખ્યાતિ વધુ હોય. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પ્રસિદ્ધિ વિશ્વ લોકપ્રિય છે અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી લોકો વચ્ચે રહીને કાર્ય કરી રહ્યા હતા જેથી ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મુક્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે દિવસ સુધી દિલ્હી ખાતે ચાલેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ ઉમેદવારોને ટીકીટ આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને જાણકારી આપી હતી કે તેમની ટીકીટ ફાઇનલ થઇ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થયા બાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14મી નવેમ્બર છે ત્યારે હવે ઉમેદવારોને ચાર દિવસ જેટલો જ સમય મળ્યો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનાની 1 તારીખે અને 5મી તારીખે મતદાન થવાનું છે અને આ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની સાથે 8મી તારીખે જાહેર થશે. ગુજરાતમાં વિધાસનભાની ચૂંટણીને લઈને હવે છેલ્લા ચરણનું પ્રચાર થઇ રહ્યો છે. ગુજરાતમાં 8મી ડિસેમ્બરે ખ્યાલ આવી જશે કે કોની સરકાર બનશે.

વધુમાં વાંચો… ગુજરાત વિધાનસભા ઈલેક્શન 2022 : રાજકોટ પશ્ચિમ બેઠક પર ડૉ. દર્શિતાબેન શાહને ટીકીટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેમના 182 વિધાનસભા બેઠકમાંથી 160 બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત આજે કરી દીધી હતી. ગુજરાતમાં 69 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા જયારે 38 ઉમેદવારોને બદલાવી નાખ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે સૌરાષ્ટ્રની બેઠકોની ચર્ચાએ જોર પકડ્યું હતું તેવામાં આજે રાજકોટ પશ્ચિમની હાઈપ્રોફાઇલ બેઠક પર ઘણા દાવેદાર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહને ટીકીટ આપી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત આગાઉ ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી ત્યારબાદ એક પછી એક નેતાઓના નિવેદન આવવા લાગ્યા હતા અને તેમણે પણ વિધાનસભાની ચૂંટણી લડવાની ના પાડી હતી. રાજકોટમાં વિજય રૂપાણીની બેઠક પર હવે દર્શિતાબેન શાહ ચૂંટણી લડશે.રાજકોટ પશ્ચિમની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે ગઢ છે. ગુજરાત પશ્ચિમ બેઠક પરથી ભારતના વડાપ્રધાન મોદી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ બેઠક પરથી કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા ઘણી વખત જીત્યા હતા. આ બેઠક વજુભાઇ વાળાએ નરેન્દ્ર મોદીને ખાલી કરી દીધી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકોટમાં કોઈપણ ઉમેદવાર રિપીટ થયો નથી અને ચારેય બેઠક પર નવા ચેહરાને ટીકીટ ફાળવવામાં આવી છે. ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે હવે ગણતરીના જ દિવસો બાકી છે અને વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 14મી તારીખ છે ત્યારે ઉમેદવારોને હવે ચાર દિવસમાં જ ફોર્મ ભરવાની વિધિ પુરી કરવાની રહેશે. નોંધનીય છે કે ગુજરાતમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રની બેઠકો જીતવા માટે ખુબ જ પ્રયત્ન કરી રહી છે તે માટે રાજકોટના તમામ ધારાસભ્યની ટીકીટ કાપી નાખીને નવા ઉમેદવારોને ટીકીટ આપી હતી. રાજકોટના રાજકારણમાં સમીકરણો બદલાઈ જશે અને ચૂંટણીમાં ભાજપને કેટલો ફાયદો થશે તે તો 8મી ડિસેમ્બરે જાહેર થશે.

વધુમાં વાંચો.. બીજેપીમાં 38ના પત્તા કપાયા, 69 રિપિટી હજુ પણ 22 નામો જાહેર કરવાના બાકી, આ વખતે બીજેપીનો શું છે ક્રાઈટએરીયા

બીજેપીમાં 38ના પત્તા કપાયા છે. હજુ પણ 22 નામો જાહેર કરવાના બાકી છે ત્યારે આ વખતે બીજેપી અલગ જ ક્રાઈટએરીયા જોવા મળ્યો છે. આ વખતે બીજેપી માટે જીત એ જ ક્રાઈટ એરીયા છે. ટર્મ કે નો રીપીટ કે રીપિટ થીયરી વચ્ચે જીતના ક્રાઈટેરીયા પર ધ્યાન આપવામાં આવ્યું હોય તેમ લાગે છે. ખાસ કરીને 182માંથી 160 નામો સત્તાવાર જાહેર કરાયા છે ત્યારે અમદાવાદ, રાજકોટ સહીતની બેઠક પર કેટલાક પત્તા કપાયા છે. ઘાટલોડીયા, નિકોલ સિવાયના લગભગ બધા નામોમાં ફેરફાર કરાયો છે. તેમજ રાજકોટની બેઠકો પણ બદલાવ આવ્યો છે. કેટલાક રીપિટ થયા છે જેમ કે, બાબુ જમના પટેલ દસક્રોઈથી 5 વખતથી જીતતા આવ્યા છે તેમને રિપીટ કરાયા છે આ સિવાય સિનિયર નેતાઓ જેમ કે, જયદ્રથસિંહ પરમાર સહીતના ધારાસભ્યોને રીપિટ કપરાયા છે.

બીજેપી મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું કે, અત્યારે બધા જ કાર્યકર્તાઓ એ શ્રેષ્ઠ કાર્યકર્તાઓ છે. જેમને પણ પાર્ટીની ટિકિટ મળી છે તે યોગ્ય છે. ભારતીય જનતા પાર્ટીમાં શ્રેષ્ઠ કાર્યકર્તા હોઉં એ જ ક્રાઈટએરીયા છે. ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત મળશે.

પ્રથમ ફેઝમાં 89માંથી 84 નામો જાહેર : 38 ઉમેદવારો બદલવામાં આવ્યા છે. વરીષ્ઠ નેતાઓ છે તેમાં 38 સિટોમાં ચેન્જિસ કરવામાં આવ્યો અને નવાને ચાન્સ આપવામાં આવ્યો છે. 69 ને રીપીટ કરવામાં આવ્યા છે. પ્રથમ ફેઝમાં 89માંથી 84 નામો જાહેર કરાયા છે. 2017માં જે ચૂંટાયા હતા તેમાંથી મોટાભાગના સિનિયર નેતાઓના નામો કપાયા છે. આ 160માંથી 14 મહિલા ઉમેદવારોનો સમાવેશ.

દાવેદારી નોંધાવેસા આ વરીષ્ઠ નેતાઓએ લેટર લખ્યો કે, તેઓ ચૂંટણી લડવા નથી માંગતા – વરીષ્ઠ નેતાઓને સ્વયં આગળ આવીને કહ્યું છે કે, તેઓ ચૂંટણી લડવા નથી માંગતા જેમાં વિજય રુપાણી, નિતીન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ, પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ, કૌશિક પટેલ આ બધાએ પત્ર લખીને કહ્યું છે કે, પાર્ટી નવાને ચાન્સ આપે. જો કે, છેલ્લી ઘડીએ પત્ર થતા પણ અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here