ગુજરાત ઈલેક્શન 2022 : પીએમ મોદી સૌરાષ્ટ્રમાં જંગી સભાઓને સંબોધશે

15 Nov 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હવે પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે પીએમ મોદી. સૌરાષ્ટ્રમાં ગત વર્ષની ચૂંટણીમાં પછડાટ લાગ્યા બાદ આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ મિશન સૌરાષ્ટ્રથી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. પીએમ મોદી સૌરાષ્ટ્રની ચાર સભા ગજવશે. વડાપ્રધાન મોદી આગામી 20મી નવેમ્બરના રોજ ચાર જેટલી સભા ગજવશે. આ માટેનું આયોજન સંપૂર્ણ થઇ ગયું છે. પીએમ મોદી આગામી 20મી તારીખે સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને સંબોધન કરશે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પ્રચાર ખુબ ઝડપથી વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 20મી નવેમ્બરના રોજ ચાર જુદી જુદી જગ્યાએ સભાનું આયોજન કર્યું છે જેમાં પીએમ મોદી જંગી સભાને સંબોધન કરશે અને પ્રચાર કરશે. ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદી જુદી રીતે પાર્ટી પ્રચાર કરતી હોય છે

ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકો ગુમાવી હતી અને કોંગ્રેસ દ્વારા વધુ બેઠકો જીતી હતી હવે જયારે પ્રધાનમંત્રી ખુદ સૌરાષ્ટ્ર માં સભા ગજવશે એટલે અનેક સમીકરણો બદલી જશે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આ વર્ષે ભાજપ વધુ ને વધુ સીટ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીના એક પછી એક નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વધુ બેઠકો જીતવા ના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે ત્યારે ગત ચૂંટણીમાં જે કોંગ્રેસને સૌરાષ્ટ્રની બેઠકો જીતી છે તેમાં વધુ ફોક્સ રાખ્યું છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમીકરણો બદલાઈ રહ્યા છે.

વધુમાં વાંચો… ‘યુનિવર્સિટી રાજકારણીઓ અને તેમના સંબંધીઓની જાગીર બની ગઈ છે’, ફરી એકવાર કેરળ સરકાર પર ભડક્યા રાજ્યપાલ

કેરળની યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરોની નિમણૂકને લઈને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ફરી એકવાર નારાજ દેખાયા. દિલ્હીમાં મીડિયાને સંબોધતા ખાને કેરળ સરકાર પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે યુનિવર્સિટીઓ ચલાવવાનું કામ કુલપતિ પાસે છે, જ્યારે સરકાર ચલાવવાનું કામ ચૂંટાયેલી સરકારનું છે. મને એક ઉદાહરણ આપો જ્યાં મેં સરકારના કામકાજમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો, હું તે જ ક્ષણે રાજીનામું આપીશ. હું તમને 1001 ઉદાહરણો આપી શકું છું જ્યાં તેઓએ દરરોજ યુનિવર્સિટી ઓના કામકાજમાં દખલ કરી છે. મને લાગે છે કે તમારી પાસે તારણ કાઢવા માટે પૂરતા પુરાવા છે કે હું એવી વ્યક્તિ નથી કે જે દબાણ બનાવી શકે.

યુનિવર્સિટીઓ પાર્ટી કેડર અને તેમના સંબંધીઓની જાગીર બની ગઈ છે: રાજ્યપાલ

રાજ્યપાલે કહ્યું કે તમે એ મુદ્દો કેમ ઉઠાવતા નથી કે ગયા વર્ષ સુધી કેરળમાં 13 યુનિવર્સિટીઓ હતી અને તમામ નિમણૂંકો ગેરકાયદે છે? શું અન્ય કોઈ રાજ્ય છે જ્યાં કાયદાનું ઉલ્લંઘન કરીને 100% નિમણૂંકો કરવામાં આવી હોય? યુનિવર્સિટીઓ પાર્ટી કેડર અને તેમના સંબંધીઓની જાગીર બની ગઈ છે.

શું છે મામલો? : હકીકતમાં, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમોની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખીને રાજ્યની નવ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને 24 ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપવા કહ્યું હતું. રાજ્યપાલના આ આદેશ બાદ કેરળ સરકારે રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી હતી. જે બાદ રાજ્યપાલ વધુ ભડક્યા હતા.

રાજ્યપાલે આ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને રાજીનામું આપવા કહ્યું હતું : રાજ્યપાલ દ્વારા જે યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું તેમાં કેરળ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. વી.પી. મહાદેવન પિલ્લઈ, મહાત્મા ગાંધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. સાબુ થોમસ, કોચીન યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT)ના વાઇસ ચાન્સેલર ડૉ. કે.એન. મધુસુદન, યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશનોગ્રાફિક સ્ટડીઝ (KUFOS)ના વાઇસ ચાન્સેલર ડૉ. રીજી જ્હોન, કન્નુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.ગોપીનાથ રવિન્દ્રન, એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. એમ.એસ. રાજશ્રી, શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એમ.વી. નારાયણન, કાલિકટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એમ.કે. જયરાજ, થુંચથેઝુથાચન મલયાલમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. વી. અનિલ કુમાર સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here