ગુજરાત ઈલેક્શન 2022 : ગુજરાતની ચૂંટણી પહેલા વજુભાઇ વાળાએ આપ્યું મોટું નિવેદન

09 Nov 22 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર તેજ થઇ ગયો છે. જ્યારથી કેન્દ્રીય ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે ત્યારથી દરેક પક્ષ સતત પ્રચાર કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના દિગ્ગ્જ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ગુજરાત ના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાએ ચૂંટણી પહેલા એક મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં હમણાં જ મોરબીમાં મચ્છુ નદીમાં પુલ તૂટવાની ઘટના બની હતી જેમાં 100 કરતા પણ વધારે લોકોએ જીવ ગુમાવી દીધો હતો. આ ઘટનાની સત્તા પક્ષ પર ભારે ટીકા થઇ હતી અને લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. જો કે આ ઘટના અંગે આજે વજુભાઇ વાળાએ એક મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે મોરબીની પુલ દુર્ઘટનાની અસર ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામ પણ નહીં પડે. આ ઉપરાંત વજુભાઇ વાળાએ કહ્યું હતું કે મોરબીની દુર્ઘટના સરકારની બેદરકારી કારણે નથી બની અને આ માટે SITની નિમણુંક કરવામાં આવી છે જે આ ઘટનાનો રીપોર્ટ આપશે અને ક્યાં કારણોસર પુલ તૂટ્યો હતો તેની ખબર પડશે.

ગુજરાત ભાજપના દિગ્ગ્જ નેતા વજુભાઇ વાળાએ દાવો કર્યો છે કે મોરબી પુલ દુર્ઘટનાની અસર ચૂંટણીએ પરિણામો પર નહીં થાય. આ માટે સરકારીની ભૂલ જો ભૂલ હોય તો તેની અસર ચૂંટણી પર પડી શકે છે. પરંતુ આમા સરકારની કોઈ ભૂલ થઇ નથી. નોંધનીય છે કે મોરબીની દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને ગુજરાતની સરકાર પર લોકોએ આરોપ નાખ્યો હતો.

વધુમાં વાંચો… મોહનસિંહ રાઠવા બાદ કોંગ્રેસમાં વધુ એક ધારાસભ્ય પાર્ટી છોડે તેવી શક્યતાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે વધુ એક ઝટકો લાગી શકે છે. વલસાડની ધરમપુર બેઠકને લઈને કોંગ્રેસમાં વિવાદ શરૂ થયો છે. જ્યાં વધુ એક નેતા નારાજ હોવાની વિગતો સામે આવી રહી છે. કિશન પટેલની નારાજગી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. બળવાખોર સભ્ય કલ્પેશ પટેલની કોંગ્રેસમાં વાપસીથી કિશન પટેલ નારાજ છે અને કોંગ્રેસથી અલગ થવાના મૂડમાં છે તેમ સૂત્રો તરફથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહન રાઠવાએ ગઈકાલે જ રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ કોંગ્રેસમાં અન્ય એક નેતા રાજીનામું આપી શકે છે. વલસાડની ધરમપુર બેઠકને લઈને કોંગ્રેસમાં વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય કિશન પટેલ નારાજ હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે. બળવાખોર સભ્ય કલ્પેશ પટેલની કોંગ્રેસમાં વાપસીથી કિશન પટેલ નારાજ છે અને કોંગ્રેસથી અલગ થવાના મૂડમાં છે. કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોને તેમના વિસ્તારમાં ટિકિટ ના મળવાનો પણ ડર છે. આ પહેલા પણ કેટલાક નેતાઓ નારાજ થયા હતા. કલ્પેશ પટેલેને કોંગ્રેસમાં વાપસીને ધરમપુરથી ટિકિટ મળે તેવી શક્યતા છે. અગાઉ તાલુકા પંચાયતની ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી. કલ્પેશ પટેલને ટિકિટ મળવાની પ્રબળ શક્યતા હોવાથી કિશન પટેલ નારાજ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ચૂંટણી માટે ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી નેતાઓ કેસરીયો કરી રહ્યા છે. ગઈકાલે સાંજે ગુજરાત વિધાનસભાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય મોહન રાઠવાએ રાજીનામું આપ્યા બાદ અન્ય કેટલાક નામો પણ સામે આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here