ગુજરાત ઈલેક્શન 2022 : શું ભારતીય જનતા પાર્ટી આ બે યુવા ચેહરાને ટીકીટ આપશે ?

09 Nov 22 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. રાજકારણમાં ક્યારે ખટરાગ મીઠાસમાં બદલાઈ જાય તેનું નક્કી નહીં. ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા અનેક સમીકરણો બદલાઈ શકે છે. ગુજરાતમાં આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે રાજકીય પક્ષો તેજ ગતિથી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં રાજકીય પક્ષો માટે આ વર્ષે ટીકીટો માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. ગુજરાતના રાજકારણના બે યુવા ચેહરાને ટીકીટ મળશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ છે. ગુજરાતના એક સમયના ભારતીય જનતા પાર્ટીના વિરોધી એવા બે નેતા જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારથી બંને નેતાઓની ટીકીટને લઈને રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી છે.

ગુજરાતમાં આંદોલન સમયના બે યુવા ચેહરા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે તેની ટિકિટોને લઈને ભારે ઉતેજના છે. હાર્દિક પટેલને વિરગમાંથી ટીકીટ મળી શકે છે જયારે અલ્પેશ ઠાકોરનું નામ રાધનપુર બેઠક પરથી ચર્ચાઈ રહ્યું છે. આ બે બેઠક પર બંને યુવા ચેહરાના નામની ચર્ચા ચાલી રહી છે જો કે સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આ બે યુવાઓનોનો ભાજપની અંદર જ વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાં આ બે યુવા ચેહરાને ટીકીટ મળશે તો ગુજરાતની આ બેઠકો પરથી અનેક સમીકરણો બદલી શકશે. હાર્દિક પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે જયારે અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજમાંથી આવે છે ત્યારે ગુજરાતમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને જોઈએં ભારતીય જનતા પાર્ટી આ બે યુવા નેતાઓને ચૂંટણી માટે ટીકીટ આપી શકે છે.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની દિલ્હી ખાતે આજે સાંજે બેઠક છે આ બેઠકમાં ગુજરાતમાં કોને કોને ટીકીટ મળશે તે માટે પણ ચર્ચા થશે. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીની દિલ્હી ખાતે આજે અને કાલે બે દિવસ સુધી ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બેઠક યોજાશે જેમાં ગુજરાતના ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં આગામી મહિના માં 1 ડિસેમ્બરે અને 5મી ડિસેમ્બરે એમ બે તબબકામાં ચૂંટણી યોજાશે જેનું પરિણામ 8મી તારીખે જાહેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here