ચૂંટણીની જાહેરાત પહેલા જીઆરડી, હોમગાર્ડ માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

03 Nov 22 : હોમગાર્ડ અને જીઆરડી જવાનોના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. આજે ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાત સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થશે ત્યારે સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હવે હોમગાર્ડ જવાનને રોજના 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે.

સરકારે હોમગાર્ડ જવાનોની સાથે સાથે GRDના જવાનોને ધ્યાનમાં રાખીને પણ મોટો નિર્ણય લીધો છે. આ જવાનોને પણ 200 રૂપિયાના બદલે 300 રૂપિયા પ્રતિદિન મળશે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોનો વધારો 1 નવેમ્બર 2022 થી લાગુ થશે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના પગારમાં વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજ પડશે. આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને યોજાશે. ગુજરાતમાં ગત વખતની જેમ જ બે તબક્કામાં મતદાન થવાની શક્યતા. ચૂંટણીના કાર્યક્રમ પહેલા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં ઘણા સમયથી આ માંગ કરવામાં આવતી હતી ત્યારે તેમના હિતને ધ્યાનમાં રાખી આ વધારો કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ વખતે ચૂંટણીમાં કર્મચારીઓના પણ રાજ્ય સરકારે ભથ્થામાં વધારો કર્યો છે.

વધુમાં વાંચો… આખરે આજે ગુજરાતની ચૂંટણી થશે જાહેર, બે તબક્કામાં મતદાન થવાની શક્યતા

આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને યોજાશે. ગુજરાતમાં ગત વખતની જેમ જ બે તબક્કામાં મતદાન થવાની શક્યતા. હિમાચલની ચૂંટણીનું ટાઈમ ટેબલ જાહેર થયા બાદ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટાઈમ ટેબલ જાહેર થશે. જેથી બની શકે છે કે, બન્ને વિધાનસભાના રીઝલ્ટ એક જ તારીખે આવે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને દિવાળી બાદ રાહ જોવાતી તેને લઈને આજે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બરના અંત સુધીમાં યોજવામાં આવી શકે છે.

જો કે બીજું મતદાન 1થી 5 ડિસેમ્બરની વચ્ચે યોજવામાં આવી શકે છે. હિમાચલમાં જે રીતે 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ત્યારે સાથે પરીણામો પણ જાહેર થઈ શકે છે. આજે મતદાનના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની અરજીઓ ભરવાની તારીખો અને ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત કરવાની તારીખો પણ જાહેર કરવામાં આવશે.

આ વખતે ત્રિપાંખીયા જંગ : ભાજપ અને કોંગ્રેસ આ બન્ને પાર્ટીઓ 182 વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડતી આવી છે. ત્યારે આ વખતે પ્રથમ વખત આપ પાર્ટી જોડાતા, ત્રિ પાંખીયા જંગ જોવા મળશે. કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપ તરફથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં પણ વિલંબ થઈ શકે છે. તેવી જ રીતે બની શકે છે કોંગ્રેસ પણ ભાજપ પછી જ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે. જો કે, આપ પાર્ટીએ 108 નામો જાહેર કરી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here