19 Sep 22 : તાજેતરમાં જ ભૂપેન્દ્ર પટેલ સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. ત્યારે નારી સશક્તિકરણની દિશામાં ગુજરાતે અત્યાર સુધીમાં વિવિધ પહેલ કરી છે. 20 વર્ષ અને બે દાયકામાં થયેલા કામો ઉપરાંત છેલ્લા એક વર્ષમાં આ કામગીરીને આગળ ધપાવવાનું કામ પણ થયું છે.

ત્યારે જાણો અત્યાર સુધીમાં કઈ દિશામાં શું પહેલ કરી છે.

• નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય

• મહિલા બાળ વિકાસ વિભાગની અલગ રચના દ્વારા નારી સશક્તિકરણની દિશામાં ગુજરાતે કરી પહેલ

• મહિલાઓના સર્વાંગી વિકાસ માટેના બજેટમાં છેલ્લા 20 વર્ષમાં નાણાકીય ફાળવણીમાં ઉત્તરોત્તર વધારો – ₹158 કરોડના બજેટમાં 2200 ગણા વધારા સાથે વર્ષ 2022-23માં ₹3511 કરોડનું બજેટ

• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકા અને સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલાઓ માટે આરક્ષિત રાખવાનો ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય

• રાજ્યની મહિલાઓને રોજગાર-સ્વરોજગારલક્ષી તાલીમ આપી આર્થિક સશક્તિકરણ માટે મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના

• 25 લાખ સખી મંડળોની 26 લાખ બહેનોના હાથમાં ₹ 1600 કરોડના કારોબારની સોંપણી

• ઉજ્જવલા યોજના અંતર્ગત 36 લાખથી વધુ મહિલાઓને ગેસ કનેકશન

• 11 લાખથી વધુ ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના હેઠળ આવરી લેવાઈ. વર્ષ 1995ની ₹200ની આર્થિક સહાયમાં વધારો કરી વર્ષ 2021-22માં ₹1,250 કરાઈ

• બેટી બચાવો જન અભિયાન: વર્ષ 2001માં 802 દીકરીના જન્મ સામે વર્ષ 2020માં 965 પ્રતિ હજાર પુરુષોએ દીકરીનો જન્મ દર

• બે દાયકામાં રાજ્ય સરકારના આરોગ્ય ક્ષેત્રે પરિણામલક્ષી પગલાંને પરિણામે માતા મૃત્યુ દરમાં ઘટાડો: પ્રતિ એક લાખે વર્ષ 2001-02માં 202 અવસાનની સામે વર્ષ 2019-20માં 75 અવસાન

• ગુજરાતમાં સંસ્થાકીય પ્રસુતિમાં 100 ટકાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. વર્ષ 2003-04માં 55.9 ટકાથી વધીને વર્ષ 2020-21માં 99.6 ટકા સંસ્થાકીય પ્રસુતિ થઇ

• પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ 20.6 કરોડ મહિલા જન-ધન એકાઉન્ટ ધારકોના ખાતામાં ₹30.952 કરોડથી વધુની ધન રાશી જમા થઈ છે

• પ્રાથમિક શિક્ષણમાં દીકરીઓનો પ્રવેશ-દર વર્ષ 2018-19માં 88.5 ટકા હતો જે 2019-20માં 90.5 ટકા સુધી પહોંચ્યો

• રાજ્યની કન્યા કેળવણી અભિયાન થકી વર્ષ 2001માં કન્યા સાક્ષરતા દર 57.80 ટકાથી વધીને વર્ષ 2021માં 70.73 ટકા સુધી પહોંચ્યો છે

• ગુજરાતની 245 નિવાસી શાળાઓમાં 26,650 કન્યાઓ અભ્યાસ કરી રહી છે

• ગુજરાતના 33 જિલ્લાઓમાં ‘વન સ્ટોપ ક્રાઈસીસ સેન્ટર’ જુલાઈ 2017 થી કાર્યરત છે. વર્ષ 2022માં 18,193 મહિલાઓએ આ સેવાનો લાભ લીધો છે

• વર્ષ 2015 એપ્રિલથી મહિલા સુરક્ષાલક્ષી રાજ્યવ્યાપી ’181 અભયમ’ હેલ્પલાઈન કાર્યરત છે જેમાં 54.25 લાખથી વધુ મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ મળી. વર્ષ 2021-22માં 75 લાખ 99 હજારથી વધુ ફોન કોલ્સ નોંધાયા છે

• ‘સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ’ યોજના હેઠળ વર્ષ 2022માં રાજ્યની 45,386 કિશોરીઓને 300 દિવસ માટે પૂરક પોષણ આપવામાં આવ્યું છે

• ‘પૂર્ણા યોજના’ હેછળ વર્ષ 2022માં 11,96,389 કિશોરીઓને આહાર, પોષણ, શિક્ષણ, વ્યવસાયિક તાલીમનો લાભ અને લોહતત્વની ગોળીઓ પૂરી પાડવામાં આવી છે

• ‘પોષણ સુધા યોજના’નો વ્યાપ વધારી 14 આદિજાતિ જિલ્લાઓના 106 તાલુકાઓને આવરી લેવાયા: ₹118 કરોડના ખર્ચે તમામ આદિજાતિ સગર્ભા-ધાત્રી માતાઓને એક વખતનું પોષણક્ષમ ભોજન ઉપરાંત આર્યન ફોલિક ઓસિડ અને કેલ્શિયમની ગોળીઓનું વિતરણ

• રાજ્યમાં અમલી કુલ 891 મહિલાલક્ષી યોજનાઓમાંથી 178 યોજનાઓ સંપૂર્ણ મહિલાલક્ષી

• પોષણ અભિયાન હેઠળ રાજ્યના બાળકોમાં સ્ટન્ટીંગનું પ્રમાણ વર્તમાનમાં 38.4 ટકા છે જેને 2022ના અંત સુધી 25 ટકા સુધી ઘટાડવાનો ગુજરાત સરકારનો લક્ષ્યાંક છે

• ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો 1,000 દિવસ ફસ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટીનો અસરકારક અમલઃ લાભાર્થી માતાને દર મહિને 2 કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્ય તેલની સહાય

• મહિલાઓના રક્ષણ અને આશ્રય માટેની પાંચ યોજનાઓ વિશે જાણકારી આપતી “સંકટસખી” એપ્લીકેશન લોન્ચ

• ગુજરાતના મધ્યમ, નાના અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન માટે જી.એલ.પી.સી.ના સહયોગથી એમેઝોન પોર્ટલ સાથે જોડાણ

• નેશનલ રૂરલ લાઈવલીવુડ મિશન દ્વારા સ્વ-સહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ તથા

• માર્કેટિંગ માટે ફ્લીપકાર્ટ સાથે એમ.ઓ.યુ.: હાલ 7 સ્વસહાય જૂથ રજિસ્ટર્ડ