25 Aug 22 : ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 ની ભરતી પ્રક્રિયા આજથી શરુ કરવામાં આવી રહી છે અને તેમાં માટે આજ  થી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાત જાહેર સેવા આયોગની ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.

ગુજરાત જાહેર આયોગ દ્વારા આજથી જુદા જુદા વિભાગીય કુલ 245 પદો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનએ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જીનિયર(સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જેવા પદો માટે ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ માટે નોટિફિકેશનમાં ઉમર, લાયકાત અને અનામત જેવી માહિતી જીપીએસસીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્લાસ 1 અને ક્લાસ 2 માટેની ભરતી આવી ન હતી ત્યારે આજે મોટા વિભાગના ઘણા પદો માટે નોટિફિકેશન બહાર પાડી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતીની છેલ્લી તારીખ સપ્ટેબરની 9 તારીખ છે. આ ભરતી માટે ઉમેદવારની પસંદગી પ્રથમ પ્રિલીમ પરીક્ષા ત્યારબાદ મેઇન્સ પરીક્ષા અને છેલ્લા ઇન્ટરવ્યૂ ગુજરાત જાહેર આયોગના નિયમો મુજબ કરવામાં આવશે.

  • આ ટેલીકોમ કંપની પોતાના 10,000 મોબાઈલ ટાવર વેચશે, 4,000 કરોડ રૂપીયા એકઠા કરવાનો છે લક્ષ્ય…

25 Aug 22 : ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે, ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL ઓક્ટોબર મહિનામાં તેની 5G સેવા શરૂ કરશે. એટલે કે તમને દિવાળી પર 5Gની ભેટ મળશે. ત્યારે બીજી તરફ માહીતી મળી રહી છે કે, BSNL તેના 10,000 મોબાઈલ ટાવર વેચવા જઈ રહી છે. આવી સ્થિતિમાં BSNL તેના મોબાઈલ ટાવર વેચીને કેવી રીતે વધુ સારી સેવા આપશે અને અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરશે.

KPMGને બનાવ્યું નાણાકીય સલાહકાર નિયુક્ત – નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન હેઠળ કેન્દ્ર સરકારે 2025 સુધીમાં BSNLને 13,567 મોબાઈલ ટાવર વેચીને 4,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે BSNLએ પ્રથમ તબક્કામાં 10,000 ટાવર વેચવાની યોજના બનાવી છે. આ માટે KPMGને નાણાકીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. BSNL ફક્ત તે જ ટાવર વેચશે જે રિલાયન્સ જિયો અને એરટેલ જેવા થર્ડ પાર્ટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે કો-લોકેશન એરેન્જમેન્ટ હેઠળ છે. દિલ્હી અને મુંબઈ સિવાય દેશના ખૂણે-ખૂણે મોબાઈલ સેવા પૂરી પાડતી BSNL પાસે કુલ 68,000 ટેલિકોમ ટાવર છે. તેમાંથી 70 % ટાવર ફાઈબર કેબલ દ્વારા જોડાયેલા છે અને 4G અને 5G સેવા ઓ શરૂ કરવા માટે તૈયાર છે.

દેશમાં BSNL પાસે છે સૌથી વધુ મોબાઈલ ટાવર  – BSNL દેશની એકમાત્ર ટેલિકોમ કંપની છે, જેની પાસે આટલું વિશાળ ટાવર નેટવર્ક છે. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન હેઠળ, 2025 સુધીમાં તબક્કાવાર રીતે 13,567 ટાવર BSNL અને 1350 ટાવર MTNLને વેચવાના છે. બંને સરકારી કંપની ઓએ મળીને 14,917 ટેલિકોમ ટાવર વેચવાના છે. BSNLને ખોટમાંથી બહાર કાઢવા માટે સરકાર આ માટે ટેલિફોની સેવાઓને પ્રોત્સાહન આપવા માંગે છે. આ માટે તેણે ભારત બ્રોડબેન્ડ નેટવર્કને BSNL સાથે મર્જ કરવાની યોજના બનાવી છે. બંને કંપનીઓ સાથે મળીને દેશના ગ્રામીણ વિસ્તારો માં ટેલિફોન સેવા લાવશે અને ઇન્ટરનેટ સેવાઓનો વિસ્તાર કરશે.