પાકિસ્તાન તરફ લો પ્રેશર એક્ટિવ થતા આવતી કાલે ગુજરાતમાં પડશે વરસાદ

22 July 22 : પાકિસ્તાના તરફ લો પ્રેશર એક્ટિવ થતા ફરી ગુજરાતમાં આવતી કાલે વરસાદ વિવિધ વિસ્તારોમાં પડશે તેવું હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે. જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદ સહીતના કેટલાક જિલ્લાઓમાં 27 તારીખ સુધી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પાકિસ્તાન તરફના દરીયાઈ વિસ્તારમાં લો પ્રેશરની અસર શુક્રવારે જ વર્તાવાની શરુ થથે જેથી શનિવાર અને રવિવારે આ વરસાદ જોવા મળશે.

હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હુતું કે, અમદાવાદમાં આવતીકાલે અને રવીવારના દિવસે ભારે વરસાદ પડી શકે છે. વરસાદે એકવાર ગુજરાતને ઘમ રોડ્યું છે. ત્યારે બીજીવાર આવતી કાલથી ફરી આગાહી કરાઈ છે. ગત સપ્તાહે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદે તબાહી મચાવી હતી. જેમાં માનવ મૃત્યુ અને પશુ મૃત્યુ પણ થયા હતા. 5000થી વધુ લોકોને ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વરસાદ આવતી કાલથી મુસળધાર વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ છે જેથી ત્યાં પણ આગાહી વરસાદને લઈને કરવામાં આવી રહી છે.

લો પ્રશરની અસરના આગામી ચાર દિવસ સુધી જોવા મળશે. જેમાં ઘણા ખેડૂતોએ ખેતીનો પાકે વાવી દિધો છે. ત્ચારે જો વધુ વરસાદ થાય તો પાક ધોવાઈ જવાની પણ સંભાવના પણ છે.

– આ વિસ્તારોમાં રહેશે વરસાદ 
અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોની વાત કરીએ તો જામનગર, રાજકોટ, બોટાદ તેમજ અમદાવાદ, ખેડામાં પણ વરસાદના કારણે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. રવિવારના રોજ વિવિધ જિલ્લામાં વરસાદનું જોર વધે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.  કચ્છ જિલ્લાની વાત કરીએ તો આવતી કાલે રેડ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ઉ.ગુ. માં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત પોરબંદર, સાબર કાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.