12 Sep 22 : રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૦.૪૬ ફૂટ, આજી-૧ ડેમમાં ૦.૭૯ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૯૫ ફૂટ, ગોંડલી ડેમમાં ૦.૩૩ ફૂટ, વાછપરી ડેમમાં ૦.૮૯ ફૂટ, ફાડદંગબેટી ડેમમાં ૦.૮૨ ફૂટ, ખોડાપીપર ડેમમાં ૦.૨૩ ફૂટ, ઇશ્વરીયા ડેમમાં ૧.૧૫ ફૂટ અને કર્ણુકી ડેમમાં ૧.૩૧ ફૂટ એમ કુલ ૦૯ ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે.

જિલ્લાના કુલ ૨૭ ડેમો પૈકી ૨૬ ડેમોના જળસ્ત્રાવ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. જે મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૫૩ મી.મી., મોજ ડેમ, ડોંડી ડેમ, ન્યારી-૨ ડેમ, ઘેલો સોમનાથ ડેમ અને માલગઢ ડેમમાં ૧૦ મી.મી., ફોફળ ડેમમાં ૨૪ મી.મી., વેણુ-૨ ડેમ, કરમાળ ડેમ અને ભાદર-૨ ડેમમાં ૦૫ મી.મી., આજી-૧ ડેમમાં ૩૦ મી.મી., આજી-૨ ડેમ અને આજી-૩ ડેમમાં ૧૫ મી.મી., સુરવો ડેમમાં ૨૧ મી.મી., ગોંડલી ડેમ, વેરી ડેમ અને ઈશ્વરીયા ડેમમાં ૪૦ મી.મી., વાછપરી ડેમમાં ૭૦ મી.મી., ન્યારી-૧ ડેમમાં ૦૩ મી.મી., મોતીસર ડેમ અને લાલપરી ડેમમાં ૨૫ મી.મી., ફાડદંગબેટી ડેમ અને છાપરવાડી-૧ ડેમમાં ૨૦ મી.મી., ખોડાપીપર ડેમમાં ૩૫ મી.મી., છાપરવાડી-૨ ડેમમાં ૩૭ મી.મી. તેમજ કર્ણુકી ડેમમાં ૯૦ મી.મી. વરસાદ થયો છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.

  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ – ગાંધીનગરનાં માધ્યમથી આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-૧/૨ તથા વર્ગ- ૩ ના ફ્રી ઓનલાઈન કોચિંગ ક્લાસમાં જોડાવા ઈચ્છક વિધાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા યોજાઈ

12 Sep 22 : કુલ ૨૮૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું: કુલ ૧૧૧૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ –ગાંધીનગરનાં માધ્યમથી આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-૧/૨ તથા વર્ગ- ૩ ના ફ્રી ઓનલાઈન કોચિંગ ક્લાસમાં જોડાવા ઈચ્છતા વિધાર્થીઓ માટે ગઈકાલ તા. ૧૧-૦૯-૨૦૨૨નાં રોજ એમ.જે.કુંડલીયા કોલેજ, ચૌધરી હાઇસ્કુલ કેમ્પસ ખાતે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી. કુલ ૨૮૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી કુલ ૧૧૧૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

વર્ગ ૧/૨ ની ટેસ્ટ ૨૦૦ માર્કની હતી, જેની સમય મર્યાદા ત્રણ કલાકની હતી જ્યારે વર્ગ-૩ માટેની અલગ ટેસ્ટ ૧૦૦ માર્કની હતી, જેની સમય મર્યાદા એક કલાકની રાખવામાં આવી હતી.

આ પરીક્ષા માટેની આન્સર કી આજે તા. ૧૨-૦૯-૨૦૨૨નાં રોજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર મુકવામાં આવશે અને આ પરીક્ષાનું મેરીટ લીસ્ટ આગામી તા. ૧૫-૦૯-૨૦૨૨નાં રોજ જાહેર કરવામાં આવશે