31 Aug 22 : ગુજરાતી ક્રિકેટરની હવે વિશ્વમાં તેની ચર્ચાઓ થઈ રહી છે.ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલ મુકાબલામાં હાર્દિક પંડ્યાએ વિનીંગ સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી.અને સાથે બોલિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદશન કર્યું હતું.

છેલ્લી રમાયેલ IPL ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઈટન્સ હાર્દિક પંડ્યાની કપ્તાનશીપમાં ટાઇટલ જીત્યું હતું ત્યાર બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં હાર્દિક પંડ્યાની ચર્ચાઓ ચાલી હતી હવે પાકિસ્તાન સામેની મેચમાં ભારતને જીત અપાવનાર હાર્દિક પંડ્યાને જાહેરાતો માટે કરોડો રૂપિયા ની ઓફરો મળવાની ચાલુ થઈ ગઇ છે. હાર્દિકના બ્રાન્ડ મેનેજર તરીકે કામ કરતી એજન્સીનું કહેવું છે કે, હાર્દિકને હવે બ્રાન્ડ પ્રમોટ કરવા માટે બે કરોડ રૂપિયા પ્રતિ દિવસના હિસાબે પેમેન્ટ થઈ રહ્યું છે.

દરેક બ્રાન્ડની એડ શુટ કરવા માટે બે દિવસનો સમય લાગે છે અને એ હિસાબે હાર્દિકને દરેક બ્રાન્ડ પાસેથી 4 કરોડ રૂપિયા મળી રહ્યા છે. હાર્દિક હાલમાં 8 થી 10 બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યો છે અને આવનારા દિવસોમાં બીજા પાંચેક બ્રાન્ડ તે પ્રમોટ કરતો દેખાશે. હાર્દિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ બ્રાન્ડનો પ્રચાર કરવા માટે પ્રતિ પોસ્ટ 40 લાખ રૂપિયા લે છે. તે કોહલી તેમજ રોહિત બાદ સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતો ભારતીય ક્રિકેટર બની ગયો છે.

  • શ્રીલંકા અથવા બાંગ્લાદેશમાંથી કોઇ એક ટીમે એશિયા કપની બહાર થવુ પડશે, અફઘાનિસ્તાને કર્યો દાંવ

31 Aug 22 : એશિયા કપ 2022ના ગ્રુપ સ્ટેજની મેચ 2 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ જશે અને આ દિવસે ખબર પડશે કે કઇ બે ટીમ ટૂર્નામેન્ટની બહાર થશે. યૂએઇમાં રમાઇ રહેલા એશિયા કપમાં કુલ 6 ટીમ ભાગ લઇ રહી છે. બીજી તરફ કાલે ગુરૂવારે 1 સપ્ટે. શ્રીલંકા અથવા બાંગ્લા દેશમાંથી કોઇ એક ટીમે એશિયા કપની 15મી સીઝનમાંથી બહાર થવુ પડશે કારણ કે અફઘાનિસ્તાનની ટીમે બન્ને ટીમને હરાવીને સુપર 4માં જગ્યા બનાવી લીધી છે અને હવે બન્ને ટીમ પાસે માત્ર એક જ તક છે.

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દૂબઇમાં 1 સપ્ટેમ્બરે ગ્રુપ બીની અંતિમ મેચ રમાશે અને જે ટીમ જીતી જશે, તે સુપર 4માં પહોચી જશે અને જે ટીમ હારી જશે તેની સફર આ ટૂર્નામેન્ટમાં સમાપ્ત થઇ જશે. બીજી તરફ ગ્રુપ એની અંતિમ ટીમનો નિર્ણય 2 સપ્ટેમ્બરે થવાનો છે જ્યારે પાકિસ્તાન અને હૉંગકોંગ વચ્ચે મુકાબલો રમાશે. તે મેચ પણ લગભગ એવી હશે કે જે ટીમ જીતશે તે સુપર 4માં પહોચશે અને હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે.

અફઘાનિસ્તાનની ટીમ પાસે ભાગ્યે જ કોઇએ એવી આશા કરી હશે કે તે પ્રથમ શ્રીલંકા અને પછી બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવીને સુપર 4 માટે ક્વોલિફાઇ કરનારી પ્રથમ ટીમ બનશે. અફઘાનિસ્તાને એશિયા કપની પ્રથમ મેચમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યુ હતુ અને હવે મંગળવારે બાંગ્લાદેશને હરાવીને ટીમે સુપર 4માં જગ્યા બનાવી છે અને આ રીતે ટૂર્નામેન્ટ હવે વધુ રોમાંચક બનશે, કારણ કે અફઘાનિસ્તાનની ટીમ ભારત સામે પણ ટકરાઇ શકે છે.

અફઘાનિસ્તાન સુપર 4માં પહોચ્યુ – બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા.  બાંગ્લાદેશ તરફથી મોસદ્દેક હુસૈને સૌથી વધુ અણનમ 48 રન બનાવ્યા હતા જ્યારે મહમદુલ્લાહે 25 રનની ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહમાન અને રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશના પડકારનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાને 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને પડકારને મેળવી લીધો હતો. અફઘાનિસ્તાન તરફથી નજીબુલ્લાહ જાદરાને આક્રમક રમત રમી હતી. અફઘાનિસ્તાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા સ્પિનર મુજીબ ઉર રહમાનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.