ગઈકાલના પોસ્ટરના વિરોધ મામલે વોટીંગ કરવા આવેલા હાર્દિક પટેલે આજે કરી આ સ્પષ્ટતા જાણો શું કહ્યું

05 Dec 22 : ગઈકાલે હાર્દિક પટેલટ વિરુદ્ધના પોસ્ટરો વિરમગામમાં લાગ્યા હતા ત્યારે આજે વોટીંગ કરવા માટે આવેલા હાર્દિક પટેલે મીડીયા સાથેની વાતચીત દરમિયાન નિવેદન આપતા કહ્યું કે, દરેક લોકોને વિરોધ કરવાનો અધિકાર છે. હું મારા માર્ગ પર દોડતો રહું છું.

વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર

ગઈકાલે મતદાનના એક દિવસ પહેલા વિરમગામમાં મતદાનની છેલ્લી ઘડીએ હાર્દિક પટેલ સામે વિરોધ જોવા મળ્યો હતો. વિવિધ સ્થળોએ પાટીદાર આંદોલન સમિતિના નામના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં, આ ઉપરાંત એ પણ લખાયું હતું કે, ટિકિટ માટે સમાજ સાથે સોદાબાજી કરનારાઓને વોટ ન આપો, આ ઉપરાંત જે લોહીનો ના થયો એ કોઈનો નહીં આમ પોસ્ટરો લાગેલા જોવા મળ્યા હતા. મતદાનના એક દિવસ પહેલા વિરમગામમાં આવા પોસ્ટરો લગાવવામાં આવતા આજે હાર્દિક પટેલે મીડીયા સમક્ષ પ્રતિક્રીયા આપી હતી.

પોસ્ટરોના વિરોધ મામલે કહી વાત કહી – હાર્દિક પટેલે કહ્યું કે, રાજનિતીમાં દરેક લોકોને વિરોધ કરવાનો અધિકાર છે. આ બધુ કરતા રહે તો મારા માર્ગ પર ચાલતા રહું વધુ હું દોડતો રહું. તેમ હાર્દિકે આ વિરોધને પોઝિટીવ રીતે જવાબ આપ્યો હતો અને એ મેસેજ આપ્યો હતો કે, આ પ્રકારના વિરોધથી હું વધુ મજબૂત થાઉં છું. હાર્દિકે આજે મતદાનના દિવસે દાવો કરતા કહ્યું કે 10 વર્ષ પછી વિરમગામમાં ભાજપની જીત થવા જઈ રહી છે. ભાજપે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે ત્યારે લોકોએ ભાજપને મત આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવી જોઈએ. આ દિશામાં ખૂબ જ વિશાળ મતદાન થશે તેવું કહ્યું હતું. હાર્દિકે કહ્યું કે પ્રથમ તબક્કાનું મતદાન ભાજપની તરફેણમાં રહ્યું છે. ગુજરાતમાં ભાજપના કારણે વિકાસલક્ષી કામો મોટા પાયે થયા છે. તેમ હાર્દિક પટેલે આજે મતદાન સમયે કહ્યું હતું.

વધુમાં વાંચો… અમરેલી ના વડીયામાંથી ખનીજ ભરેલા ઓવરલોડેડ વાહનો પસાર, તંત્ર નિંદ્રાધિન

ચૂંટણી જાહેર થયા બાદ જિલ્લાના વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી પરંતુ હવે ચૂંટણી પુરી થતાની સાથે પોલીસે પણ હાઈ વે પરથી ટેન્ટ ખસેડી લીધા હોવાથી ગેરકાયદે ધંધા કરતા ઈસમોને છુટ્ટો દોર મળી ગયો છે. જેમાં વડીયામાં ફરી એક વાર ખનીજ માફીયાઓ સક્રિય બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. વડીયા સહિત આજુબાજુના વિસ્તારમાંથી બેફામ પણે ખનીજચોરી થઈ રહી છે. ભૂતકાળમાં કડક મામલતદારે ખનીજચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી

જેથી ખનીજ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરંતુ મામલતદારની બદલી થતાની સાથે જ ખનીજચોરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફરી ખનીજચોરીનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યુ હોવાથી વડીયાની બજારોમાંથી ખનીજ ભરેલા ઓવરલોડેડ ડમ્પર પસાર થઈ રહ્યાં છે. શહેરની વચ્ચેથી ડમ્પરો પસાર થતા હોવા છતાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને આવા વાહનો દેખાતા નથી. પોલીસ અને વહીવટી તંત્રની મીલીભગતને કારણે ખનીજચોરી બેફામ ફુલી ફાલી છે. ખનીજચોરોને જાણે તંત્રનો કોઈ જ ડર ન હોય તેમ બિન્દા સ્ત શહેરની વચ્ચોવચ્ચ ઓવરલોડેડ વાહનો પસાર થઈ રહ્યાં છે. વડીયા તેમજ આજુબાજુના પંથકમાંથી ખનીજ ભરેલા વાહનોની તપાસ કરવામાં આવે તો અનેકના તપેલા ઓ ચડી જાય તેમ છે. જો કે તંત્રની મીઠી નજર નીચે હાલ ખનીજચોરો બેફામ ખનીજચોરી કરી રહ્યાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

વધુમાં વાંચો… બે જોડિયા બહેનોએ એક જ વરને માળા પહેરાવી, અનોખા લગ્નનું આયોજન

એ વાતને નકારી શકાય નહીં કે ઇન્ટરનેટ દિવસેને દિવસે રસપ્રદ બની રહ્યું છે. તમારામાંથી જેઓ ઇન્ટરનેટની અંધારી દુનિયાથી ઓછા પરિચિત છે, તેના માટે અમે તમારા માટે એક રમુજી વિડિયો લાવ્યા છીએ. આ મામલો મહારાષ્ટ્રનો છે. મુંબઈમાં આઈટી એન્જિનિયર જોડિયા બહેનોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે આમાં અલગ શું છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ બંને બહેનો એક જ વ્યક્તિના પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે લગ્ન પણ કર્યા. ચાલો તમને આ રમુજી વાર્તા વિશે વિગતવાર જણાવીએ.

અનોખા લગ્નને છોકરી અને છોકરાના પરિવારજનોએ મંજૂરી આપી. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકાના અકલુજમાં આ ચોંકાવનારા લગ્ન સામે આવ્યો છે… નોંધનીય બાબત એ છે કે આ અનોખા લગ્નને છોકરી અને છોકરાના પરિવારજનોએ મંજૂરી આપી છે. પરિવારજનોની મંજુરી મળ્યા બાદ બંને બહેનોના લગ્ન એક જ યુવક સાથે સોલાપુર જિલ્લાના અકલુજ ગામમાં થયા હતા.

લગ્નનો વીડિયોને 12 હજારથી વધુ વ્યૂઝ મળ્યાં છે. – બંને જોડિયા બહેનો પિંકી અને રિંકી આઈટી એન્જિનિયર છે. બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેઓ એક જ ઘરમાં સાથે મોટા થયા હતા. આ લગ્નનો વીડિયો @imvivekgupta દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. લગ્નનો વીડિયોને 12 હજારથી વધુ વ્યૂઝ મળ્યાં છે.મરાઠી ઓનલાઈન ડેઈલી મહારાષ્ટ્ર ટાઈમ્સના અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલા પિતાના મૃત્યુ બાદ પુત્રીઓ તેમની માતા સાથે રહેતી હતી. માતા બીમાર પડતાં બંને બહેનો અતુલની કારમાં હોસ્પિટલ જવા લાગી. આ દરમિયાન અતુલ આ બંને બહેનોની નજીક આવતો રહ્યો. જે બાદ ત્રણેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here