અમેરીકામાં દીલ દહેલાવતી ઘટના, 6 વર્ષના બાળકે ઘરમાં સુતેલી નાની બહેનને ગોળી મારી ઉતારી મોતને ઘાટ

28 July 22 : અમેરિકાના ઈન્ડિયાનાપોલિસ પ્રાંતના મંસી શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. છ વર્ષના માસૂમ બાળકે તેને રમતા રમતા ઘરમાં સૂતી તેની પાંચ વર્ષની બહેનને માથામાં ગોળી મારતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ મામલે કડક પગલાં લઈને પોલીસે માતા-પિતાની ધર પકડ કરી છે.

અમેરિકામાંથી અવાર-નવાર ગોળીબારના સમાચાર આવતા હોય છે, પરંતુ તાજેતરની ઘટના હૃદયને હચમચાવી તેવી છે. આ ઘટના મંગળવારે ઇન્ડિ યાનાપોલિસના ઉત્તરપૂર્વમાં મંસી શહેરમાં બની હતી. બાળકોના પિતા જેકબ ગ્રેસને પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે, તેમના 6 વર્ષના પુત્રએ ઘરના કબાટમાં રાખવામાં આવેલી ગોળીઓથી ભરેલી બંદૂક કાઢી અને તેને રમત સમજીને મારી પુત્રી પર ગોળી ચલાવી. માથામાં ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મંસીના ડેપ્યુટી પોલીસ ચીફ મેલિસા ક્રિસવેલના જણાવ્યા અનુસાર, જેકબ ગ્રેસન અને તેની પત્ની, કિમ્બર્લી ગ્રેસનની બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી છે.

માતા સૂતી હતી, અવાજ સાંભળીને ચોંકી ગઈ :  બીજી તરફ, બાળકે પોલીસને જણાવ્યું કે, તેને તેના માતા-પિતાના બેડરૂમમાંથી કબાટની ચાવી મળી છે. તેણે કબાટનું લોક ખોલ્યું અને તેમાં રાખેલી બંદૂક કાઢી અને નાની બહેન પર ફાયરિંગ કર્યું. જ્યારે ઘટના ઘટી તે સમયે માતા સૂતી હતી. ગોળી નો અવાજ સાંભળતા તે જાગી ગઈ અને જોયું તો તેની નજર સામે જ પુત્રીનું મોત થયું હતું. આ ઘટનાથી તેણી ચોંકી ગઈ હતી.