દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિસા સહીત અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

15 Sep 22 : આજથી 18 તારીખની આસપાસ ઉત્તરી ઓડિશા અને પશ્ચિમ બંગાળનાની ખાડીમાં એક ચક્રવાત શક્રિય થવાની સંભાવના છે આથી આગળના કેટલાક દિવસો સુધી વરસાદની સંભાવના રહેશે.

દેશમાં ચોમાસું વિદાઈ લઇ રહ્યું છે તેના વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ બે થી ત્રણ દિવસ સુધી વિવિધ રાજ્યોમાં વરસાદની સંભાવના રહેશે. દેશના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની છેલ્લી અપડેટ પ્રમાણે દેશમાં દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિસા સહીત અનેક ભાગોમાં વરસાદ પડશે.

આજે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, યુપી બિહારના રાજ્યોમાં સામાન્ય વરસાદ રહેશે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, ઓડિસા, સિક્કિમ સહીત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું હતું કે 18 સપ્ટેબર સુધી બંગાળની ઉત્તરી ખાડીમાં ચક્રવાત તુફાન વિકસિત થવાની પણ સંભાવના દર્શાવી છે.

ભૂમધ્ય સમુદ્રમાં લા નીનાની સ્થિતિ : આ મહિનાની શરૂઆતમાં, હવામાન વિભાગે એક આગાહી જારી કરીને કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું હતું કે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં લા નીનાની સ્થિતિ યથાવત છે. આ વર્ષના અંત સુધી આમ જ રહેશે. લા નીના ભારતમાં વધુ વરસાદનું કારણ બની શકે છે, જ્યારે અલ નીનો સક્રિય હોય ત્યારે તે ઓછો વરસાદનું કારણ બને છે.