રાજકોટ જિલ્લાના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર ૮૪૬૯૬૩૮૯૫૬ જાહેર કરાયો

13 March 23 : રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનાં હિતાર્થે કાઉન્સિલીંગ માટે જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. કૈલાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્યા હોય તો તેનું તુરંત જ નિરાકરણ લાવી શકાય તે માટે રાજકોટ જિલ્લામાં પરીક્ષા પહેલા જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, શ્રી કરણસિંહજી હાઈસ્કુલ, કરણસિંહજી રોડ, સીટી ગેસ્ટ હાઉસ સામે, રાજકોટ ખાતે કાઉન્સિલીંગ માટેનો જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.આ જિલ્લા કંટ્રોલ રૂમ તા.૧૩/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી જાહેર રજાઓ સહિત સવારના ૦૭.૦૦ વાગ્યાથી શરૂ કરી રાત્રીના ૦૭.૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. બોર્ડના કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો આ કંટ્રોલરૂમમાં ૮૪૬૯૬૩૮૯૫૬ ફોન નંબર પર સંપર્ક કરી શકશે.

વધુ વિગતો માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org, બોર્ડનો ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦,”જીવન આસ્થા” ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦, સ્ટેટ રૂમ સંપર્ક નંબર ૯૯૦૯૦૩૮૭૬૮, ૦૭૯ – ૨૩૨૨૦૫૩૮ ઉપર પણ વિદ્યાર્થીઓ સંપર્ક સાધી શકે છે.

બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે કોઈ પણ જાતની પરેશાની ન અનુભવે તે માટે વીજ કંપની, એસ.ટી. વિભાગ, આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓની સહાયતા માટે જુદાં જુદાં ૧૦ સર્વાંગી વિકાસ સંકુલો ખાતે હેલ્પલાઈન સેન્ટર શરૂ…

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને આડે ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના યોગ્ય અને નક્કર ઉકેલ માટે રાજકોટ જિલ્લામાં જુદાં જુદાં ૧૦ સર્વાંગી વિકાસ સંકુલો ખાતે હેલ્પલાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. કૈલાએ વિદ્યાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પરીક્ષાલક્ષી કોઈ પણ મુંઝવણ કે સમસ્યા સમયે વિદ્યાર્થીને સંબંધિત વિસ્તાર પ્રમાણે આવેલા સર્વાંગી વિકાસ સંકુલો ખાતે શરૂ કરવામાં આવેલા હેલ્પલાઈન સ્થળોએ વિદ્યાર્થીઓ રૂબરૂ અથવા સંયોજકશ્રીનાં મોબાઈલ નંબર ઉપર ટેલીફોનીક સંપર્ક કરી સમસ્યાનું સમાધાન મેળવી શકે છે.

૧) રાજકોટ વિસ્તાર સ્વામિ વિવેકાનંદ સર્વાંગી વિકાસ સંકુલ – શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇ., સંયોજકશ્રી સોનલબેન ફળદુ મો.૯૨૨૮૨ ૭૪૬૯૫
૨) રાજકોટ વિસ્તાર મહર્ષિ ગૌતમ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી એચ. એલ. ગાંધી વિદ્યાલયનાં સંયોજક શ્રી સંજયભાઈ પંડ્યા – મો. ૯૯૨૫૦ ૩૦૩૧૦
૩) રાજકોટ વિસ્તાર મહર્ષિ સાંદીપની સર્વાંગી વિકાસ સંકુલ – શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલ, સંયોજકશ્રી તુષારભાઈ દવે મો. ૯૪૨૭૪ ૩૩૩૩૯
૪) રાજકોટ શહેર તથા તાલુકા વિસ્તાર મહર્ષિ ભગીરથ સર્વાંગી વિકાસ સંકુલ, શૈફી હાઈસ્કુલ સંયોજકશ્રી અમરશી ચંદ્રાલા મો. ૯૮૯૮૯ ૯૪૫૯૩
૫) પડધરી, લોધીકા તથા રાજકોટ વિસ્તાર મહર્ષિ જમદગ્નિ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી કેતન કન્યા વિદ્યાલય, રાજકોટ સંયોજકશ્રી કિશોરભાઈ હિરપરા મો. ૯૬૨૪૫ ૯૪૭૬૮
૬) ગોંડલ, કોટડા સાંગાણી વિસ્તાર મહર્ષિ વિશ્વામિત્ર સર્વાંગી વિકાસ સંકુલ – શ્રી આર.એલ અમૃતિયા હાઈસ્કુલ,ત્રાકુડા, તા.ગોંડલનાં સંયોજકશ્રી એસ.સી.બરોચિયા – ૯૮૭૯૫ ૩૩૦૬૯
૭) જસદણ તથા વિંછીયા વિસ્તાર મહર્ષિ મૈત્રેય સર્વાંગી વિકાસ સંકુલ – સરકારી માધ્યમિક શાળા, કાંસલોલીયાનાં સંયોજકશ્રી કાલીન્દીબેન જાની – ૯૪૨૮૧ ૫૫૮૫૬
૮) ધોરાજી, જામકંડોરણા વિસ્તાર મહર્ષિ દધીચિ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી ભગવતસિંહજી હાઈસ્કુલ, ધોરાજી સંયોજકશ્રી મહેશભાઇ મકવાણા મો. ૯૮૨૫૨ ૯૫૦૧૬
૯) ઉપલેટા વિસ્તાર મહર્ષિ ભારદ્વાજ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી વલ્લભ વિદ્યાલયનાં સંયોજક શ્રી એમ.એચ. નારીયા – મો.૯૪૨૬૯ ૯૬૩૮૦
૧૦) જેતપુર વિસ્તાર મહર્ષિ વશિષ્ટ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી જલારામ હાઈસ્કૂલ વિરપુરના સંયોજકશ્રી વી. ડી. નૈયા – મો.૯૨૨૮૩ ૬૯૭૯૪

વધુમાં વાંચો… પરીક્ષાર્થી વિધાર્થી ભાઈબહેનો ગભરાટ વગર સ્વસ્થતાથી પરીક્ષા આપે તે જરૂરી શાંત ચિત્તે પરીક્ષા આપવાથી સારું પરિણામ મેળવી શકાય – વાલી મહામંડળ

રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા તથા ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાએ વિધાર્થીઓ, વાલીઓ તથા નાગરિકોને એક અપીલ દ્વારા જણાવેલ છે કે તા. ૧૪ માર્ચ, મંગળવારથી ધો.૧૦ તથા ધો. ૧૨ના વિધાર્થી ભાઈબહેનોની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ધો.૧૦ તથા ધો.૧૨ની પરીક્ષાઓ વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે ખૂબ જ અગત્યની તથા કારકિર્દીનાં પ્રથમ સોપાન સમાન હોય તેઓ શાંતિથી વાંચી શકે તથા શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે તેઓની આસપાસનું વાતાવરણ ખૂબ જ પ્રોત્સાહક, સહાનુ ભૂતિ તથા શાંતિભર્યુ હોય તે ખૂબ જ જરૂરી છે. માતા-પિતા તથા વાલીઓએ આ માટે વિદ્યાર્થી ભાઇ- બહેનો સાથે ખૂબ જ પ્રેમભર્યો તથા સહાનુભૂતિભર્યો વર્તાવ કરવો ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે.

લગ્ન પ્રસંગોમાં કે સરઘસોમાં ઘોંઘાટભર્યા વાજીંત્રો કે ધાર્મિક પ્રસંગોએ મોટા મોટા અવાજથી વાગતા લાઉડ સ્પીકરો ખૂબ જ ઓછા અવાજથી અને શકય હોય તો ઓછા સમય માટે વગાડવા જોઇએ. આવી જ રીતે વિવિધ પ્રસંગોએ ફોડવામાં આવતા ફટકાડાઓ શકય હોય ત્યાં સુધી ન ફોડવા જોઇએ. ઘરમાં વગાડવામાં આવતા ટી.વી., ટેપ, રેડીયો વગેરેનો અવાજ ખૂબ જ નીચો અને શક્ય હોય તેટલા ઓછા સમય માટે આવા સાધનોનો ઉપયોગ કરવો જોઇએ. આવી જ રીતે અત્યારનાં સમયમાં મોબાઇલનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે. જેથી શકય હોય ત્યાં સુધી આવા મોબાઇલનો ઉપયોગ વિદ્યાર્થીઓની આસપાસમાં કરવાનું ટાળવું જોઇએ જેથી વિદ્યાર્થી ભાઇ-બહેનો વાંચનમાં અને પોતાના લેશનમાં એકાગ્ર થઇ શકે.

વિદ્યાર્થી ભાઇ-બહેનોએ પણ ટીવી, ટેપ, રેડીયો તથા મોબાઇલનો ઉપયોગ કરવાનો મોહ જતો કરીને શાંત ચિત્તે પરીક્ષાની તૈયારીઓમાં મનથી લાગી જવા તેમજ પરીક્ષા સમયે સમગ્ર કોર્સનો અભ્યાસ ન કરતા અગત્યના ચેપ્ટર અને પાઠોનું મનન કરી જવાથી સારું પરિણામ મેળવી શકાય તેમ જણાવી વિધાર્થી ભાઈબહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી વિશેષમાં જણાવેલ છે કે વિધાર્થી ભાઈબહેનોએ પરીક્ષાને લગતી તમામ સામગ્રી – હોલ ટીકીટ, બોલપેન, પુરક સાધન સામગ્રી – વગેરે તૈયાર રાખવા અને પરીક્ષા પુરી થયે તરત જ ઘરે પહોંચી જઈ પૂર્ણ થયેલું પેપર સોલ્વ ન કરતાં, સ્વસ્થ થઇને શાંત ચિત્તે બીજા દિવસના પેપરની તૈયારીમાં લાગી જવું. એડવોકેટ હિંમતભાઈ લાબડીયા (પ્રમુખ) – ગજેન્દ્રસિંહ ઝાલા (ઉપપ્રમુખ) રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ,રાજકોટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here