આજે ગિરનાર પર અંબાજી મંદિરે હોળી પ્રગટ્યા બાદ જૂનાગઢમાં થશે હોલિકા દહન

06 March 23 : જુનાગઢ સહિત જિલ્લામાં તહેવાર ઉજવવા ઉત્સાહ છવાયો છે હોળી પર્વની ઉજવણી વર્ષોની પરંપરા મુજબ પ્રથમ ગિરનારના સાડા પાંચ હજાર પગથિયા પર આવેલા અંબાજી મંદિરે સંધ્યા આરતી બાદ 3,000 થી વધુ શ્રીફળ અને કાંઈ બનાવેલી હોલિકા નું પૂજન કરવામાં આવશે ત્યારબાદ શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવશે ત્યારબાદ જૂનાગઢ શહેરમાં અંદાજે 200 થી વધુ સ્થળોએ હોલિકા દહન થશે જેમા લોકો હોળીના પ્રાગટ્ય સ્થળે જઈ પ્રદક્ષિણા કરશે.

જાણકારો દ્વારા હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે તેના આધારે આગામી વર્ષના ચોમાસાનું પૂર્વાનુમાન કરશે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નાનાં ભૂલકાઓના ‘વાડ’ પ્રસંગની ઉજવણી કરવામાં આવશે મંગળવારે ધોકો છે જ્યારે બુધવારે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે જેમાં લોકો ચિંતા ભૂલી રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરશે આજે હોળી હોવાથી સવારે હોળી નિમિત્તે બજારમાં ખજૂર ધાણી દાળિયા તેમજ રંગ અને પિચકારીની ખરીદી જોવા મળી હતી આમ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ગિરનાર પર અંબાજી મંદિરે હોળી પ્રગટ્યા બાદ જૂનાગઢમાં થશે હોલિકા દહન અને બુધવારે ધુળેટી ઉજવાશે.

વધુમાં વાંચો… ભદ્રકાળને કારણે બે દિવસ થશે હોલિકા દહન, ત્રણ દિવસ ઉડશે હોળીના રંગો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ કરવામાં આવે છે અને હોલિકા દહન બીજા દિવસે એટલે કે પ્રતિપદા તિથિએ ધૂળેટી રમવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, પ્રદોષ કાલનો સમય હોલિકા દહન માટે શુભ માનવામાં આવે છે. પરંતુ, આ વર્ષે ગ્રહોની સ્થિતિને કારણે હોલિકા દહન તિથિ બે દિવસ માટે રચાઈ રહી છે. આવો યોગ ખૂબ જ દુર્લભ છે. આ સ્થિતિમાં હોલિકા દહનને લઈને લોકોના મનમાં અસમંજસની સ્થિતિ છે. બે દિવસ માટે હોળી દહનના યોગ બનવાને કારણે, દેશના વિવિધ ભાગોમાં ત્રણ દિવસ સુધી રંગોથી ધૂળેટી રમવામાં આવશે.

આ વખતે ગ્રહોની સ્થિતિને કારણે બે દિવસ હોળી દહનની શક્યતાઓ સર્જાઈ રહી છે. વાસ્તવમાં, હોલિકા દહન કેટલીક જગ્યાએ 6 માર્ચની મધ્યરાત્રિ પછી કરવામાં આવશે અને ઘણી જગ્યાએ હોલિકા દહન 7 માર્ચે કરવામાં આવશે. આવી સ્થિતિમાં 7 માર્ચથી 9 માર્ચ સુધી એટલે કે ત્રણ દિવસ સુધી હોળી રમવામાં આવશે.

ભદ્રાના કારણે તિથિઓમાં ફેરફાર : વાસ્તવમાં, આ વખતે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 6 માર્ચે બપોરે 3.57 વાગ્યાથી શરૂ થશે અને 7 માર્ચે સાંજે 5.40 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં, પૂર્ણિમાની તિથિ રાત્રે જ માન્ય રહેશે અને શાસ્ત્રો અનુસાર, પૂર્ણિમાની તિથિ અથવા ભદ્રામાં હોલિકા દહન ન થવું જોઈએ. પરંતુ આ વખતે મૃત્યુલોકની ભદ્રા 6 માર્ચ, સોમવારના રોજ સવારે 3:57 કલાકથી શરૂ થશે અને 7 માર્ચ, મંગળવારની સવાર સુધી વ્યાપક રહેશે. એટલા માટે આ વખતે હોલિકા દહન 6 માર્ચે ભદ્રાના અંતમાં 12:23 થી 1:35 દરમિયાન કરવામાં આવશે. આ સાથે આ દિવસે હોલિકા દહન પણ કરવામાં આવશે. આ ઉપરાંત 7મી માર્ચે સ્નાન અને દાનનો શુભ યોગ બની રહ્યો છે.

વધુમાં વાંચો… દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને હવે તો પોરબંદર શહેરમાંથી પણ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાવવાનો શીલશીલો સતત ચાલુ જ રહે છે પણ આ ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી. પોલીસે ગઇકાલે દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.

જેમાંથી પોલીસે 1130 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લીધો હતો. નરસંગ ટેકરી વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળ રહેતા માલદે કરણાભાઇ ઓડેદરા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડીને ત્યાંથી દેશી દારૂ બનાવવાનો 60 લીટર આથો ઝડપી લીધો હતો અને માલદે ઓડેદરા સ્થળ પર હાજર નહીં મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જયારે કે નવી ખડપીઠ પાસે રહેતા રૂડીબેન માલદે ભુતિયા નામની મહિલાના ઘરેથી પોલીસે દરોડો પાડીને 15 લીટર આથા સાથે રંગેહાથ ઝડપી લીધી હતી. જયારે કે ધરમપુરના પાટીયા પાસે ચારણના દંગામાંથી પોલીસે મેઘા આલણશીભાઇ ઘોડા નામના શખ્સના ઘરે દરોડો પાડીને 40 લીટર આથો ઝડપી લીધો હતો તથા મેઘા નામના શખ્સ હાજર નહી મળતા પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

બરડા ડુંગરના કોઠાવાળાનેશ થી 1 કીમી દૂર ડુંગરની પડધારમાં રાણના ઝાડ નીચેથી પોલીસે 600 લીટર દેશી દારૂનો આથો ઝડપી લીધો હતો તથા આ ભઠ્ઠીના ચાલક ડાયા બોઘા ગુરગુટીયા નામનો શખ્સ સ્થળ પર હાજર નહી મળતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મહોબતપરા ગામેના ખારાસીમ માંથી પોલીસે લખમણ રાજશીભાઇ મોઢવાડીયા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે દરોડો પાડીને 15 લીટર જેટલો આથો ઝડપી લીધો હતો. જયારે કે ભારવાડા ગામેની ગોરડીયા સીમમાંથી કેનાલના કાંઠેથી પોલીસે 400 લીટર આથો તથા દારૂ બનાવવાનો વિવિધ સામાન મળી આવ્યા હતા. પોલીસને આ સ્થળેથી પારસ કિશોરભાઈ સાદીયા નામનો ભઠ્ઠીનો ચાલક હાજર નહીં મળતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here