અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં ભાજપના 4 સદસ્યોને ગ્રાન્ટ ફાળવાતા કોંગ્રેસનો ભારે હોબાળો અને વિરોધ

અરવલ્લી જિલ્લાની ભિલોડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો કબજો છે. આ વચ્ચે ગ્રાન્ટ પણ ભાજપને ફળાવવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં કોંગ્રેસના આગેવાનોએ ભારે વિરોધ પ્રદર્શન પણ કર્યો…શું છે સમગ્ર મામલો? જુઓ અહેવાલ…

અરવલ્લી જિલ્લાનો ભિલોડા એ ટ્રાયબલ વિસ્તાર છે. અહીં વિકાસ માટે કેટલીય ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે પણ હવે ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જેને લઇને કોંગ્રેસ પાર્ટીના સદસ્યો દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરતા કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાય કરી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસનું કહેવું છે કે, વર્ષ 2022-23ના નાણાપંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજી કેટલીક ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. જો કે, આ ગ્રાન્ટ ભાજપ ના પદાધિકારીઓને જ ફાળવી દેવામાં આવી હતી.

કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું કે, વિકાસની તમામ ગ્રાન્ટ એકસરખી રીતે ફાળવવામાં આવે છે, જે તદ્દન નાણાપંચની ગાઈડલાઈનની વિરૂદ્ધ છે. આ સાથે જ જેમ પોર્ટલ પર સગાઓના મળતિયાઓના ખાતામાંથી ખરીદી કરવામાં આવે છે અને 30 ટકા જેટલું કમિશન લેવાનો પણ ગંભીર આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો હતો.

કોંગ્રેસના ગંભીર આક્ષેપોને લઇને તાલિકા વિકાસ અધિકારીએ આ સમગ્ર બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભિલોડા તાલુકા વિકાસ અધિકારી એ.જી. પટેલે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યા છે અને કામની બરાબર વહેંચણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લાની જિલ્લા પંચાયત, ભિલોડા તાલુકા પંચાયત પર પહેલા કોંગ્રેસનો કબજો હતો. જો કે, પંચાયતોની ચૂંટણીમાં ભાજપે કબજો છીનવી લીધો છે. તો વિધાસનભાની બેઠક પણ હવે ભાજપ પાસે છે. ત્યારે કોંગ્રેસ આક્રમક બની છે અને ભારે વિરોધ પ્રદર્શન કરી રહી છે. પોતાની સાથે અન્યાય થતો હોવાનો અને તેમના વિસ્તારોમાં કામ માટે ગ્રાન્ટ નહીં આપવાના પણ ગંભીર આક્ષેપો કરાઈ રહ્યા છે. જો કે, હવે રાજકારણમાં સાચુ શું અને ખોટું શું છે? તે કહેવું મુશ્કેલ છે, પણ હાલ તો રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

વધુમાં વાંચો… ઝૂંડાલ ગાંધીનગર ખાતે યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, ગુરુ વંદના મંચ દ્વારા થશે આયોજન
ગુરુવંદના મંચ દ્વારા બાબાના દિવ્ય દરબારનું આયોજન આગામી 28 મેના રોજ કરવામાં આવશે. ઝુંડાલ રાઘવ પાર્ટી પ્લોટમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબારનું ભવ્ય આયોજન અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ કરવામાં આવશે. ગુરુ વંદના મંચના નેજા હેઠળ ઝુંડાલ, ગાધીનગર ખાતે આ આયોજન કરવામાં આવશે. ગાંધીનગર ખાતે તારીખ 28 મે 2023ના રોજ રવિવારે સાંજે 4 કલાકે કરવામાં આવશે. આ દિવ્ય દરબાર ગુરૂ વંદના મંચના સપ્તર્ષિ પરિષદ, બ્રહ્યર્ષિ સભા અને ધર્માચાર્ય પરિષદના પરમ પૂજનીય સંતોની પાવન ઉપસ્થિતિમાં સંપન થશે. બાબાની હિંદુ રાષ્ટ્રની પરિકલ્પના જલ્દી ચરિતાર્થ થાય તે માટે ગુરૂ વંદના મંચના ગુજરાતના હજારો સાધુ-સંતો દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહી બાબાજીને પોતાના સાથ અને સહકાર આપવાની જાહેરાત કરશે અને ભારત પુન:વિશ્વગુરૂના પદ પર વિરાજમાન થાય તે માટે બાબાના દિવ્ય અને ઈશ્વરીય પ્રયત્નો અને પુરુષાર્થને સફળ બનાવવા માટે શંખનાદ કરશે.
આ દિવ્ય દરબારમાં સંત-મહાપુરુષો ઉપરાંત રાષ્ટ્ર વંદના મંચના ધર્મરક્ષકો, જાગૃત હિંદુ નાગરીકો અને હિંદુ બુધ્ધીજીવીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની તડામાર તૈયારીઓ રાઘવફાર્મ અને પાર્ટી પ્લોટ પર ચાલી રહી છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ગૃહપ્રવેશ પહેલા બંગલામાં વિશેષ પૂજાનું આયોજન, 50થી વધુ બ્રાહ્મણો મહાયજ્ઞ કરશે!
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારમાં 29 અને 30 મેના રોજ દિવ્ય દરબાર યોજશે. આ માટે આયોજક સમિતિ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં જે બંગલામાં રહેવાના છે તે બંગલાની તમામ તૈયારી પણ પૂર્ણ થઈ ગઈ છે. માહિતી મુજબ, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ગૃહપ્રવેશ પહેલા બંગલામાં વિશેષ પૂજા-મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 50થી વધુ બ્રહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
બંગલામાં આગમન પહેલા વિશેષ પૂજાનું આયોજન. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાવવાનો છે. ચાણક્યપુરી ખાતે આવેલા જે બંગલામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં તેમના આગમન પહેલા વિશેષ પૂજા અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ પૂજા માટે 50થી વધુ બ્રાહ્મણો અને ઋષિકુમારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. 27 મેના ગૃહપ્રવેશ પહેલા આ પૂજા કરવામાં આવશે. ખાનગી સિક્યોરિટી ગાર્ડની પણ તહેનાતી કરાશે. માહિતી અનુસાર, 27 મેની સવારે 11 વાગે બંગલામાં પૂજા શરૂ થશે, જેમાં 50થી વધુ બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે પૂજા અને મહાયજ્ઞ કરશે. જણાવી દઈએ કે, આ બંગલા બહાર સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, કાર્યક્રમ માટે વહીવટી તંત્ર અને પોલીસ પાસેથી પણ મંજૂરી લેવામાં આવી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષા માટે ખાનગી સિક્યોરિટી ગાર્ડની પણ તહેનાતી કરાશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો આવશે એવા અનુમાન છે.

વધુમાં વાંચો… ધમધમતા એમ.જી. રોડ પર મંગળવારે રાત્રીના ગઢવી યુવાનને સરાજાહેર ઉતારાયો મોતને ઘાટ

છેલ્લાં ઘણાં વર્ષોથી ગેંગવોરની ગિરફ્તમાં મુક્ત થયેલા પોરબંદરને હવે જાણે કે આપસી રંજીસનું ગ્રહણ લાગ્યું હોય તેમ, છેલ્લાં ૯ દિવસમાં હત્યાની ચોથી ઘટના બનતાં શહેર અને જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ફરી એકવાર મસમોટાં પ્રશ્નાર્થ ખડાં થયા છે. છેલ્લાં આઠ જ દિવસમાં પોરબંદર જિલ્લામાં ચાર-ચાર હત્યાઓ થતાં હત્યારાઓએ પોલીસની આબરુના ચીંથરા ઉડાડી દીધા છે. પોરબંદર શહેરના ખીજડી પ્લોટ વિસ્તારમાં ગઈકાલે રાત્રીના લગભગ ૯થી ૯-૩૦ વાગ્યા દરમિયાન બાઈક પર જઈ પોતાના બે નાના સંતાનો સાથે રહેલા એક ગઢવી દંપતી પર બે શખ્સોએ ઘાતક હુમલો કરતાં ગઢવી યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે પત્નીને હાથમાં ઈજા થઈ હતી. જોકે, થોડી જ વારમાં પકડી લેવાયેલા બંને હત્યારાઓએ આપેલી કબૂલાતમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ આ બનાવમાં ઘાયલ થયેલી પત્નીએ જ એક હત્યારા સાથેના પ્રેમસંબંધમાં કાંટારુપ પોતાના પતિને પતાવી દેવા કારસો રચ્યો હોવાની ફરિયાદ મૃતકના ગઢવી યુવાનના ભાઈએ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે બંને હુમલાખોરોને ઝડપી લઈને તેમની આકરી પૂછપરછ હાથ ધરી આ ચકચારી ઘટનામાં વિશેષ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પોરબંદર શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ રામભાઈ ગઢવી (ઉં.વ.૩૫) અને તેમના પત્ની નીતાબેન કાયાભાઈ ગઢવી (ઉં.વ.૩૭) ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં બાઈક પર શહેરના ધમધમતા એમ.જી. રોડ પર ખીજડી પ્લોટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પર ધસી આવેલા બે શખ્સોએ કાયાભાઈ ગઢવીના બાઈકને આંતરી રોકી લીધું હતું અને કાયાભાઈ ગઢવી કંઈ સમજે તે પહેલાં જ છરીના ત્રણ જેટલાં ઘા તેમના છાતીના ભાગે ઝીંકી દીધા હતા, જે તેમના માટે જીવલેણ બન્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે આ ઘટનામાં કાયાભાઈ પત્ની નીતાબેનને હાથના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળાં એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટનાથી હેબતાઈ ગયેલા ગઢવી દંપતીના બાળકોને સલામત રીતે ઘરે પહોંચાડ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં પોરબંદર સિટી ડીવાય.એસ.પી. નીલમ ગૌસ્વામી, કમલાબાગ પોલીસ મથકના ઈનચાર્જ પીઆઈ વિજયસહ પરમાર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યારાઓને ઝડપી લેવા સમગ્ર શહેરમાં નાકાબંધી કરાવી દેતાં બંને આરોપી રહીમ હુસૈન ખીરાણી તથા મીરાજ ઈકબાલ પઠાણને ગણતરીની મિનિટોમાં જ ઝડપી લીધા હતા. આમ, પરપુરુષના પ્રેમમાં પાગલ બનેલી પત્નીએ જ પોતાના પતિનો કાંટો કાઢી નાંખ્યાની આ ઘટનાને પોલીસે ગણતરીની પળોમાં જ ઉકેલી નાંખ્યો હતો. નાની તથા મામાને ત્યાં જવાનું કહી નીતા.વર્ષમાં બે વખત રહીમને ત્યાં જતી હતી! મૃતક ગઢવી યુવાન કાયાભાઈના ભાઈ વાલાભાઈ રામભાઈ ગંઢ (ગઢવી)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ નીતાબેન છેલ્લાં એક વર્ષમાં બે વખત તેના નાની તથા મામાને ત્યાં જવાનું કહીને જતી હતી, પરંતુ ખરેખર તપાસ કરતાં તેના પ્રેમી રહીમને ત્યાં જતી રહેતી હતી. આ બંનેના પ્રેમસંબંધની જાણ કાયાભાઈને થઈ જતાં તેનો કાંટો કાઢી નાંખવા માટે નીતાબેને પોતાના પ્રેમી રહીમ સાથે મળીને કાયાભાઈની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને ગઈકાલે તા.૨૩ મેના રોજ રાત્રીના સમયે કોઈને શંકા ન જાય તે માટે પોતાની હાજરીમાં જ પ્રેમી પાસે પતિનું કાસળ કઢાવી નાંખ્યું હતું.

વધુમાં વાંચો… અમરેલી શહેરમાં આજે તંત્ર દ્રારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.શહેરના અલગ અલગ વિસ્તારોમાં તંત્ર ની 6 જેટલી ટિમ દ્રારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
આજે અમરેલી શહેરમાં તંત્ર દ્રારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.શહેરના મુખ્ય વિસ્તારોમાં તેમજ જુદી જુદી જગ્યાઓ પર થયેલ દબાણ ને હટાવવા માત્ર આજે સવારથીજ તંત્ર દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં 1 ડીવાયએસપી,6 પીઆઇ,25 પીએસઆઇ અને 240 ઉપરાંતના પોલીસ જવાનો નો કાફલો હાજર રહીને દબાણ હટાવવા ની કામગીરી કરી રહી છે.શહેરમા તંત્ર દ્રારા અલગ અલગ 6 જેટલી ટિમો બનાવીને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.પોલીસ સાથે નગરપાલિકાનો સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાયો છે.શહેરમાં શાંતિથી દબાણ હટાવવાની કામગીરીને લઈને અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર નો પૂરતો સ્ટાફ પણ હાજર રહ્યો છે. અમરેલીમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અમરેલી વિવિધ રાજમાર્ગો પર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં લાઠી રોડ, ચિત્તલ રોડ, બારપરા વિસ્તાર, રેલ્વે સ્ટેશન જેવાં વિસ્તારોમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ પાલિકા દ્વારા એકને ખોળ એકને ગોળ જેવું લોકો સાથે વલણ અપનાવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અનેક સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા દ્વારા મોટા માથાઓને છાવરી લેવામાં આવે છે અને નાના માણસોને પરેશાન કરવામાં આવે છે મોટા માથાઓએ દબાણ કરેલું છે તે દૂર નથી કરવામાં આવ્યું વહીવટી તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવી હોય તેવું દેખાઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here