ગણવેશમાં માનવતા અને સંવેદના…

03 Nov 22 : વટવા અને અમદાવાદ સ્ટેશન વચ્ચે વડીલ સહ પ્રવાસીની મદદથી આ પ્રસૂતાએ દીકરીને જન્મ આપ્યો હતો. આર.પી.એફ.ની ટુકડીએ અમદાવાદના સુરક્ષા નિયંત્રણ કક્ષને આ ઘટનાની જાણ કરીને સ્ટેશન પર દળના મહિલા કર્મચારીઓ અને દર્દીવાહિની તૈયાર રાખવા વિનંતી કરી હતી.ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ રેલવેના તબીબે જરૂરી પ્રાથમિક સારવાર સ્થળ પર આપીને,પ્રસૂતાને તેના પતિ સાથે હોસ્પિટલ પહોંચાડી હતી.રેલવે સુરક્ષા બળની ટુકડીએ સમયસૂચકતા દાખવી કરેલા સંકલન થી પ્રસૂતા અને પરિવારને ખૂબ રાહત થઈ હતી.

તે જ દિવસે બીજી ઘટના મથુરાથી વડોદરા તરફ આવી રહેલી હજરત નિઝામુદ્દીન ટ્રેનમાં ઘટી હતી.તેમાં પ્રવાસ કરી રહેલી એક સગર્ભાને ચાલતી ગાડીએ વેણ ઉપાડતાં સૌ મૂંઝાઈ ગયા હતા. જો કે તેની જાણ થતાં જ આર.પી.એફ.ટીમે રેલવે તંત્રના અધિકારીઓને જાણ કરીને ગોધરા સ્ટેશન ખાતે આ ગાડીનું રોકાણ ન હોવા છતાં ગાડીને થોભાવી હતી.મહિલાએ સ્ટેશન પર જ દીકરાને જન્મ આપ્યો હતો અને રેલવે તંત્રએ માં દીકરાને ગોધરાના સરકારી દવાખાને સમયસર પહોંચાડી તેમની ક્ષેમ કુશળતા સાચવી હતી.આ મહિલાના પતિને ઘટનાની જાણ કરવામાં આવતાં, તેણે હૃદયપૂર્વક દળના જવાનો અને રેલવે તંત્રને ધન્યવાદ આપ્યા હતા.

આમ,રેલવે સુરક્ષા બળ ના જવાનોની સમયસૂચકતા અને ફરજમાં સંવેદનાને લીધે બે માતા અને નવજાત શિશુઓની જીવન રક્ષા થઈ હતી અને તેમના પરિવારો માટે લાભપાંચમ શુભપંચમી બની હતી.

વડોદરા શહેર જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના કર્મયોગીઓ દ્વારા મોરબી હોનારતના દિવંગતોને શ્રધ્ધાંજલી અપાઈ

મોરબી ઝૂલતા પુલના અકસ્માતમાં આશરે ૧૩૨ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે સમગ્ર સમાજ પર શોકનું મોજું ફરી વળ્યુ છે. આવા સમયે અસરગ્રસ્ત પરિવારોની કપરી પરિ સ્થિતિમાં સહારો બનવા માટે સરકાર તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ તેમના વહારે પહોંચી રહી છે. ત્યારે વડોદરામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સદગતોની આત્માની શાંતિ માટે કલેકટર કચેરીના ધારાસભા હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યાલયો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને શોકવ્યકત કરવાનું જાહેર કરાયું છે. મોરબી દુર્ઘટનાના મામલે વડોદરા કલેકટર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગતોની શાંતિ માટે મૌન રાખીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વડોદરામાં જિલ્લા કલેકટર શ્રી એ. બી. ગોર સહ અન્ય વહીવટી અઘિકારીઓએ ધારાસભા હોલ ખાતે મૌન પાડીને તમામ દિવાંગતોની આત્માની સદગતિ માટે પ્રાર્થના કરી હતી. વડોદરા પોલીસ કમિશનરે ડૉ. શમશેર સિંહ અને વિવિધ પોલીસ અધિકારીઓએ પણ પોલીસ ભવન ખાતે દિવંગતોની આત્માની શાંતિ માટે મૌન રાખીને પ્રાર્થના કરી હતી.

વડોદરા મહાનગર સેવાસદન ખાતે પણ હોનારતમાં જીવ ગુમાવનારની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરેલું હતું જેમાં મેયર શ્રી કેયુર રોકડીયા,મ્યું.કમી. બંછાનિધી પાની, ડે. મેયરશ્રી નંદા જોશી સહ અન્ય પદાધિકારીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા નિયામકશ્રી મીતાબેન જોષી સહિત અધિકારીગણ દ્વારા મૌન પાડીને શોક વ્યક્ત કર્યો હતો. વધુમાં ૧૦૮ ઇમરજન્સી હેલ્પલાઇન વડોદરાના કર્મચારીઓ સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ સદગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here