હું 35નો છું 75નો નથી, ઉંમરને કારણે સિલેક્ટ ના થવા પર ભડક્યો ગુજરાતી ક્રિકેટર

File Image
File Image

25 Aug 22 : ભારતીય ઘરેલુ ક્રિકેટરમાં છેલ્લા ત્રણ સીઝનમાં સારૂ પ્રદર્શન કરનારા વિકેટ કીપર બેટર શેલ્ડન જેક્સન નિરાશ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 50 ટકાની એવરેજ ધરાવનારા આ બેટ્સમેનનું ઉંમરને કારણે સિલેક્શન નથી થઇ રહ્યુ. ટીમ ઇન્ડિયામાં તો અત્યાર સુધી આ ડેબ્યૂ પણ કરી શક્યો નથી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 50ની એવરેજ ધરાવનારા બેટ્સમેન શેલ્ડન જેક્સનને આશા હતી કે તેને ઇન્ડિયા એ ટીમ સાથે દુલિપ ટ્રોફી માટે પણ પસંદ કરવા માં આવશે. આ વાતથી નિરાશ શેલ્ડન જેક્સને સોશિયલ મીડિયા પર પોતાની ભડાસ કાઢી હતી.

મારા પ્રદર્શનના આધાર પર સિલેક્ટ કરી શકાતો હતો – શેલ્ડન જેક્સને એક ટ્વીટ કર્યુ, જેમાં તેને લખ્યુ, જો મે ત્રણ સીઝનમાં સારૂ પ્રદર્શન કર્યુ છે તો મને સ્વપ્ન જોવા અને આશા (સિલેક્શન) રાખવાનો અધિકાર છે. મને પોતાના પ્રદર્શનના આધાર પર સિલેક્ટ કરી શકાય છે ના કે ઉંમરના આધાર પર. આ સાંભળીને થાકી ગયો છું કે હું એક સારો ખેલાડી અને પરફોર્મર છું પરંતુ હું ઘરડો થઇ ગયો છું, હું અત્યારે 35નો છું ના કે 75નો.

શેલ્ડન જેક્સને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ મેચ રમી છે. તે ગત સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે રમ્યો હતો. તેને પોતાની વિકેટ કીપિંગથી તમામને પ્રભાવિત કર્યા હતા. જોકે, તે રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો, જે તેની માટે નેગેટિવ રહ્યો હતો. શેલ્ડન જેક્સને 5 મેચ રમી હતી અને તે ડબલ અંક સુધી પણ પહોચી શક્યો નહતો. તેનો બેસ્ટ સ્કોર 8 રન રહ્યો હતો.

શેલ્ડન જેક્સને અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 79 મેચ રમી છે જેમાં 50.39ની એવરેજથી 5947 રન બનાવ્યા છે, તેને આઇપીએલમાં માત્ર 9 મેચ રમી છે જેમાં તેને માત્ર 61 રન બનાવ્યા છે.

યૂઝરે કહ્યુ- IPLમાં ઘણો ખરાબ રહ્યો હતો – જેક્શનના ટ્વીટ પર એક યૂઝરે કોમેન્ટ કરી, હું તમારૂ દર્દ સમજુ છુ પરંતુ તમે આઇપીએલમાં ઘણા ખરાબ રહ્યા હતા. આ બધી ચર્ચા માટે છે, ભડાસ કાઢી રહ્યા છો. જેની પર જેક્શને પોઝિટિવ અને શાનદાર જવાબ આપ્યો હતો.

જેક્સને લખ્યુ, મારી સાથે જે તમારી નિરાશા છે, તેને સમજુ છુ. હું પણ ખુદ પર ઘણો ગુસ્સે છું કારણ કે મે ક્રિકેટમાં કઇ પણ આસાનીથી અને જલ્દી નથી મેળવ્યુ. ક્રિકેટમાં આવુ થાય છે. કોઇ મહત્વ નથી રાખતુ કે તમે કેટલો પ્રયાસ કર્યો. વસ્તુ તમારા અનુસાર નથી થતી. હું તમારી માફી માંગુ છું કે હું તમને મારૂ અસલી પ્રદર્શન ના બતાવી શક્યો.