
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નિલગીરી ગ્રાઉન્ડ ખાતે આજથી બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો બે દિવસીય દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાશે. આ દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા માટે દૂર-દૂરથી લોકો સુરત આવી રહ્યા છે. ત્યારે સુરતમાં આગમન સમયે ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને જોવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત. સ્વાગત માટે આવેલી જન મેદનીને જોઈ બાબાએ તેમને પાગલ કહીને સંબોધ્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે, આ ખૂબ જ અદભુત છે. સુરતના તમામ પાગલોને સાધુવાદ, બાગેશ્વર બાલાજીની કૃપા થાય. તમામ લોકો દિવ્ય દરબારમાં અને પ્રવચનમાં આવે. માહિતી મુજબ, સુરતમાં સ્વાગત સમયે ધારાસભ્ય સંગીતા પાટીલ અને સુરતી માતા કિરણ પટેલ આરતીની થાળી લઈને એરપોર્ટ પહોંચ્યા હતા. કિરણ પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી ઉતારી હતી.
આચાર્ય ધીરેન્દ્ર શાસ્રીનો આજે સુરતમાં લોક દરબારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે એ પહેલા જ તેમને પોતાનું નિવેદન મીડીયા સમક્ષ આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોઈ પણ પાર્ટી સાથે મારો કોઈ સબંધ નથી. આજે દરબારમાં સૌ ભક્તોનું સ્વાગત છે. અમુક દિવસો ગુજરાતમાં રહીશું. અહીં ગુજરાતમાં મને મારો પરીવાર મળ્યો છે. હું સૌને કર્મથી હિન્દુ બનાવવા માંગું છું. મારું આ એક જ લક્ષ્ય છે. તેમણે વધુંમાં ક્હ્યું કે, હું હંમેશા સનતાન ધર્મની જ વાતો કરીશ. ગુજરાતમાં આવીને મને આનંદ થયો છે. સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર આખા વિશ્વ માં કરવાનો છે. મારું એક જ લક્ષ્ય સનાતન ધર્મ. સુરતમાં દિવ્ય દરબાર પહેલા બાબાએ નિવેદન આપ્યું હતું. સુરતમાં લોકદરબાર આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાવા જઈ રહ્યો છે ત્યારે સ્ટેજ થી લઈને મંડપ બંધાઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સુકતા લોકદરબારમાં આવવાને લઈને દર્શાવી છે. અમદાવાદમાં પણ બાબાનો લોક દરબાર યોજવામાં આવશે. જેમાં ત્યાં પણ ડોમની વ્યવસ્થા થઈ રહી છે. અંદર ત્રણ સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. આ ડોમ જર્મન ટેકનોલોજી આધારીત બનાવવામાં આવ્યો છે. વરસાદ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા પર ભાર મૂક્યો હતો. જણાવી દઈએ કે આજે દિવ્ય દરબાર યોજાશે જ્યારે આવતીકાલે ભભૂતી વિતરણ કાર્યક્રમ થશે. સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાત્રિ રોકાણ ગોપી ફાર્મમાં કરવામાં આવ્યું છે. તેમના દિવ્ય દરબાર કાર્યક્રમને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700થી વધુ હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના અધિકારીઓ પણ દેખરેખ રાખશે.
વધુમાં વાંચો… માવઠાથી ફરી ખેડૂતો માટે માઠા સમાચાર, 28 અને 29 મેના રોજ આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવતા પાકને નુકશાન થતા તેમની મુશ્કેલીઓ વધી શકે છે. રાજ્યમાં 28 અને 29મી મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસમાં માછીમારોને દરીયો ના ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. વરસાદ ના કારણે કેરી સહીતના બાગાયતી પાકોને નુકસાન પહોંચી શકે છે ત્યારે ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મે મહિનાની અંતિમ તારીખોમાં કમોસમી વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત અને મધ્યગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
મે મહિનાની 28 અને 29 મેના રોજ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અગાઉ એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે ફરી એકવાર મે મહિનામાં 42થી 44 ડીગ્રી તાપમાન વચ્ચે વરસાદગની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રીય થતા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ વિસ્તારમાં વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર – રાજકોટ, અમરેલી, પોરબંદર, ભાવનગર સહીતના વિસ્તારમાં વરસાદની શક્યતા
ઉત્તરગુજરાત – પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી
મધ્યગુજરાત – અમદાવાદ, ખેડા, વડોદરા, ભરુચ સહીતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે
વધુમાં વાંચો… જામનગર – બર્ધન ચોકમાં વેપારીને શાસક પક્ષના નેતાના પુત્રે ધમકાવ્યો, નેતાઓની હાજરીમાં જ પોલીસે જાહેરમાં વેપારીને માર પણ માર્યો
જામનગર શહેરના મધ્યમાં આવેલા બર્ધન ચોક વિસ્તારમાં માથાના દુ:ખાવારૂપ બનેલા રેંકડા અને પથારાવાળાઓનો ત્રાસ અને હપ્તાખોરી કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે શાસક પક્ષના નેતાનો પુત્ર કથિત રીતે વેપારીને હાથમાં ધોકો લઈને ધમકાવતો હોવાનો સીસીટીવી વીડિયો સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ આ સીસીટીવી વીડિયો બહાર આવ્યાની ગણતરીની કલાકોમાં નેતાઓની હાજરીમાં પોલીસે વેપારીને ફડાકાવાળી કર્યાનો બીજો સીસીટીવી વીડિયો સામે આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં રેંકડી અને પથારાવાળાઓનો ત્રાસ કોઈ નવી વાત નથી. વર્ષો જૂની આ સમસ્યા પોલીસ અને મહાનગરપાલિકા બંને સંયુક્ત રીતે પણ ઉકેલી શકી નથી, જેના માટે જવાબદાર છે ત્યાંની વ્યવસ્થિત રીતે ચાલતી હપ્તાખોરી! આ હપ્તાખોરીના પૈસા એટલા દાઢે વળગ્યા છે કે તમામ તંત્ર, નેતા વગેરે તેમાં હાથ ધોઈ લે છે. હવે બર્ધન ચોક વિસ્તારમાં આવેલા એક કાપડના વેપારીને શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યાનો પુત્ર હાથમાં ધોકો લઈ રાડારાડી કરી ધમકાવતો હોવાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જો કે, સીસીવીટી ફૂટેજમાં શાસક પક્ષના નેતાની હાજરી પણ જોવા મળી રહી છે, જેમાં વેપારીને શાસક પક્ષના નેતાનો પુત્ર ધમકાવતો હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ આ CCTV વીડિયો બહાર થવાના બે દિવસની અંદર જ શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા અને મેયર બીનાબેન કોઠારીની હાજરીમાં પીએસઆઈએ આ વેપારીને ફડાકાવાળી કરતો હોવાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. હવે વેપારીનો આક્ષેપ છે કે આ બધુ પૈસા માટે થઈ રહ્યું છે. જયારે નેતા કહે છે કે, દબાણ દૂર કરાવી છીએ એટલે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બનાવે જામનગરના રાજકારણ અને તંત્રમાં સારી એવી ચકચાર જગાવી છે.