ટીમ ઈન્ડિયા મેચ હારી, તો અજય દેવગન આવ્યો આગળ, પોસ્ટમાં કહી આ બધી વાતો..

11 Nov 22 : ઈંગ્લેન્ડ સામે ફાઇનલમાં પહોંચવાની જંગમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે દેશભરના ક્રિકેટ પ્રેમીઓનું મનોબળ તૂટી ગયું હતું. એક તરફ ભારતીય ટીમની હાર બાદ આખો દેશ નિરાશ છે. ત્યારે બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણે એક લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને ભારતીય ટીમને સમર્થન આપ્યું છે. દ્રશ્યમ 2 સ્ટાર અજય દેવગને આ લાંબી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ભારતીય ટીમને સાંત્વના આપી છે અને રમતને એક રમત તરીકે લેવાની હિમાયત કરી છે.

Source : Instagram

અજય દેવગને આ લાંબી પોસ્ટમાં લખ્યું કે, સુપરસ્ટાર અજય દેવગને આ લાંબી પોસ્ટમાં લખ્યું છે કે, ‘તમને હંમેશા આખા રાષ્ટ્રને જીતવાના સપનાને સાકાર કરવા માટે પ્રયત્ન કરતા જોઈને ઉત્સાહિત થવાનો હંમેશા સારો અનુભવ રહ્યો છે. જો કે તમારી આ યાત્રા થોડી ટૂંકી હતી. આ હોવા છતાં અમે તેની દરેક ક્ષણનો આનંદ માણ્યો. આખા દેશને જોઈને તમારા પરના દબાણની હું કલ્પના પણ કરી શકતો નથી. દરેક મુશ્કેલી અને દરેક કલાકમાં અમે વિશ્વની શ્રેષ્ઠ ટીમ સાથે ઉભા છીએ. જીત કે હાર એ કોઈપણ રમતનો ભાગ છે. બંને પરિણામો અકલ્પનીય છે. પરંતુ અમે તમારી સાથે છીએ. દરેક ઉદય અને પતન, દરેક મુશ્કેલી અને દરેક કલાકમાં અમે વિશ્વની શ્રેષ્ઠ ટીમ સાથે ઉભા છીએ. અમે મજબૂત રીતે પાછા આવીશું. તમારો ફેન, અજય દેવગન.’

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. T20 વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ ભારતીય ચાહકો ભારે નિરાશ છે. જ્યારે પાકિસ્તાનમાં ઉજવણી નો માહોલ છે. હવે T20 વર્લ્ડ કપના ફાઇનલેમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. જ્યારે ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતીય ચાહકો પાકિસ્તાનને ફાઈનલ રેસમાં હરાવવાની આશા રાખતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here