પોલ ઉંધા પડે તો શું આપ અને કોંગ્રેસ કરી શકે છે ગઠબંધન, શું કહે છે ઈસુદાન, 27 વર્ષનો કિલ્લો છે ભાજપ

06 Dec 22 : પોલ ઉંધા પડે અને આપ-કોંગ્રેસમાં આજથી 11-12 વર્ષ પહેલા જે દિલ્હીમાં થયું તેવું થાય અને ગઠબંધન બને તો શું આ વાતને લઈને ઈસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણીના પરીણામો પર સૌ કોઈની નજર છે. દરેક મોટી પાર્ટીઓ અત્યારે પરીણામના રાજકીય દરવાજે ઉભી છે ત્યારે પોલના આંકડાઓ બીજેપીની સ્પષ્ટ બહુમતી દર્શાવી રહ્યા છે.

બહુમતી માટે 92 સીટો : બહુમતી માટે 92 સીટોની જરુર છે ત્યારે પોલના આંકડાઓ જો ઉંધા પડી ગયા એટલે કે, ખોટા ઠર્યા અને આપ અને કોંગ્રેસ પણ મોટા વોટો ખેંચે છે. કેમ કે, અગાઉ પોલના આંકડા ભૂતકાળમાં આપને લઈને ખોટા દિલ્હી અને પંજાબમાં ઠર્યા છે તો શું આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં બેસી શકે છે. તે પણ સવાલ છે.

આપ્યું ઈસુદાને આ નિવેદન : આ વાતને લઈને ગુજરાતમાં સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે, ઇસુદાન ગઢવીએ ગઠબંધન અંગે સંકેત આપતા કહ્યું કે અમે પરિણામો બાદ વિચારીશું. ગઠબંધન એ પછીનો વિચાર છે. આ રીતે ઇસુદાન ગઢવીએ ગોળ ગોળ જવાબ આપી ગઠબંધન તરફ આંગળી ચીંધી હતી. જો કે, આવું થાય તો 27 વર્ષના કિલ્લો જે ભાજપ ગુજરાતમાં છે તે તોડવા માટે એડીચોટીનું જોર પણ પાર્ટીઓ લગાવી શકે છે. ઇસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે અમે જીતી રહ્યા છીએ. અમે સરકાર બનાવીશું. ગઠબંધન અંગે તેમણે એમ પણ કહ્યું કે અમે 8 ડિસેમ્બરે જ આ વાતનો ખ્યાલ આવશે એમ તેઓ સતત જીતનો દાવો કરી રહ્યા છે.

પોલ દર્શાવી રહ્યા છે બહુમતી : સોમવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પોલના આંકડાઓ અનુસાર ભાજપને 182માંથી 130 આસપાસ બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 30થી 40 બેઠકો મળવાની ધારણા છે. સાથે જ આમ આદમી પાર્ટીને 7થી 15 સીટો મળવાની આશા એમ અલગ અલગ એજન્સીઓ લગાવી રહી છે. જો કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર યેસુદાન ગઢવીએ એક્ઝિટ પોલ જાહેર થયા બાદ મોટું નિવેદન આપ્યું હતું હજુ પણ તેઓ જીતનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી નહીં મળે તો તે કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. જોકે, પરિણામો બાદ જ ગઠબંધન અંગે વિચારણા કરવામાં આવશે.

વધુમાં વાંચો…હીરા પેઢી પર ઈન્કમ ટેક્સની રેડ અભી જારી, સુરતમાં 200 કરોડના ડૉક્યુમેન્ટ મળ્યા

ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા ઠેર ઠેર રેડ જારી રાખવામાં આવી છે. ઉદ્યોગ જગતમાં ઈન્કમટેક્સની રેડથી ફરી ફફડાટ પેઠો છે. મહાનગરોમાં આ રેડ કરવામાં આવી રહી છે. જેમાં સુરતમાં હીરા પેઢીઓ પર રેડ જારી રહેતા સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર 200 કરોડના ડૉક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. બધા હવે પરિણામની રાહ જોઈ રહ્યા છે. સતત ચોથા દિવસે પણ આ રેડ જારી રાખવામાં આવી છે. અગાઉ પણ બેનામી સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર હીરા બજાર માટે એશિયા ભરતમાં ફેમસ સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આ રેડ કરાઈ હતી. જેમાં એક ડાયમંડ કંપનીના વિવિધ યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.

24 સ્થળોએ તપાસ પૂર્ણ કર્યા બાદ 200 કરોડની બિનહિસાબી રકમ દર્શાવતા દસ્તાવેજો મળી આવ્યા છે. તો બેનામી ટ્રાન્ઝેક્શનનો આંકડો 1500 કરોડ સુધી પહોંચી ગયો છે. ચૂંટણી પછી, આવકવેરા તપાસ વિંગે હીરાની કંપનીઓ પર દરોડા પાડ્યા છે અને બેનામી વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે. આ દરોડાના પગલે હીરાના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગે સુરતના એક નામાંકિત હીરા વેપારી જૂથ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતમાં ડાયમંડ સેક્ટરની કેટલીક કંપનીઓમાં સતત ચોથા દિવસે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. જેથી વધુ આ પ્રકારે ડૉક્યુમેન્ટ્સ મળી શકે છે.

વધુમાં વાંચો… એક્ઝીટ પોલ સામે ઝઘડીયા ના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાનું વિસ્ફોટ નિવેદન,કહ્યું પરિણામ વિરુદ્ધ માં આવે તો હંગામો કરી નાંખજો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના બંને તબક્કા નું મતદાન શાંતિપૂર્ણ માહોલ માં સમાપ્ત થયું છે,જે બાદ થી વિવિધ મિડિયા સંસ્થાનો દ્વારા એક્ઝિટ પોલ રજુ કરવામાં આવ્યા છે,એક્ઝિટ પોલ માં ગુજરાત માં ફરી થી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,તેમજ ભૂતકાળની ચૂંટણીઓ કરતા વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોવાનું જણાવવા માં આવી રહ્યું છે,તેવામાં હવે એક્ઝિટ પોલ બાદ થી જ રાજકીય માહોલ પણ ગરમાયો છે,

ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર થી સતત સાત ટર્મ થી ધારાસભ્ય રહેલા અને વર્તમાન ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર છોટુ ભાઈ વસાવા એ ગુજરાત ચૂંટણી અંગે રજૂ થયેલ એક્ઝિટ પોલ સામે સવાલો ઉભા કરી પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ ઉપર લાઈવ આવી ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા,છોટુ વસાવા એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ જોતા લાગે છે કે ચોક્કસ સેટિંગ કર્યું હોય તેવું મને લાગે છે, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રજાને સજાગ થવાની જરૂર છે,પરિણામ વિરુદ્ધ માં આવે તો હંગામો કરી નાંખજો અને બેલેટ પેપર થી ચૂંટણી કરાવવા ની માંગ કરજો તેમ તેઓએ જણાવ્યું હતું,સાથે જ તેઓએ જણાવ્યું છે કે બધી સભા ફ્લોપ જતી હોય તો એ જીતવાની અપેક્ષા કંઈ રીતે રાખી શકે છે,બેલેટ થી ચૂંટણી કરાવવાનું મિશન ઉપાડવું પડશે,બાકી બનાવટ કરી આ લોકો રાજ કરશે તેવું વિસ્ફોટ નિવેદન છોટુ વસાવાએ આપ્યું છે.

છોટુ વસાવાએ નિવેદન માં અદાણી,લદાણી,ફાદાણી જેવા શબ્દોનું ઉપયોગ કરી જણાવ્યું હતું કે આ સરકાર છે,લોકતંત્ર ની સરકાર નથીઃતેમજ ઇવીએમ ભારત ના મૂળ નિવાસી લોકોના વિરુદ્ધમાં હોવાનું જણાવી આગામી લોકસભાની ચૂંટણી ને જાકારો આપી ઇવીએમ નો વિરોધ કરો તેમ જણાવી તેઓએ આરએસએસ ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો પોતાના વાયરલ કરેલા વીડિયોમાં કરતા નજરે પડ્યા હતા.

વધુમાં વાંચો… દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા બેઠક પર આજે વહેલી સવારે શરૂ થયેલું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતુંસાંજે 5:00 વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ બુથો ઉપર મતદાન કરવા માટે આવેલા મતદારો કતારોમાં ઊભા નજરે પડ્યા હતા.

દાહોદ જિલ્લામાં ગત વર્ષ કરતા બે પાંચ ટકા ઓછું મતદાન થવાનું અણસાર લાગી રહ્યું છે.જોકે વહેલી સવારથી વહેલી સવારથી જ શરૂ થયેલા મતદાનમાં થોડી નીરસતા જણાઈ હતી. પરંતુ જેમ જેમ દિવસ ઉગતો ગયો તેમ તેમ મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી હતી.એકધારું ચાલતું મતદાન બપોરે થોડુંક ધીમું પડ્યું હતું.પરંતુ સાડા ત્રણ વાગ્યા પછી એટલે કે છેલ્લા દોઢ કલાકમાં શહેરી વિસ્તારના મતદારો પણ મતદાન મથકો સુધી મતદાન કરવા માટે પહોંચ્યા હતા.જોકે આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.અનેક અટકળો વચ્ચે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ કરી સામાન્ય ફરિયાદો કરી હતી.પરંતુ તેમાં કોઈ તથ્ય ન જણાતા દાહોદના ચૂંટણી પંચે હાશકારો લીધો હતો. તો ઉચવાણીયા તરફ મધ્યપ્રદેશના લોકો આવીને મતદાન કરી રહ્યા હોવાની પહેલી ફરિયાદમાં સ્થળ ચકાસણી કરતા આમ આદમી પાર્ટીના એક સમર્થક ને કોઈપણ પુરાવો ન લઈને જતા એટલે મતદાન માટેનું કોઈ પણ જરૂરી પુરાવો ન જણાતા તેણે રોકવામાં આવ્યું હતું.અને તેના કારણે આક્ષેપ કરાય હોવાનું ફલિત થયું છે.એકંદરે દાહોદમાં છ એ છ વિધાનસભા સીટ પર પૂર્વાનુંમાન મુજબ કોઈ લોહિયાળ જંગ ન ખેલાતા અને શાંતિપૂર્ણ રીતે મતદાન થતાં તમામ રાજકીય પક્ષોમાં એક પ્રકારની અસમંજસતાનો જન્મ થવા પામ્યો છે.જોકે તમામ રાજકીય પક્ષોએ જંગી બહુમતીથી વિજય થવાના વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ત્યારે દાહોદ જિલ્લામાં ચૂંટણી જંગ ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે. હાલ દાહોદ જિલ્લાના 35 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થયા છે.ત્યારે આઠમી તારીખે મત ગણતરી માટે ની તૈયારીઓમાં પણ રાષ્ટ્રીય પક્ષો લાગી ગયા છે.દાહોદ જિલ્લામાં 2017ની ચૂંટણીમાં લીમખેડા 70, બારીયા 72, દાહોદ 68, ઝાલોદ 64, ગરબાડા 59, તેમજ ફતેપુરામાં 64 ટકા મળી જિલ્લાનું કુલ 68.20 ટકા મતદાન નોંધાયું હતું. જયારે આ વખતે 2022 ની ચૂંટણીમાં ફતેપુરામાં 52.08, ટકા, ઝાલોદમાં 54.54, લીમખેડા 65.20, દાહોદ 56.45, ગરબાડા,48.10, દે. બારીયા 60.48 એટલે સરેરાશ 55.80 ટકા મતદાન થવા પામ્યું છે.છેલ્લી ગણતરી પ્રમાણે દાહોદ જિલ્લાનું મતદાન 58 થી 60 ટકા વચ્ચેનું રહેવાનો અંદાજો સેવાઈ રહ્યો છે તો આ વખતે 15 લાખથી વધુ મતદારો પૈકી 4,39,522 જેટલાં પુરુષ મતદારોએ જયારે 4,44,868 મહિલાઓએ પોતાનો મતાઅધિકારનો ઉપયોગ કરી કર્યો હતો.ગત વિધાનસભાની ચૂંટણી સાથે સરખાવીએ તો દાહોદમાં ગત ચૂંટણીની પેટર્ન પ્રમાણે ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં એજ પેટર્ન પ્રમાણે જે સીટ પર ઓછું મતદાન થયું હતું. ત્યાં ઓછું જ થવા પામ્યું હતું. અને જે સીટ પર વધુ મતદાન નોંધાયું હતું.ત્યાં આ વખતે વધુ મતદાન નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here