વડોદરા – વિવિધ વિસ્તારોમાં બહારગામ દોડતી ગેરકાયદે કાર અને મીની બસના ઠેર ઠેર અડ્ડા

30 Aug 22 : વડોદરા શહેરમાં ઘણી એવી જગ્યાઓ છે, કે જ્યાં વહીવટના જોરે સરકારી તંત્રને નુકસાન પહોંચાડી ગેરકાયદેસર મુસાફરીનો વ્યાપાર કરવામાં આવે છે. કારચાલકની બેદરકારી નજરે ચડતી હોવા છતાં પાલિકા અને પોલીસ મૌન બની લોકોના જીવ સાથે ચેડા કરી રહી છે. વધુમાં વધુ સાત વ્યક્તિની ક્ષમતા ધરાવતી ઇકો અને અર્ટિકાકારમાં ખીચોખીચ 10થી વધુ મુસાફરો ભરવામાં આવે છે.

અમિતનગર પાસે જય અંબે સ્કુલના માસુમ વિદ્યાર્થીનું એસટી બસની અડફેટે મોત થતાં ભારે હોબાળો મચ્યો હતો. જે બાદ તાત્કાલીક અસરથી અમિત નગર સર્કલ પાસેથી એસટી સ્ટેન્ડ હટાવી લેવાયું હતું. હવે, તેની જગ્યાએ મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતાં ખાનગી વાહનોના ચાલકોએ અડીંગો જમાવી દીધો છે. જેને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવા છતાં ટ્રાફિક અને હરણી પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.  અત્રે નોંધ નીય છે કે, ખીચોખીચ ભરાતા મુસાફરોના જીવ સામે સ્થળ પર તૈનાત ટ્રાફિક જવાનો મુક પ્રેક્ષક બની તમાશો જુવે છે. અમિતનગર સર્કલ પાસે છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક અને હરણી પોલીસની રહેમનજર હેઠળ આ પ્રવૃત્તિ ધમધમી રહી છે .જયાંથી અમદાવાદ-વડોદરા વચ્ચે છુટ્ટક ફેરી મારતા ખાનગી ઈકોકાર અને અર્ટીકાકારના ચાલકોનો દિવસભર જમાવડો રહે છે.

નવાઈની વાત તો એ છે કે બસ સ્ટેન્ડ પર જ બેઠક જમાવી દીધી છે. આ ઉપરાંત અમિત નગર સર્કલ પાસે મોડી રાત સુધી ટી સ્ટોલ ધમધમે છે. જેના કારણે લોકો ટ્રાફિકને અડચણરૂપ આડેધડ વાહનો પાર્ક કરી મુખ્ય માર્ગ ઉપર અડીંગો જમાવે છે. સાથે આસપાસ ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલ દુકાનોના કારણે બસો મુખ્ય માર્ગ ઉપર ઉભી રહેતા ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. શહેરમાં આવા ઘણા વિસ્તારો છે કે, જ્યાં ટ્રાફિક અને સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ વાહનોમાં મુસાફરોની ગેરકાયદે હેરાફેરી થાય છે. જેમાં અમિતનગર , કિર્તીસ્થંભ, સોમા તળાવ,  વાઘોડિયા રોડ, દુમાડ, સમા તળાવ, માણેકપાર્ક સર્કલ, ભૂતડીઝાંપા, મકરપુરા, બાપોદ જકાતનાકા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સ્થળેથી  ચાલકોને મુસાફરો ભરવા માટે દરમહિને હપ્તો ચૂકવવો પડે છે. જો કારચાલક  હપ્તો ના આપે તો મુસાફરો ભરવા અંગે  વારંવાર અથડામણ પણ સર્જાતી રહે છે.

ગત વર્ષે એપ્રિલ મહિના દરમિયાન આ પ્રકારની માથાકૂટ થતાં ધોળે દહાળે જાહેર માર્ગ ઉપર તલવારો ઉછળી હતી. તેમજ દુમાડ પાસે પણ મારામારીના બે બનાવ બન્યા હતા.વડોદરા શહેરમાં ઘણી એવી જગ્યાઓ છે, કે જ્યાં વહીવટના જોરે સરકારી તંત્રને નુકસાન પહોંચાડી ગેરકાયદેસર મુસાફરીનો વ્યાપાર કરવામાં આવે છે. કારચાલકની બેદરકારી નજરે ચડતી હોવા છતાં પાલિકા અને પોલીસ મૌન બની લોકોના જીવ સાથે ચેડા કરી રહી છે.

વધુમાં વધુ સાત વ્યક્તિની ક્ષમતા ધરાવતી ઇકો અને અર્ટિકાકારમાં ખીચોખીચ 10થી વધુ મુસાફરો ભરવામાં આવે છે. તેમાંય છકડાની તો વાત જ શું કરવી. અને ફેરા વધુ મારવાની લ્હાયમાં સ્પીડથી હંકારતા ઘણીવાર અકસ્માત પણ સર્જાય છે. જો આરટીઓ આ અંગે પગલાં ભરે તો કામગીરીનો  ટાર્ગેટ આ સ્થળોએથી પૂરો થઈ જાય તેમ છે. બખેડો સર્જાતા નાછૂટકે દેખાડા પૂરતી કામગીરી કરવાની પોલીસને ફરજ પડી વડોદરા શહેરમાં નિયત સ્થળોએ  વર્ષોથી ગેરકાયદેસર મુસાફરો ભરી સરકારી તંત્રને નુકસાન પહોંચાડવાની નીતિ યથાવત છે. આ પ્રક્રિયામાં જો કોઈ અટકળ ઊભી થાય તો દેખાડા પૂર્તિ કામગીરી કરી પ્રશાસન આબરૂ બચાવવાનો પ્રયાસ કરે છે. અને થોડા સમય પછી ફરી આ પ્રવૃત્તિની સાંકળ કાર્યરત થાય છે. આંઠ મહિના અગાઉ અમિત નગર સર્કલ પાસે મુસાફર બેસાડવા મુદ્દે વાહનચાલકો બાખડયા હતા. પરિણામે લાંબા સમયથી ચાલતી પ્રવૃત્તિ વચ્ચે હરણી પોલીસ એક્શનમાં આવી 13 જેટલા વાહનો કબજે કરી વાહચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

  • વડોદરાના નામચીન રાજુ બેટરી સહિત 15 શખ્સો આણંદના જયરાજ ફાર્મમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયા

30 Aug 22 : વડોદરાના નામચિન એવા રાજુ બેટરી સહિત 15ની આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જોકે આ તમામ આણંદ સ્થિત અડાસ ગામની દેણાપુર સીમમાં આવેલા જયરાજના ફાર્મ હાઉસ પર દારૂની મહેફીલ માણી રહ્યાં હતા. આ દરમિયાન આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી રંગમાં ભંગ પાડી વડોદરાના રાજુ બેટરી સહિત 10, આણંદના 5 મળી કુલ 15 શખ્સોની ધરપકડ કરી કૂલ રૂ.20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વડોદરાના નામચિન રાજુ રાણા ઉર્ફે રાજુ બેટરીનો ગત તા. 28 ઓગષ્ટના રોજ જન્મ દિવસ હતો. જેથી માનવામાં આવી રહ્યું છે કે, તેણે મિત્રોની દારૂની મહેફીલ માણવા માટે આણંદ સ્થિત અડાસ ખાતેના જયરાજના ફાર્મ હાઉસ પર દારૂની પાર્ટી હતી.

આ પાર્ટી અંગેની જાણ આણંદ પોલીસને થતાં મોડી રાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. ફાર્મ હાઉસમાં પહોંચેલી પોલીસ પણ એક તબક્કે દારૂ અને બીયરની ખાલી તેમજ ભરેલી બોટલો તથા ટીન જોઇ ચોંકી ઉઠી હતી. જોકે ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણી રહેલા શખ્સો પૈકીનો એક પણ ફરાર ન થાય તે માટે પોલીસે પુરતી તકેદારી રાખી દરોડો પાડ્યો હતો. જેમાં ફાર્મ હાઉસની કોર્ડ કર્યા બાદ પોલીસે દરોડો પાડી રાજુ રાણા ઉર્ફે રાજુ બેટરી સહિત 15 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ એક ઇનોવા અને અટીંગા કાર તેમજ 8 નંગ દારૂ ભરેલી સીલ બંધ બોટલો તથા 8 નંગ બીયરના ભરેલા ટીન, ઉપરાંત 25 જેટલી દારૂ બીયરની લી બોટલ અને ટીન મળી કુલ રૂ. 20,05,050નો મુદ્દામા કર્યો હતો.