29 Dec 21 : જામ-જોધપુર તાલુકાના બમથીયા ગામે ગોલ્ડન નોન કન્વેશનલ એનર્જી સિસ્ટમ પ્રા.લી. દવારા વિન્ડફાર્મ મું કામ હાથ ધરેલ હતું. આ કંપનીને બમથીયા ગામ ના સરકારી ખરાબાનંબર ૧૧૮માંથી ૮ હેકટર જમીન સરકારે કંપની ને વિન્ડફાર્મ માટે આપેલ જેમાં કંપની દ્વારા પોતાની રીતે જમીન માપણી કરી હોવાનું સામે આવ્યું છે તેમજ કોઈ પણ જાતની ગામ પંચાયતની મંજૂરી પણ લીધી નથી. આ જમીનમાં અંદાજીત ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા વુક્ષો હતા. તેમનું કંપની દવારા બિનઅધિકૃત રીતે નિકંદન કાઢી નાખેલ છે.
આમ કંપની દવારા પર્યાવરણને મોટુ નુકશાન કરેલ છે જ્યાં વુક્ષો હટાવેલ છે તે જગ્યા ફોરેસ્ટ ધરાવતી હતી. આ જગ્યામાં વુક્ષોનું વાવે તર પણ થતું હતું હાલ કંપની પાસે છે પણ નિયમોનું ઉલ ધંન કરી વૃક્ષોનું નિકંદન કાઢી નાખેલ છે તેમજ આ જગ્યાએથી બિનકાયદેસર રીતે ૧૦ થી ૧૫ જગ્યાએ કંપનીએ ખાડા ખોદી અંદાજીત ૨૦૦ જેટલા ડન્ફરના ફેરાથી બિનઅધિકૃત માટી ઉપાડેલ. જેમના ખાડા પણ પુરાવારૂપે હોઈ જેથી કંપની દ્વારા સરકાર ને મોટું નુકશાન કરવામાં આવ્યું હોઈ આ અંગે કલેકટરશ્રી દવારા તાત્કાલીત તપાસ કરી પગલા લેવાની માંગ ખોડાભાળ ગોવાભાઈ દવારા કરવામાં આવી છે.
રિપોર્ટર : અશોક ઠકરાર – જામ જોધપુર