ઇમરાન ખાને ઉગ્રવાદી સંગઠન TLP પરના પ્રતિબંધ હટાવ્યા, ઉગ્રવાદીઓ સામે ઘૂંટણિયે પાક પીએમ

08 Nov 2021 : ઉગ્રવાદી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)ના ઘણા નેતાઓને જેલમાંથી મુક્તિ બાદ હવે ઈમરાન ખાને તેમના પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકાર વિરોધી ચળવળને સમાપ્ત કરવા માટે કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ સામે ઝુકાવતા વડા પ્રધાન ઇમરાન ખાને શનિવારે ઉગ્રવાદી સંગઠન તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન ને પ્રતિબંધિત સંગઠનોની સૂચિમાંથી દૂર કરવાની મંજૂરી આપી હતી. ઈમરાન ખાનની સરકારને આખરે પાકિસ્તાનની શેરીઓમાં હિંસક વિરોધ કરનારા કટ્ટરપંથી ઈસ્લામવાદીઓ સામે ઝુકવાની ફરજ પડી ઉગ્રવાદીઓ સામે ઝુકવાને કારણે ઇમરાન ખાનની પાકિસ્તાની લોકો દ્વારા ખુબ આલોચના કરવામાં આવી રહી છે.

ફ્રાન્સમાં પ્રકાશિત થયેલા નિંદાજનક કાર્ટૂનના મુદ્દે સરકારને ફ્રેન્ચ રાજદૂતને પાકિસ્તાન માંથી હાંકી કાઢવા માટે દબાણ કરવા માટે સંગઠન દ્વારા હિંસક વિરોધ પ્રદર્શનો પછી એપ્રિલમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંગઠન ગયા મહિને ફરી હિંસક વિરોધ કર્યો હતો બાદ માં તેણે સરકાર સાથે સોદો કર્યો. તાજેતરના દિવસોમાં TLP કાર્યકર્તાઓ અને કાયદા અમલીકરણ અધિકારીઓ વચ્ચે ની ભીષણ અથડામણમાં 10 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પંજાબ સરકારે ગૃહ મંત્રાલય દ્વારા અહેવાલ મોકલ્યા પછી વડા પ્રધાન ખાને TLP પરનો પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપી હતી. અગાઉ, લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) ના ઘણા નેતાઓ ને આતંકવાદ સંબંધિત કલમો હેઠળ નોંધાયેલા કેસ હેઠળ જામીન આપ્યા છે. પાકિસ્તાન ની મીડિયા ડોનના અહેવાલ મુજબ પંજાબ માં સપ્ટેમ્બરમાં TLP કાર્યકર્તાઓ અને સુરક્ષા અધિકારીઓ વચ્ચે હિંસક અથડામણ બાદ જામીન મેળવનારા લોકો પર આતંકવાદ સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.પાકિસ્તાન સરકાર અને પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ (TLP) વચ્ચે પણ સમજૂતી થઈ છે જે અંતર્ગત પાકિસ્તાન તેના બે હજારથી વધુ કાર્યકરોને મુક્ત કરશે. આ સાથે તેમને ચૂંટણી લડવાની પણ છૂટ આપવામાં આવશે.