30 Aug 22 : પાટીદારોનું ગુજરાતમાં 71 જેટલી સીટો પર પ્રભૂત્વ છે ત્યારે વધુ પ્રભૂત્વ જમાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ 23 બેઠકો પરથી ચૂંટણી લડવાનો નિર્ધાર કરતા નવો અધ્યાય રાજકારણ માં ઉમેરાયો છે. 2017માં પાટીદારોના અનામત આંદોલનને પરીણામે ભાજપને કેટલીક બેઠકો ગુમાવવી પડી હતી અને તેનો લાભ કોંગ્રેસ પાર્ટીને મળ્યો હતો. પરંતુ અનામત આંદોલનમાંથી ઉદભવેલી પાસ સમિતી આ વખતે ફરીથી ચૂંટણી પહેલા સક્રીય થઈ છે. ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના 23 આગેવાનોઉમેદવારી કરશે સંખ્યા વધી પણ શકે છે. હવે જામશે માહોલ, આ પ્રકારનું ટ્વિટ રવીવારે દિનેશ બાંભણીયાએ કરતા ફરીથી ગુજરાતનુ રાજકારણ ગરમાયું છે.

પાટીદારોની નારાજગી સરકાર સામે હજૂ પણ યથાવત જ છે. કેમ કે, પાટીદારો પર લાગેલા કેસો હજૂ પણ પરત નથી ખેંચાયા. ત્યારે વારંવાર સરકાર સમક્ષ આ મામલે રજૂઆતો પણ કરવામાં આવી છે. ત્યારે કોઈ નિવેડો નથી આવ્યો.

2017થી લઈને અત્યાર સુધીના 5 વર્ષના હિસાબ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહી છે હજૂ ઉમેદવારો નક્કી નથી. પરંતુ ચૂંટણી મેદાનમાં ઉતરતા પટાદીરોના પ્રભૂત્વવાળી સીટોનો ફાયદો તેમને જરુરથી મળી શકે છે. પાટીદારો રાજ્યની 71 જેટલી સીટો પર પ્રભૂત્વ ધરાવે છે.

સૌરાષ્ટ્રની તેમજ ઉત્તર ગુજરાતની મહેસાણા, ઉંઝા, સૂરત સહીતની સીટો વગેરે પર પ્રભૂત્વ જમાવી શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યોને જીત મળી હતી. જેમાં અનામત આંદોલનની આંધીમાં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો અને બેઠકો પર પણ અસર પડી હતી.

ગત રવીવારે પાટીદારો દ્વારા મોટી જનરેલીનું આયોજન કરાયું હતું. આ રેલી એક શક્તિ પ્રદર્શનરૂપે રહી હતી.  7 વર્ષ અનામત આંદોલનને પૂર્ણ થયા છે ત્યારે આ રેલી યોજાઈ હતી. ત્યારે આ જ સમયે આ જાહેરાત કરાઈ હતી. જેથી પાટીદારો ફરી એકવાર મેદાને ઉતર્યા છે ત્યારે બીજી બાજુ ભાજપ માટે આ વખતે 150થી વધુ સીટો જીતવાનો લક્ષ્યાંક છે ત્યારે આ લક્ષ્યાંક સામે એક બાજુ આપ પાર્ટીની પહેલીવાર 182 સીટો પર એન્ટ્રી છે ત્યારે બીજી બાજુ 23 બેઠકો પર પાટીદારોનો ચૂંટણી લડવાનો નિર્ધાર છે. જેથી બીજેપી માટે 2017 બાદ આ બીજો મોટો પડકાર સાબિત થઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં પાટીદારોની મહાસભાનું આયોજન થઈ રહ્યું છે.  9 ઓક્ટોબરના રોજ મહાસભા પાટીદારોની યોજાય તેવી શક્યતાઓ છે. ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ ની આગેવાનીમાં પાટીદાર મહાશક્તિ પ્રદર્શન ત્યારે આ મામલે વિસ્તૃત ચર્ચા પણ થઈ શકે છે.