18 Aug 22 : શહેરનાં આંબાવાડી વિસ્તારમાં સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો..જ્યાં મામાએ જ 12 વર્ષની ભાણીની એકલતાનો લાભ લઈ ને છાતી ના ભાગે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી.અમદાવાદ સવાર પડે ને છેડતી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે.ત્યારે વધુ એક બનાવ શહેરના આબાવાડી વિસ્તારમાં સામે આવ્યો . જ્યા 12 વર્ષની ભાણી સાથે મામાએ શારીરિક અડપલા કર્યા. 12 વર્ષની સગીરા એકલી હતી. ત્યારે તેના મામાએ ઉપરના મકાનમાં લઇ જઇ કપડા કાઢીને છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો.

સગીરાના પરિવારજનો નેજાણ થતા આરોપીને મેથીપાક ચખાડીને પોલીસ હવાલે કર્યો હતો.આબાવાડી મા ફરિયાદી તેમની 6 દીકરી અને 2 દીકરા સાથે રહે છે અને તેમનો 39 વર્ષનો સાળો તેમના જ બ્લોકમાં ઉપરનાં માળે રહે છે સવાર સાંજ જમવા માટે ફરિયાદીના ઘરે આવતો હતો. જેના કારણે 12 વર્ષ ની સગીર ભાણી પર નજર બગડી હતી.સગીરા જ્યારે તેના મામાના ઘરે કપડા પડયા હોવાથી લેવા ગયી ત્યારે તેના મામાએ ટી શર્ટ કાઢીને છાતી ના ભાગે અડપલા કર્યા હતા. ત્યારે સગીરાની મોટી બહેન જોઈ જતા બુમાબુમ કર્યું હતું. જેના કારણે સગીરાના માતા પિતા અને આજુબાજુના લોકોએ ભેગા થયીને આરોપી ને મેથીપાક ચખાડ્યો હતો અને એલિસબ્રિજ પોલીસ હવાલે કર્યો છે.આમ સંબધ પર લાંછન લાગવતા કિસ્સા વધી રહયા છે. ત્યારે આ પ્રકારના કિસ્સા સમાજ મા ક્યારે અટકશે તે યશ પ્રશ્ન છે.

  • આંતરરાષ્ટ્રિય કવીઝ કોમ્પિટિશન માં ગુજરાતનું હિર ઝળકયું: શેર બુલંદખાન બાબીએ પ્રથમ નમ્બર મેળવી વિદેશમાં ભારતીય જ્ઞાનનો પરચમ લહેરાવ્યો.

18 Aug 22 : જર્મનીમાં અભ્યાસ કરતા શ્રી શેર બુલંદખાન બાબી પાલનપુરમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી એફ.એ.બાબી ના સુપુત્ર છે બર્લિન ખાતે આયોજિત સ્વતંત્રતા પર્વ ઉજવણી સમારોહમાં એમ્બેસેડર દ્વારા શેર બુલંદખાનને ગોલ્ડ મેડલ એનાયત કરાયો . ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

આ ઉજવણીના ભાગરૂપે દેશ દુનિયામાં વિવિધ સ્તરે વિવિધ પ્રકારના આયોજન દ્વારા ભારતની આઝાદીના ઇતિહાસને ઉજાગર કરવાનો અને ભાવિ પેઢીને ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને તેના ભવ્ય વારસાથી પરિચિત થવાનો મોકો પ્રદાન કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદેશમાં વસતા ભારતીયો તેમજ વિદેશી યુવાનો ભારત દેશ વિશે વધુ જાણકારી મેળવી શકે એ હેતુથી ડિસેમ્બર 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દુનિયાભરમાંથી ૧૭૮ દેશોના પંદર હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કામગીરીના કારણે લોકોમાં ખુશી જોવા મળી હતી અને વિસ્તારનું ગૌરવ પણ વધાર્યું હતું.