અમદાવાદમાં PM મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવશે, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી

14 Dec 22 : આજથી અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ સાંજે 5 વાગે કરવામાં આવશે. જેમાં ત્રણ હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવશે.

અમદાવાદના ઓગંજ ખાતે 600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. જ્યાં આજે સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સ સિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ઉદઘાટન સમારોહ સાંજે 5 થી 7.30 દરમિયાન યોજાશે. ત્યાર બાદ આદથી એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. વડા પ્રધાન મોદી બુધવારે 600 એકરના શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા પછી હેલિકોપ્ટર શહેર પર ગુલાબની વર્ષા થશે. મળતી વિગતો અનુસાર તેના માટે ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યા

પીએમ મોદી અને મહંતસ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજન અને વિધિ સાથે આ શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ તેમજ નવા મુખ્યમંત્રી સહિત સંતો અને મંત્રીઓ ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશના ભક્તો અને મહેમાનો વિશેષ હાજરી આપશે. ઉત્સવ સ્થળની મધ્યમાં પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સોનેરી પ્રતિમા 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી શિલા પર સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં પ્રમુખસ્વામી મહારાજના અદ્ભુત પ્રેરક પ્રસંગો પણ છે.

વધુમાં વાંચો… હિમાચલ કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી; પત્નીએ લગાવ્યો શારીરિક અને માનસિક ત્રાસનો આરોપ

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ સરકાર તો બની ગઈ પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો પર સંકટ મંડરાવાનું શરુ થઈ ગયું છે. શિમલા ગ્રામીણના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. રાજસ્થાનની એક કોર્ટે વિક્રમાદિત્ય સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરી દીધું છે. વિક્રમા દિત્ય સિંહની પત્ની સુદર્શનાએ તેમની વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ, શિમલા ગ્રામીણના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહની પત્ની સુદર્શના ચંદાવતે ઉદયપુર (રાજસ્થાન) કોર્ટમાં પોતાના પતિ અને પરિવારના સભ્યો વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ 17 ઓક્ટોબર 2022ના રોજ આપવામાં આવી હતી. 17 નવેમ્બર 2022 ના રોજ પ્રથમ સુનાવણીમાં, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉદયપુરની કોર્ટે વિક્રમાદિત્ય સિંહ, સાસુ પ્રતિભા સિંહ, ભાભી અપરાજિતા, નંદોઈ અંગદ સિંહ અને ચંદીગઢની એક યુવતીને બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. તમામ આરોપીઓને આજે ઉદયપુર કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલા સુરક્ષા અધિનિયમની કલમ 20 હેઠળ સુદર્શના સિંહે ઉદયપુર કોર્ટમાં ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં લગ્ન બાદ સાસરિયાંમાં માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવાને લઈને ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સુદર્શનાએ ફરિયાદમાં લખ્યું છે કે લગ્નના થોડા સમય બાદ વિક્રમાદિત્ય સિંહે તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત દહેજની માંગણી બાબતે માનસિક ત્રાસની વાત પણ ફરિયાદમાં લખવામાં આવી છે. સાસુ પ્રતિભા સિંહ પર આરોપ છે કે તે સુદર્શનાના પરિવારના સભ્યોને ટોણા મારતી હતી.

પ્રતિભા સિંહ સારી રીતે જાણતા હતા કે વિક્રમાદિત્ય તેની પત્નીને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરી રહ્યો છે, છતાં તેણે વિક્રમાદિત્યને ટેકો આપ્યો, આ વાત પણ ફરિયાદ પત્રમાં લખવામાં આવી છે. પતિ અને સાસુ ઉપરાંત સુદર્શનાએ નણંદ અને નણદોઈ પર પણ તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. સુદર્શનાએ ફરિયાદમાં ચંદીગઢની અમરીનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના વિશે એવો આરોપ છે કે વિક્રમાદિત્યનું તેમની સાથે અફેર છે.

સુદર્શનાના લગ્ન 2019માં થયા હતા – વિક્રમાદિત્યના લગ્ન 8 માર્ચ 2019ના રોજ સુદર્શના સાથે થયા હતા. સુદર્શના રાજસ્થાનના મેવાત વંશની રાજકુમારી છે. આ લગ્ન ઉદય પુરના કનોટા ગામમાં કનોટાગઢ પેલેસમાં થયા હતા. રાજકુમારી સુદર્શના સિંહે સોફિયા કોલેજ મુંબઈમાંથી સમાજશાસ્ત્રમાં માસ્ટર્સ કર્યું છે. તેણે ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો છે. આરોપ છે કે લગ્ન પછી જ સુદર્શના સાથે તેના સાસરિયાંમાં હેરાનગતિ શરૂ થઈ હતી, પરંતુ બંને પરિવારના પ્રભાવને જોતા સુદર્શનાએ ચૂપ રહેવાનું જ યોગ્ય માન્યું હતું. સુદર્શનાએ ફરિયાદ પત્રમાં લખ્યું છે કે તેનેલાગતું હતું કે જો તે ચૂપ રહેશે તો વિક્રમાદિત્ય સિંહનું વર્તન બદલાઈ શકે છે, પરંતુ સમય જતાં તેના વર્તનમાં કોઈ બદલાવ આવ્યો નહીં.

વિક્રમાદિત્ય સિંહની રાજકીય સફર – વિક્રમાદિત્યની રાજકીય સફર 2013માં શરૂ થઈ હતી. 2013માં વર્ષે તેઓ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ કમિટીમાં જોડાયા અને તેમને યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. વિક્રમાદિત્ય 2017 સુધી આ પદ પર રહ્યા. વિક્રમાદિત્યના પિતા વીરભદ્ર સિંહ હિમાચલ પ્રદેશના 6 વખત મુખ્યમંત્રી રહ્યા હતા. 2021માં તેમના મૃત્યુ બાદ વિક્રમાદિત્યને રાજા બનાવવામાં આવ્યા હતા. વિક્રમાદિત્ય સિંહની માતા રાણી પ્રતિભા સિંહ હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષ છે. વીરભદ્રની પત્ની અને રાણી પ્રતિભા સિંહે આ વર્ષે મંડી લોકસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here