અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

10 કરોડના ખર્ચે અષાઢી બીજના દિવસે ક્રૂઝની શરુઆત અમદાવાદ સાબરમતી નદીમાં થવા જઈ રહી છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ક્રૂઝ રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવી રહી છે. જેની લોકો રાહ જોઈ રહ્યા છે કેમ કે, સાબરમતી નદીમાં નદીની વચ્ચે બેસીને સાંજની શીતળતામાં લોકો ભોજન ક્રૂઝમાં બેસીને કરી શકશે. આ મજા બહું જલદી જ માણવા મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર અષાઢી બીજે આ ક્રુઝ લોકો માટે શરુ કરવામાં આવશે. નદીની સફરની સાથે સાથે લોકો ફૂડની મજા માણી શકે તે માટે પ્રથમ વખત આ પ્રકારે ક્રૂઝ શરુ થઈ રહી છે. આ ક્રૂઝ સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી કાર્યરત રહેશે. આ રુટ સુધી લોકોને સફર કરવા મળશે. આ ક્રૂઝની ખાસ પ્રકારની વિશેષતાઓ રહેશે જેમાં બર્થ ડેથી લઈને મટિંગ રુમમાં બેસીને ઓફિસની ચર્ચા કરી શકાય તે પ્રકારે વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં આ ક્રૂઝમાં લોકો આવે તેવી શક્યતા છે. પ્રથમ વખત આ પ્રકારે અમદાવાદમાં ક્રૂઝમાં બેસીને ખાવાનો આનંદ લોકો માણી શકશે.

આ ક્રૂઝની વિશેષતા : 5 સ્ટાર હોટલ જેવી હશે સુવિધા , પહેલા માળે એસી કેબિન હશે , પ્રથમ માળે ઓપન ક્રૂઝમાં બેસીને ખાણીપીણીની લિજ્જત માણી શકાશે , ક્રૂઝમાં 150 લોકો ની બેસવાની છે કેપેસિટી , ખાણી પીણી સાથે લાઈવ શો અને મ્યુઝિક પાર્ટી માણી શકાશે , અમદાવાદીઓ બર્થ ડે પાર્ટી પણ મનાવી શકે તેવી વ્યવસ્થા , ક્રૂઝમાં ઓફિસ મિટીંગ શક્ય બનશે , બે માળની ક્રૂઝ હશે, 10 કરોડના ખર્ચે શરુ થશે ક્રૂઝ સાબરમતી નદીની શોભામાં ક્રૂઝના કારણે થશે વધારો. ખાણી-પીણી અને હરવા ફરવાના શોખિન ગુજરાતીઓ માટે આ એક લ્હાવો છે જેની શરુઆત અમદાવાદમાં થઈ રહી છે. સાબરમતી નદીની શોભા અત્યારે રીવરફ્રન્ટ છે ત્યારે આગામી સમયમાં સાબરમતી નદીની નવી ઓળખ આ ક્રૂઝથી બનશે. જ્યાં લોકો માટે આ સુવિધા શરુ કરવામાં આવશે.

વધુમાં વાંચો… રાજ્યમાં અગનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે
રાજ્યમાં અગનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી લોકોને રાહત મળશે. આજથી જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાન 3થી 4 ડીગ્રી ઘટે તેવી શક્યતા છે. તેમાં પણ અમદાવાદમાં 42થી 44 ડીગ્રી ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે તેમાં થોડાઘણા અંશે રાહત મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. ગરમી વધુ પડતા બપોરના સમયે લોકોનું ઘરેથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. તેમાં પણ મે મહિનામાં ગુજરાતમાં 44થી લઈને 45 તેમજ 46 ડીગ્રી સુધી કેટલાક વિસ્તારોમાં ગરમી પડી છે. એપ્રિલ મહિનામાં માવઠું થતા ગરમીથી લોકોને રાહત મળી હતી પરંતુ મે મહિનામાં ગરમીએ માઝા મૂકી છે ત્યારે સાંજે 6 વાગ્યા સુધી ગરમ પવનોનો સામનો લોકોને કરવો પડે છે. ત્યારે ગરમીથી થોડા ઘણા અંશે રાહત મળવાની શક્યતા છે. જો કે, મહિનાના એન્ડમાં તેમજ જૂનના ફર્સ્ટ વીકમાં ફરી ગરમીનું જોર વધી શકે છે.

આ વખતે ગુજરાતમાં જૂન 20 તારીખ આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા છે. જો કે, વરસાદ થોડો મોડો પડી રહ્યો છે જેથી વધુ ગરમીના દિવસો ખેંચાઈ શકે છે. જો કે, અત્યારની સ્થિતિએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીથી થોડી રાહત મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here