અમરેલીમાં સફાઈને લઈને લોકો થયા પરેશાન નગરપાલિકાની બેદરકારી આવી સામે

08 Oct 22 : અમરેલીમાં ચીતલ રોડ ઉપર આવેલ રોડની બાજુમાં બીટીફિકેશન દિવાલ અને બાળકોને રમવા માટે પાર્ક બનાવવામાં આવ્યું છે જેમાં લાખોના ખર્ચે રમવા માટે હીંચકા અને બાંકડા મુકવામાં આવેલા છે ત્યાં કોઈપણ પ્રકારની સફાઈની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે ગંદકી નુ પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને જો નગરપાલિકા દ્વારા આવી જ રીતે લોકોના હિત માટે કામ કરતી રહશે અને ઉદ્ઘાટન કરતી રહશે અને તે વસ્તુ અથવા તે જગ્યાની કાળજી નહિ લે તો તે જગ્યાએ પર લોકો આવવા જવાનું ઓછું પસંદ કરશે જેના કારણે પ્રજાના પૈસાનો બે ફાર્મ વેડફાટ થશે એવું લાગી રહ્યું છે.

અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ પણ પ્રકારનુ ધ્યાન આપવામાં આવતું નથી આવી જ રીતે અમરેલીમાં અનેક જગ્યાએ ગંદકીના ગંજ જોવા મળશે તેમજ થોડાજ દિવસ પહેલા અમરેલી પાલિકાનો સ્વચ્છતા શહેરમાં ભાવનગર વિભાગ હસ્તકની ૨૭ નગરપાલિકામાં પ્રથમ ક્રમાંક અને રાજ્ય લેવલે તો ૫ માં ક્રમાંક મળેલ છે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે અમરેલીમાં ઠેર ઠેર ગંદકીના જોવા મળશે તેમ છતાં સમગ્ર રાજ્યમાં અમરેલીને સ્વચ્છતામાં પાંચમા નંબરે હોય તો અન્ય નગરપાલિકામાં કેવો ગંભીર પ્રશ્ન હશે તેમજ ક્યા માપ દંડના આધારે સર્વેક્ષણ થયું હવે તેનું પણ સર્વેક્ષણ થવું જરૂરી બન્યું છે ગંદકી તેમજ અન્ય સસ્યાઓને લઈને સ્થાનિકો દ્વારા પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના સતાધીશો આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે જેથી વહીવટી તંત્ર દ્વારા સ્થાનિકોની સમસ્યાને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અમરેલી જીલ્લા ટ્રાફિક શાખા અમરેલી દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

08 Oct 22 : રોડ અકસ્માત સંદર્ભે સેફટી પગલા ભરવા અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિં સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર અમરેલી જીલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માત નિવારવા તથા શાળાના બાળકોને ટ્રાફિક નિયમોની જાણકારી મળી રહે તે માટે તા.૦૬/૧૦/૨૦રર ના રોજ રાજુલા તાલુકામાં સરસ્વતિ વિદ્યાલયના વિદ્યાર્થિઓ ને ટ્રાફીકના નિયમો અંગે જાગૃત થાય તે માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ આસી.સબ ઇન્સ.શ્રી જે.એમ.દવે તથા જીલ્લા ટ્રાફીક શાખાની ટીમ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંગેની જાણકારી આપવા માં આવી જેમાં આશરે ૨૫૦ વિદ્યાર્થિઓને ટ્રાફીક નિયમો ને પાલન કરવાના ફાયદાઓ તથા ટ્રાફીક નિયમો ને પાલન ન કરવાથી થતા ગંભીર માર્ગ અકસ્માતની સમજ કરવામાં આવી. તેમજ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયેલ ઇન્ટરસેપ્ટર વાહન અંગેની તથા હાઇવે પેટ્રોલિંગ વાહન (કેમ્પર બોલેરો) નુ અકસ્માત સમયે થતો ઉપયોગ વિદ્યાર્થિઓને જાણકારી આપવામાં આવી હતી. તેમજ ટ્રાફીક નિયમો પાલન કરવા અંગેના પેમ્પલેટ ની વહેચણી કરવામાં આવી.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી આસી.સબ ઇન્સ.શ્રી જે.એમ.દવે તથા જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા તથા રાજુલા સરસ્વતિ વિદ્યાલય ના આચાર્ય મહાવીરસિંહ વાળા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ સફળતા પૂર્વક કરવામાં આવ્યુ હતુ.

રાજકોટમાંથી બે અલગ અલગ જગ્યાએથી પકડાઈ ૬ લાખથી વધુની વિદેશી દારૂ

08 Oct 22 : રાજકોટમાંથી બે અલગ અલગ જગ્યાએથી પકડાઈ ૬ લાખથી વધુની વિદેશી દારૂ રાજકોટમાં તહેવારની સિઝન જામી છે ત્યારે અલગ અલગ બે જગ્યાએથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ છે. એક જગ્યાએથી ૧૫૬ તો બીજી જગ્યાએથી ૪૩ એમ કુલ મળીને ૬.૩૯ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલી બામણબોર ચેક પોસ્ટ પર એરપોર્ટ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી દરમિયાન ત્યાંથી જીજે ૨૭ ટીડી ૧૭૮૮ નંબરની બોલેરો શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારુની 156 બોટલ મળી આવી હતી. એરપોર્ટ પોલીસે શરાબ અને બોલેરો મળી રૂ. ૫.૭૦ લાખના મુદામાલ સાથે બોલેરો ચાલક જીવણરામ ક્રિષ્નારાય વિન્શોઇ-ભુપેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજાને ઝડપી લઇ વિદેશી દારુ કયાંથી લાવ્યા હતા કયા લઇ જતા આ વગેરે બાબતની પુછપરછ હાથ ધરી છે.

જયારે રાજકોટ તાલુકા પોલીસે અક્ષરનગર-૪ ગાંધીગ્રામમાં રહેતો રોશન હોતચંદ નામના રીક્ષા ચાલકને તેની રીક્ષામાંથી વિદેશી દારુની ૪૩ બોટલ સાથે બીગબજાર નજીક અમરનાથ મંદિરચોક નજીકથી ઝડપી લીધો છે.

ઉનાની હોસ્પિટલમાં યુવાનને પડ્યો માર માથાભારે શખ્સો મચાવ્યો આતંક

08 Oct 22 : ઉના બનાવો દિવસે દિલ વધી રહ્યા છે જેને કારણે આવા અપરાધીઓને પણ પોલીસે પકડી પાડી અને જેલ હવાલે કરવા જોઈએ તેવી લોકો માંગ ઉઠી છે

ઊનામાં રહેતો રધુ રવી બાંભણીયા નામના શખ્સ માનવદીપ સજીર્કલ ખાનગી હોસ્પીટલમાં આસીસ્ટન્ટ નર્સીંગ તરીકે ફરજ બજાવતા અને શાહડેસર ગામે રહેતા શૈલેષભાઇ પુનાભાઇ બાંભણીયાને રાત્રીના સમયે દરમ્યાન આ શમ્સે કહેલ કે ડો.વઘાસીયા સાહેબ ક્યાં છે ત્યારે ફરજ પરના સ્ટાફે બહાર ગયેલ છે. મોડા આવશે તેમ કહેતા શખ્સ અત્યારે કેમ ન આવે, હું કહુ એટલે આવવું પડે તેમ કહી હોસ્પીટલમાં ફરજ બજાવતા શૈલેષભાઇને ભુંડી ગાળો આપવા લાગેલ જેથી ગાળો આપવાની ના પાડતા રધુ ઉશ્કેરાઇ ગયેલ અને ગાલ પર ઝાપટ મારી અને ઝપાઝપી કરી શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારતો હોય એ દરમ્યાન હોસ્પીટલના અન્ય સ્ફાટ આવી જઇ છોડાવેલ ત્યારે રઘુ એ જતાં કહેલ તુ આજે બચી ગયો હવે તુ મને મળીશ તો તને જાનથી મારી तु નાખીશ તેમ કહી નાશી છુટ્યો હોય આ બાબતે શૈલેષભાઇ પુનાભાઇ બાંભણીયાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here