અંકલેશ્વરમાં કાર ચાલકે અકસ્માત કર્યો હોવાનું જણાવી રૂ9.11 લાખની બેગ ઉઠાવનાર ગઠિયાઓના CCTV આવ્યા

25 Aug 22 : બાઇક ઉપર આવેલા 3 ગઠીયાઓએ બેંકમાંથી કાર ચાલકનો પીછો કર્યો, અકસ્માત સર્જ્યો હોવાનું જણાવી વાતોમાં ફસાવી ગઠીયાઓ રૂ 9.11 લાખની બેગ લઈને ફરાર થઇ ગયા હતા.

પોલીસે આરોપીઓના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી. અંકલેશ્વર શહેરમાં બુધવારે સાંજે પોણા છ કલાકે મહાવીર ટર્નિંગ પાસે 3 અજાણ્યા બાઈક સવારે કાર ચાલકનો પીછો કરીને તમે અકસ્માત સર્જ્યો હોવાનું જણાવી વાતોમાં ફસાવી કારની અંદર મુકેલા અંદાજીત રૂ9 લાખ 11 હજાર ભરેલી બેગની ચીલ ઝડપ કરી હતી. ત્યારબાદ અંકલેશ્વર પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે આ ગઠીયાઓના સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વાતોમાં ઉલજાવી ગઠીયા રૂ 9.11 લાખની બેગ લઈને ફરાર થઇ ગયા હતાં.

મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટર રાજુભાઇ પટેલ બુધવારની સાંજે 5:45 ના અરસામાં DCB બેંકમાંથી 9 લાખ રૂપિયા ઉપાડી પોતાની કાર લઈને સિલ્વર પ્લાઝા ખાતે આવેલા અંબા હરગોવિંદ આંગણીયા પેઢીમાં ભરવા ગયા હતાં.પરંતુ આ આંગણીયા પેઢી બંધ હોવાથી તેઓ ત્યાંથી મહાવીર ટર્નિંગ થઇ રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતાં.

આ અરસામાં રસ્તામાં જીતાલી જકાતનાકા પાસે બે મોટર સાઈકલ લઈને તેમનો પીછો કરીને આવેલા જાણ ભેદુ 3 ઈસમોએ કાર ચાલકને આંતરીને તમે એક્સિડન્ટ કર્યો હોવાનું જણાવીને કાર ઉભી રખાવી કારમાં મકેલી રૂપિયા 9 લાખ 11 હજાર રૂપિયાની ચીલ ઝડપ કરીને રફુચક્કર થઈ ગયા હતા.

ટ્રાન્સપોર્ટર રાજુ પટેલે આ બનાવની જાણ પોલીસ મથકે કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે ફરીયાદીની ફરિયાદ નોંધીને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાઈક સવાર ગઠીયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. જોકે આ ગઠીયાઓ ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં તેઓ શહેર માર્ગો પર બાઈક લઈને આંટા ફેરા ફરતાં નજરે પડી રહ્યા છે.