04 Sep 22 : ભાવનગરમાં C R પાટીલે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરી આવતીકાલે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ અને માર્કેટિંગ યાર્ડમાં પ્રદેશ પ્રમુખના ભરચક કાર્યક્રમો વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલ  બે દિવસ ભાવનગરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ બાઇક રેલી કાઢી જવાહર મેદાન ખાતે પેજ સમિતિ સંમેલન યોજાયું હતું. આગામી વિધાનસભા ની ચૂંટણીઓમાં ઉમેદવારોના નામ અને ટિકિટ માત્રને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ નક્કી કરશે.

ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પેજ પ્રમુખોને આગામી ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓમાં લાગી જવા અને મતદાનના દિવસ સુધી કાર્યરત રહેવા હાંકલ કરી હતી. આ તકે તેમણે વિપક્ષ કોંગ્રેસ પર પણ આક્ષેપ કરવાની તક છોડી ન હતી.

કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે દેશની સંપત્તિ પર અધિકાર અંગે કરેલાં જ્ઞાતિગત વિધાનને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે વખોડ્યું હતું અને દેશની સંપત્તિ પર સૌનો સમાન અધિકાર હોવાનું કહ્યું હતું. તો તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર ગુજરાત આવતા એક રાજકીય પક્ષને ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ગુજરાત ની પ્રજાએ પાઠ ભણાવ્યો હતો અને તેમના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ કરાવી હતી તેઓ ને આગામી ચૂંટણીમાં ફરી પાઠ ભણાવવાની જરૂર છે તેમ કહી પેજ પ્રમુખોને કમળનું નિશાન લઈને આગામી વિધાનસભાની ચૂંટણી જંગમાં ઉતરનાર તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરી હતી.

  • તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ વિસ્તારમાં જુગાર રમી રહેલા ત્રણ ઈસમો ને રોકડ રકમ સાથે ઝડપી લેતી તળાજા પોલીસ

04 Sep 22 : તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ વિસ્તારમાં જુગાર રમી રહેલા ત્રણ ઈસમો ને રોકડ રકમ સાથે ઝડપી લેતી તળાજા પોલીસ. બનાવ ની તળાજા પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર તળાજા પોલીસ મથકના હેડ કોસ્ટેબલ અતુલભાઇ મેસરીયા પોલીસ કોસ્ટેબલ પોપટભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હારીત સિંહ સરવૈયા તેમજ ચેતન સિંહ, દેવેન્દ્રસિંહ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન સરતાનપર બંદર ગામે આવતા બાતમી મળેલ કે સરતાનપર ગામે તગડ શેરી વિસ્તાર પાસે અમુક ઈસમો ભેગા મળી અને પૈસા પાના વતી હારજીત નો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા ત્રણ ઈસમો રોકડ રકમ રૂ./- 4900 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો

ભરતભાઈ મગનભાઈ બારૈયા મુકેશભાઈ જેરામભાઈ બારૈયા ભીમાભાઇ ભુપતભાઈ બારૈયા. જેમની સામે પોલીસે જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે