ગોમતીપુરમાં છત તૂટતા ખોખરા વોર્ડમાં ક્વાર્ટરનું કહીને આશ્રય ગૃહમાં લોકોને લઈ આવ્યા

File Image
File Image

ગોમતીપુરમાં મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટરના ચોથા માળનો ભાગ ધરાસાયી થતા ખોખરા વોર્ડમાં ક્વાર્ટરનું કહીને આશ્રય ગૃહમાં લોકોને લઈ આવ્યા પરંતુ ત્યાં સંખ્યા વધુ છે અને જગ્યા નાની છે. નાના બાળકો, મહિલાઓ માટે વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે.

કેમ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ આશ્રમય ગૃહમાં ચાલતી હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કારણે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ શકે છે તેવો ડર પણ ક્વાર્ટરમાંથી આશ્રય મેળવવા માટે આવેલા લોકોને થઈ રહ્યો છે.

ગોમતીપુરમાં મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટરના સી બ્લોકમાં ઉપરની છતનો ભાગ તૂટવાને જે ઘટના બની તેના કારણે ઘર વિહોણા માટે ખોખરા વોર્ડના આશ્રય ગૃહમાં ખસેડાયા છે. ત્યારે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
લોકોનું કહેવું છે કે, ખોખરામાં વૈકલ્પિક વ્યવસ્થા કહ્યા છતાં ન કરાવી પરંતુ આશ્રય ગૃહમાં સંખ્યા વધુ હોવાથી લોકોને વધુ મુશ્કેલી સર્જાઈ છે. સફાઈ કર્મચારીઓને રોડ પર સૌ પહેલા ઉતારવામાં આવ્યા હતા. ઘણી સંખ્યા હોવાથી રાત ક્યાં વિતાવવી તેને લઈને પણ સવાલો છે. બીજી તરફ લોકો ત્યાં સામાન લઈને પહોંચ્યા છે. તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ લોકો તરફથી કરવામાં આવી રહી છે. મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ સૌથી પહેલા કરવામાં આવી રહી છે. જેથી કરીને તેમને આશ્રય સ્થાન મળે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચતા કેજરીવાલ તરફથી જાણો શું થઈ રજૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેજરીવાલની સમીક્ષા અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી વતી હાઇકોર્ટમાં જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની રિવ્યુ પિટિશનની સંક્ષિપ્તમાં સુનાવણી કરી અને પછી આ મામલાને અંતિમ સુનાવણી માટે આગળ ધપાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત વિવાદને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટની સુનાવણી દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીના જવાબમાં અરવિંદ કેજરીવાલના વકીલો વતી જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં અરવિંદ કેજરીવાલના વકીલોએ ગુજરાત યુનિવર્સિટીના જવાબ પર પોતાના જવાબો આપ્યા છે. હાઈકોર્ટે અંતિમ સુનાવણીની તારીખ નક્કી કરવા કહ્યું અને પછી સુનાવણી વધુ મુલતવી રાખી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના તે નિર્ણય પર સમીક્ષા અરજી દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના 2016ના આદેશને રદ કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમની સમીક્ષા અરજીમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી સ્વીકારીને કોર્ટે સુનાવણી માટે 30 જૂનની તારીખ નક્કી કરી હતી. હાઈકોર્ટમાં કેજરીવાલની રિવ્યુ પિટિશન પર ગુજરાત યુનિવર્સિટીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે યુનિવર્સિટીએ પોતાનો પક્ષ રજૂ કરી જવાબ દાખલ કર્યો હતો. અરવિંદ કેજરીવાલના વકીલોએ યુનિવર્સીટી તરફથી જવાબનો જવાબ આપ્યો છે અને તેમના તથ્યો અને દલીલો રજૂ કરી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ મામલાની અંતિમ સુનાવણી આ મહિને કરવા કહ્યું છે. આ મામલામાં આગામી સુનાવણી 14 અથવા 21 જુલાઈએ થઈ શકે છે. હાઈકોર્ટ દ્વારા ટૂંક સમયમાં તારીખ નક્કી કરવામાં આવશે.

બે દિવસથી ગુમ થયેલ તરૂણીની કોહવાયેલી લાશ મળી: પોલીસે શોધખોળ શરૂ કરી
રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. પોલીસનો ડર ગુનેગારમાંથી હવે વિસરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ગુનેગારને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ગુનાખોરી આચર છે. કાયદા વ્યવસ્થાની સ્થિતિ રાજકોટ શહેરમાં હવે કથડી રહી છે. રોજબરોજ ચોરી લૂંટફાટ મારા મારી હત્યા દુષ્કર્મ જેવા બનાવો સામે આવી રહ્યા છે. તેવો જ એક વિચિત્ર બનાવો સામે આવ્યો છે જેમાં બે દિવસથી ગુમ તરુણીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને વર્ષોથી રાજકોટમાં રહેતા પરિવારની દીકરી બે દિવસ અગાઉ ગુમ થયેલ હતી. જેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આજે રાજકોટ અમદાવાદ હાઈવે પાસે અવાવરૂ જગ્યા પરથી પોલીસને તરુણીની કોહવાયેલી લાશ મળી હતી. તરુણીનું મૃત્યુ કઈ રીતે થયું છે તે જાણવા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ૧૩ વર્ષની તરુણી બે દિવસ અગાઉ ઘરેથી લાકડા લેવા માટે નીકળી હતી. રાત થઈ જતા તોરણી પાસે ન આવી જેથી તેના પરિવાર દ્વારા શોધખોળ ચાલુ કરી હતી. છતાં પણ તરુણી ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને બે દિવસ બાદ આજે અમદાવાદ હાઈવે પરથી તરુણીની કોહવાયેલી લાશ મળી હતી. તરુણીના શરીર પર નીચે કોઈ કપડાં ન હતા તેથી દુષ્કર્મ થયું છે કે નહીં અને તરુણીની હત્યા કરવામાં આવી છે કે શું તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.

સુરત – રેલવે સ્ટેશન પર રેલ નીરનું પાણી પીતા પહેલા ચેતી જજો, લેબ રિપોર્ટમાં આવ્યા ચોંકાવનારા તારણો !
જો તમે રેલવે મુસાફરી દરમિયાન રેલ નીરનું પાણી પીવો છો તો ચેતી જજો. રેલ નીરના સેમ્પલને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વેસ્ટર્ન રેલવેના એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, મહાનગરપાલિકાના લેબોરેટરીમાં રેલ નીરના કેટલાક સેમ્પલ મોકલ્યા હતા. લેબનો ચોંકવાનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, પાણીમાં ટીડીએસનું લેવલ પ્રતિ લિટર 75થી 500 મિલી વચ્ચે હોવું જોઈએ જે રેલ નીરના પાણીમાં માત્ર 50 એમજી જ છે.
10 જેટલા માપદંડ સાથે પાણીની ગુણવત્તાની તપાસ કરાઈ. મળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણના સ્ટોલ નંબર 33 પરથી પાણીના કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 10 જેટલા માપદંડ સાથે પાણીની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના લેબોરેટરીમાં ચેક કર્યા બાદ રિપોર્ટમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી હતી. જો કે, હવે આ મામલે રેલવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. પરંતુ આ રિપોર્ટ આવ્યા બાદ મુસાફરોમાં રેલ નીરને લઈ કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે.
રેલ નીરના પાણીને લઈ મુસાફરોમાં ચિંતા. જણાવી દઈએ કે, સુરત રેલવે સ્ટેશન ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે વિભાગનું એ-1 શ્રેણીનું રેલવે સ્ટેશન છે. અમદાવાદ, વડોદરા, મુંબઈ રેલ માર્ગ પર આ રેલવે સ્ટેશન આવેલું છે. અહીંથી દૈનિક ધોરણે લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે. ત્યારે રેલવે સ્ટેશન પર રેલ નીરનું જ ઓછી ગુણવત્તાનું પાણી મળતા ચિંતાનો વિષય બન્યો છે.

સુરત – ડાયમંડ કિંગ સવજી ધોળકિયાની કંપનીમાં આગ, ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
સુરતના ઇચ્છાપોરથી એક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં અચાનક આગી લાગી હતી. આગના બનાવથી કંપનીમાં કામ કરતા રત્નકલાકારોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. શહેરના ઇચ્છા પોર વિસ્તારમાં આવેલા GM ડાયમંડ પાર્કમાં રાધે બિલ્ડિંગમાં જાણીતા બિઝનેસમેન સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ નામની હીરાની કંપની આવેલી છે. શુક્રવારે સવારે બિલ્ડીંગ ના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગના કારણે ધુમાળાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના બનાવથી કંપનીમાં કામ કરતા રત્નકલાકારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે,ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને બે ફાયર સ્ટેશન અડાજણ અને પાલનપુરની પાંચ ગાડીઓએ પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ચપેટમાં સોફા, કોમ્પ્યુટર, વાયરિંગ સહિતનો સામાન બળીને ખાક થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આગની જ્વાળાઓ બારીમાંથી બહાર દેખાઈ. બિલ્ડિંગના ત્રીજા માળે લાગેલી આગની જ્વાળાઓ બારીમાંથી બહાર દેખાતી હતી. એક ફાયર અધિકારીએ જણાવ્યું કે, આગ એટલી પ્રચંડ હતી કે તેની ચપેટમાં સોફા, કોમ્પ્યુટર, ફર્નિચર અને વાયરિંગ સહિત બળીને ખાખ થયા છે. સદનસીબે સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here