પાકિસ્તાનમાં મોંઘવારીએ તોડી જનતાની કમર, 20 કિલો લોટનો ભાવ પહોંચ્યો અઢી હજાર

26 Dec 22 : પાકિસ્તાનમાં વધતી મોંઘવારીએ સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. હાલત એવી થઈ ગઈ છે કે 20 કિલો લોટનો ભાવ 2500 સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે પાકિસ્તાનના કરાચીમાં એક કિલો લોટની કિંમત 125 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. મોંઘવારીના આ સમયમાં સામાન્ય લોકોને આ ભાવે લોટ ખરીદવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

જણાવી દઈએ કે પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ કરાચીમાં 20 કિલો લોટની બોરી અઢી હજાર રૂપિયામાં મળે છે. નોંધનીય છે કે કરાચીમાં 1 કિલો લોટની કિંમત હાલમાં 125 રૂપિયા છે. જે ઈસ્લામાબાદ અને પંજાબની કિંમત કરતા લગભગ 100 ટકા વધુ છે. એક અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં પાકિસ્તાનમાં લોટની કિંમતો પર લખ્યું છે કે છેલ્લા અઠવાડિયામાં કરાચી, હૈદરાબાદ અને ક્વેટામાં 20 કિલો લોટની કિંમતમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જેના દર અનુક્રમે 2,320, 2,420 અને 2,500 રૂપિયા થઈ ગયા છે. જ્યારે બન્નુ, પેશાવર, લરકાના અને સુક્કુરમાં ભાવ અનુક્રમે 40 રૂપિયા, 70 રૂપિયા, 50 રૂપિયા અને 40 રૂપિયા વધ્યા છે.

દરમિયાન ઇસ્લામાબાદ અને પંજાબમાં 20 કિલો લોટની બોરીની કિંમત 1,295 રૂપિયા નોંધવામાં આવી છે. પાકિસ્તાનમાં સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે અસર પડી હતી. મોંઘવારીને કારણે તેમનું માસિક બજેટ અસંતુલિત થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ઘઉં, ગેસ અને ચોખાની ભારે અછત છે. પાકિસ્તાન પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ચોખા અને ગેસની આયાત કરી રહ્યું છે. સાથે જ લોનની મદદથી ગેસ પણ આપવામાં આવી રહ્યો છે. જો કે પાકિસ્તાનને આની ભારે કિંમત ચૂકવવી પડશે. જણાવી દઈએ કે, પાકિસ્તાન સરકાર સસ્તા દરે ગેસ અને તેલ સપ્લાય કરવા માટે રશિયા સાથે વાતચીત કરી રહી છે, પરંતુ આ અંગે કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં આ વર્ષે પૂરના કારણે પાકને ઘણું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં અનાજના ભાવ આસમાને છે.

વધુમાં વાંચો… આબુ ઠંડુગાર – ક્રિસમસના બીજા દિવસે તાપમાન માઇન્સ 2 ડિગ્રી,બરફની ચાદરો છવાઈ : પર્યટકો નજારો જોઈને અભિભૂત થયા

ગુજરાતની નજીક આવેલા અને પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને હવે માઇનસમાં પહોંચી ગયો છે.તાપમાન માઇન્સ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.માઇનસમાં તાપમાન પંહોચવાને કારણે આબુ ઠંડુગાર બન્યું છે અને બરફની ચાદરો છવાઈ ગઈ છે.અહીંના ઘાસના મેદાનો,નકી તળાવના બોટ હાઉસ પર પાર્ક કરવામાં આવેલ બોટ પર પણ બરફની ચાદરો જામી ગઈ છે.

હિલ સ્ટેશન પર છેલ્લા થોડા દિવસથી તાપમાન 0 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.જોકે ક્રિસમસના બીજા દિવસે સોમવારે માઉન્ટ આબુનું તાપમાન ગગડ્યું હતું અને માઇન્સ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.અહીં હાલ નજારો ખુબજ આહલાદક જોવા મળી રહ્યો છે.જ્યાં જુઓ ત્યાં બરફની ચાદરો જોવા મળી રહી છે.જેથી પર્યટકોમાં એક બાજુ ઠંડીના કારણે થીજી રહ્યા છે.તો બીજી તરફ આહલાદક નજારો જોઈને ખુશી અનુભવી રહ્યા છે. અહીં ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ સહીત સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે.અને ક્રિસ્મસની લઈને ઉજવણી પણ કરવામાં આવી હતી ત્યારે અહીં ઉજવણી કરીને પર્યટકોએ ખુશી અનુભવી હતી અને એમાં પણ અચાનકજ પારો ગગાડીને માઇનસમાં પહોંચી જવાને કારણે આવતા પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આનંદિંત જોવા મળી રહ્યા છે.

પ્રવાસીઓની અહીંની બજારોમાં મોડી સાંજ સુધી હલચલ જોવા મળી રહી છે.છેલ્લા પાંચ દિવસથી પ્રવાસીઓનો ઘસારો પણ વધ્યો છે સાથે જ પવન અને ઠંડીનો પણ પ્રકોપ વધી રહ્યો છે જેથી લોકો વહેલી સવારે અને મોડી સાંજના સમયે તાપણાની મદદથી ઠંડીથી બચવાની પ્રયાસ કરી રહ્યા છે.આ ઉપરાંત ગરમ કપડાંનો પણ સહારો પ્રવાસીઓ લઈ રહ્યા છે. અંહી દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ ઠંડીના કારણે થીજી જવાને કારણે સ્થાનિક દુકાનોમાં ગરમ કપડાંની ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે. બરફની ચાદર છવાઈ જવાને કારણે ચારે બાજુ આહલાદક નજારો જોવા મળી રહ્યો છે.કુદરતની કરામતો અદભુત નજારો જોવો એ પણ પોતાનામાં એક અનોખો અનુભવ ગણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here