રાજકોટમાં સીંગતેલના ભાવમાં ફરી ભડકો, તહેવાર પૂર્ણ થતા જ લોકો પર ફરી મોંઘવારીનો માર

File image
File image

23 Aug 22 : એક તરફ બેકાબુ બનેલી મોંઘવારીને કારણે મધ્યમ અને નાનો વર્ગ પહેલાથી જ પીસાઈ રહ્યો છે ત્યારે આ ભાવવધારો લોકોની મુશ્કેલીમાં વધારો કરશે. એક તરફ મોંઘવારીને કારણે બે છેડા ભેગા કરવા મુશકેલ છે અને ટૂંકા પગાર તેમજ ટૂંકી આવકમાં ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે ત્યારે આ ભાવવધારો માણસોને સીંગતેલની ખરીદી કરતા 100 વાર વિચાર કરતા કરી દીધા છે.

રાજકોટમાં જન્માષ્ટમીનો તહેવાર પૂરો થતા જ સીંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાદ્યતેલ બજાર ખુલતા જ સીંગતેલનો ડબ્બો જે પહેલા 2800થી 2850ના ભાવે પહોંચ્યો છે. સીંગ તેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો છે. એક તરફ દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે ત્યારે બીજી તરફ સીંગતેલના ભાવ વધવાને કારણે વધુ એક મોંઘવારીનો માર લોકો પર ઝીક્યો છે.

સીંગતેલમમાં ભાવ વધતા સામાન્ય માણસના બજેટમાં આ બાબતની અસર જોવા મળી રહી છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સમયાંતરે તેલના ડબ્બામાં ભાવ વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકારનો આ મામલે જરા પણ અંકુશ નથી અને તેલમાફીયા જાણે બેફામ બન્યા છે. સીંગતેલના ભાવવધારા પાછળ એક આખી સિંડિકેટ કામ કરી રહી હોવાનું ચર્ચાઈ રહી છે.

રાજકોટમાં મોટાભાગનો વર્ગ સીંગતેલનો ઉપયોગ કરે છે ત્યારે સીંગતેલના ભાવ વધતા હવે ધીરે ધીરે લોકો સીંગ તેલ વાપરવાનું પણ બંધ કરી રહ્યા છે અને ના છૂટકે કપાસિયા તેલ કે પામ તેલનો ઉપયોગ કરતા થયા છે.