સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

14 May 23 : વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં તમામ મહેસૂલી કામગીરીનો સમય મર્યાદામાં નિકાલ કરાતો હોવાથી ગૃપ-1 માં સમાવિષ્ટ રાજ્યના મહાનગરોની સરખામણીએ વલસાડ જિલ્લો પ્રથમ અને દ્વિતિય ક્રમ પર સતત 4 મહિનાથી આરૂઢ રહી અન્ય જિલ્લાઓને પારદર્શક અને ઝડપી કામગીરી ની મિશાલ પુરી પાડી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં અરજદારોને યોગ્ય ન્યાય મળે અને કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીની મદદથી પારદર્શક અને ગતિશીલ વહીવટ ચલાવાઈ રહ્યો છે. જેને પગલે લોકોના પ્રશ્નો નિયત સમય મર્યાદામાં ઉકેલાતા લોકોના ચહેરા પર સંતોષનો આનંદ જોવા મળી રહ્યો છે.

રાજ્યના તમામ જિલ્લાઓની મહેસૂલી કામગીરીની સમીક્ષા માટે ઓનલાઈન પોર્ટલ જેવા કે, ઈન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સીસ્ટમ, ઈન્ટીગ્રેટેડ ઓનલાઈ રેવન્યુ એપ્લિકેશન અને વેબ ભૂલેખ પર કામગીરીનું મૂલ્યાંકન થાય તે બાબતે ડિસ્ટ્રીક્ટ સ્કોર મેટ્રીક્સ મોડ્યુલ બનાવવામાં આવ્યું છે. જેમાં તમામ 33 જિલ્લાઓને કામગીરીના ભારણના આધારે કુલ 3 ગૃપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે પૈકી વધુ કાર્યભાર ધરાવતા એવા જિલ્લાઓના ગૃપ – 1 માં વલસાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃપ-1 માં વલસાડની સાથે સુરત, અમદાવાદ, વડોદરા,રાજકોટ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, આણંદ અને ખેડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગૃપ- ૨માં સાબરકાંઠા, ગીર સોમનાથ, પાટણ, મોરબી, નવસારી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, પંચમહાલ, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો છે. ગૃપ-૩ માં જુનાગઢ, પોરબંદર, ડાંગ, અરવલ્લી, તાપી, મહિસાગર, નર્મદા, દાહોદ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ કરાયો છે. બિનખેતીની જમીન,મિલકત બાબતના ફેરફારો,મિલકત લે-વેચ, વારસાઈ,લેન્ડ ગ્રેબિંગ,જમીન સંપાદન,સ્ટેમ્પ ડ્યુટી અને રેવન્યુ ફાઈલ મેનેજ સીસ્ટમ સહિતની તમામ મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં જાન્યુઆરીમાં 100માંથી 81.73 % સ્કોર, ફેબ્રુઆરીમાં 100માંથી 85.53 % સ્કોર અને માર્ચમાં 100માંથી 86.61 % સ્કોર મેળવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. જ્યારે ગત એપ્રિલ માસમા 100માંથી 87.3 ટકા સ્કોર મળતા બીજો ક્રમ આવ્યો હતો. વલસાડ જિલ્લામાં નિયત સમય મર્યાદામાં અરજદારોના રેવન્યુ વિભાગના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જિલ્લા સમાહર્તા ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેકટર અનસૂયા આર. જહા દ્વારા અધિકારી ઓ અને કર્મચારીઓ પાસે સતત લેવાતુ ફોલોઅપ અને યોગ્ય માર્ગદર્શનના કારણે સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લો પ્રજાલક્ષી મહેસૂલી કામગીરીમાં મોખરે રહ્યો છે.

વધુમાં વાંચો… રાજકોટ – મેટોડા ૧૦૮ ટીમની પ્રામાણિકતા :ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી મળેલ રોકડ સહિતનો કિંમતી મુદામાલ પરત કર્યો
જાહેર માર્ગો પર અક્સ્માત સમયે સત્વરે દોડી જતી ૧૦૮ એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવાર વેળાએ તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરી ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે પ્રમાણિકતા અને નૈતિકતા પણ નિભાવે છે. પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતા રાજકોટનાં એક પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા ૧૦૮ ટીમના જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામના ૫૫ વર્ષીય દિનેશભાઈ રામોલિયા પોતાનું ટુ વ્હીલર લઈને મેટોડા જવા નીકળ્યા હતા ત્યારે નગર પીપળીયા ગામ પાસે આવેલી ગોલાઇમાં અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ૧૦૮ની ટીમને જાણ થતાં જ ઈ.એમ.ટી. અસ્મિતા ગોહિલ અને પાયલોટ મનુભાઈ જોટવા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી સત્વરે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી. વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તની ઓળખ માટે તપાસ કરતાં તેમનાં ખિસ્સામાંથી અંદાજિત રૂ. ૫૦,૦૦૦/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ ૧૫,૦૦૦/- મળી અંદાજિત રૂ. ૬૫,૦૦૦/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જે ઈજાગ્રસ્તના ભાઈ હરેશભાઈ રામોલીયાનો સંપર્ક કરી મેટોડા ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી. અસ્મિતા ગોહિલ અને પાયલોટ મનુ ભાઈ જોટવાએ સહી સલામત પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ૧૦૮ ની ટીમના પ્રમાણિકતા બદલ ઈજાગ્રસ્તનાં પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

વધુમાં વાંચો… લોન લેવાની છે તો તમારી સાથે પણ આવું ન થાય એ જો…જો
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં બિલાડીના ટોપની માફક માઈક્રો ફાઇનાન્સ અને ખાનગી ફાઇનાન્સિયલ શાખાઓ ઉભી થઇ ગઈ છે જીલ્લાના જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને લોન આપી અનેક છુપા ચાર્જીસ લગાવી ગ્રાહકો સાથે અન્યાય થઇ રહ્યો હોવાની બૂમો ઉઠી રહી છે. મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી કોગટા ફાઇનાન્સિયલ ઇન્ડિયા લિમિટેડ શાખામાંથી ૧૭ લાખની લોન લેનાર મહિલાની લોન મંજુર થયા બાદ હજુ તેના બચત ખાતામાં જમા થાય તે પહેલા ૧૯ હજારનો હપ્તો ડ્યું થઇ જતા મહિલા ગ્રાહક ચોંકી ઉઠી હતી અને શાખામાં રજુઆત કરવા પહોંચી હતી ફરજ પરના કર્મીએ ગોળગોળ જવાબ આપ્યો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો. મોડાસા શહેરમાં રહેતા સાબીરાબેન આગવાન એ મેઘરજ રોડ, ફોર્ચ્યુન કોમ્પ્લેક્ષમાં પર આવેલ કોગ્ટા ફાઇનાન્સ ની ઓફીસ માં આશરે એક માસ અગાઉ મકાન ઉપર મોર્ગેર્જ લોન ની અરજી કરી હતી . ત્યારબાદ એક માસ અને ૧૦ દિવસ સુધી લોન આપવાની પ્રક્રિયામાં વિતી ગયા. ૦૮/૦૫/૨૦૨૩ ના રોજ ફાઇનાંસ કંપનીએ સાબેરાબેન લોનના ૧૭ લાખ પેટે રૂ. ૧૦ લાખનો ડી.ડી આપ્યો . સાબેરાબેન બેંક માં ડી.ડી જમા કરાવવા ગયા ત્યારે જાણવા મળ્યુ કે આ લોન પેટે ખાતામાં પહેલે થી જ વ્યાજ સાથે રૂ.૧૯ હજાર ઓવરડ્યુ છે. ત્યારે તે ચોંકી ઉઠ્યા હતા. તેઓ જ્યારે ફાઇનાન્સ કંપની માં આ અંગે પુછવા ગયા ત્યારે જવાબ મળ્યો કે અમારી કંપની નો નિયમ છે કે જ્યારે લોન ની અરજી આવે ત્યારે ડી.ડી બનાવી દેવો અને લોન કાગળ પુરા થાય ત્યારે જ લોન ધારકને ડી.ડી આપવાનો અને ત્યાં સુધી જે વ્યાજ ચડે તે લોન ધારકે ભરવાનું હોય છે.

અત્રે પ્રશ્ન એ થાય છે કે આવા તો કેટલા ભલાભળો વ્યક્તિઓ હશે જેમને આ રીતે આ ફાઇનાન્સ કંપનીઓ આ રીતે વ્યાજ વસુલ કરતી હશે ? નોંધાનીય છેકે તાજેતરમાં આવી જ એક ચૈતન્ય ઇન્ડીયા ફાઇનાન્સ કંપનીના કર્મીએ મહિલાને લોન આપ્યા બાદ અનૈતિક ફાયદો પણ ઉઠાવવાનો પ્રયાસ કરતા હોબાળો થયો હતો.

વધુમાં વાંચો… ભરૂચ જિલ્લામાં શહેરના તમામ જાહેર માર્ગો પર સેફ એન્ડ સિક્યોર માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ઈ-મેમો ચલણ વાહન ચાલકોને અપાયા છે, અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જોકે, હજુ અડધા કરોડનો દંડ વસૂલવા માટે વાહનચાલકોને ઈ-મેમો ચલણ આપી નેશનલ લોક અદાલતમાં રજૂ કરાયા હતા. સામાન્ય નાગરિકોને જોઈ મેમો ચલણ અપાતો હોય તો ભરૂચ નગરપાલિકાના સરકારી વાહનો પર જોખમી મુસાફરી કરતા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન બદલ સરકારી વાહનોને ઈ-મેમો ચલણ કેમ નથી અપાતા તે પ્રશ્ન નગરજનોમાં ચર્ચાનું સ્થાન પામ્યા છે. ભરૂચ જિલ્લામાં શહેરના તમામ જાહેર માર્ગો પર સેફ એન્ડ સિક્યોર માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના થકી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઘરે ઈ-મેમો ફોટા સાથે પહોંચાડવામાં આવે છે.

વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન એટલે કે, ટુ-વ્હીલર ઉપર ૩ સવારી, સ્પીડમાં વાહન હંકારવું, ફોરવ્હીલમાં સીટબેલ્ટ ન લગાડવો, રોંગ સાઈડ વાહન પસાર કરવું, રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવું સહિત વિવિધ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને તેઓના વાહનના ફોટા સાથે ઈ-મેમો ચલણ નંબર પ્લેટના આધારે તેમના ઘર સુધી પહોંચી રહ્યા છે, અને દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 12514 વાહન ચાલકોએ ઈ-મેમો ચલણની ભરપાઈ ન કરી હોવાના કારણે અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં નેશનલ લોક અદાલતમાં પણ હાજર થવા માટેનું ફરમાન કરાયું હતું. 12,554 વાહન ચાલકો પાસેથી 41 લાખ 29 હજાર દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે વાહન ચાલકોએ ઈ-મેમો ચલણની ભરપાઈ કરવી પડે છે. તો બીજી તરફ, ભરૂચની વિવિધ ગ્રામ પંચાયત અને ભરૂચ નગરપાલિકાના સરકારી વાહનો જેવા કે, ડોર-ટુ-ડોરના વાહનોમાં શ્રમિકોને જોખમી સવારી કરાવીને લઈ જવાય છે. પરંતુ આ વાહનોને ઈ-મેમો ચલણ કેમ નથી અપાતો તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, ગ્રામ પંચાયત અને ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પણ પોતાના વાહનો પર નગરપાલિકાનું બોર્ડ લગાવી રહ્યા છે. જેના કારણે તેઓને પણ ઈ-મેમો ચલણ આપી શકાતો નથી તેવી ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે. જો જનતા માટે ટ્રાફિકોના નિયમો લાગુ પડતા હોય તો સરકારી વાહનો માટે કેમ નહીં, તેવા આરોપ વાહનચાલકો લગાવી રહ્યા છે.

વધુમાં વાંચો… જૂનાગઢમાં અનોખો માતૃપ્રેમ, સ્વર્ગીય માતાની યાદમાં પુત્રીઓએ બનાવી છે છ ફૂટની પ્રતિમા

જૂનાગઢમાં ત્રણ યુવતીઓની માતાનું બે વર્ષ પહેલાં અવસાન થતા ત્રણેય દીકરીઓએ પોતાની માતા નથી તેવું સ્વીકારવા તૈયાર ન હતી તે જેથી તેણે પોતાની માતાની છ ફૂટની પ્રતિમા બનાવી ઘરમાં રાખી અને તેની માતા હજુ હયાત જ છે તેઓ ભાવ સાથે દરરોજ તેની સેવા પૂજા થાળ તેના કપડા બદલાવવા સ્નાન કરાવવું સહિતની પ્રવૃત્તિ કરી રહી છે ત્રણેય પુત્રીઓ એ માતાને ગમતી તમામ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે ટ્રસ્ટ બનાવી અનેક પ્રકારની સેવા કે કામગીરી શરૂ કરી છે જુનાગઢ શહેરના માંગનાથ રોડ પર રહેતા હીરાબેન પ્રદીપભાઈ જોશી નામની મહિલાનું તા. 7/5/2021 ના અવસાન થયું હતું હીરાબેનને સંતાનમાં 3 પુત્રીઓ છે પુત્રીઓને માતાની ખૂબ જ ચિંતાઓ હોય છે હીરાબેનનું 66 વર્ષની ઉંમરે અવસાન થતા તેમની ત્રણેય પુત્રીઓ તે વાત સ્વીકારવા તૈયાર ન હતી હીરાબેનના અવસાન બાદ તેમની ત્રણેય પુત્રીઓએ તેમની માતાની આબેહૂબ પ્રતિમા બનાવડાવી છે આ પ્રતિમાને તેઓએ પોતાના ઘરે રાખી તેમની માતા હજુ હયાત જ છે એમ ત્રણેય પુત્રીઓ માની રહી છે પોતાની માતા માત્ર બોલતી નથી પરંતુ હકીકતમાં તેમની સાથે જ હોય તેઓ અહેસાસ તેમની ત્રણેય પુત્રીઓને થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here