
14 Sep 22 : સુરત શહેરમાં વોન્ટેડ અને બુટલેગરોનો ખુબ જ ત્રાસ વધી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મોડી રાત્રે બુટલેગરોએ એક યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પટેલ નગરમાં વોન્ટેડ બુટલેગર કરણ અને સાગરિતો આતંક મચાવી રહ્યા છે. ચા પીવાની સાથે અવાજ ઓછો કરવાનું આ બદમાશોને કહેતા યુવક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાને લઈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચપ્પુથી હુમલામાં વોન્ટેડ બૂટલેગર અને તેના સાગરીતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાના ચાર દિવસ બાદ સીસીટીવી સામે આવ્યા છે.
સુરત વરાછા વિસ્તારમાં વિશાલ પટેલ અને તેના મિત્રો વરાછાના પટેલ નગર વિસ્તારમાં ગત 9 સપ્ટેમ્બરના મોડી રાત્રિના ચા પીવા ગયાં હતાં. તેવામાં વોન્ટેડ બુટલેગર કરણ અને સાગરિતો પણ ત્યાં હાજર હતા. ચા પીતા પીતા આ અસામીક તત્વો મોટે મોટેથી મનફાવે તેમ બૂમરાડ કરતાં હતા જેથી વિશાલે તેમણે શાંતિ ચા પીવો અવાજ ઓછો કરો તેવી ટકોર કરી હતી. આ બાબતને લઈને બુટલેગરો ઝઘડો કરવા પર ઊતરી આવ્યા હતા. આ શખ્સો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બાદમાં માર મારવા માંડ્યા હતા. વિશાલ પટેલ અને તેના મિત્રો પર ચાર જેટલા અજાણ્યા યુવકોએ માર મારવાની સાથે ચપ્પા વડે પણ હુમલો કરી દીધો હતો. વિશાલ રોડ પર ઢળી પડ્યો હોવા છતાં તેને લાતો મારી હતી. ઘટનાને પગલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ સમગ્ર ઘટનાનાં CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે વરાછા પોલીસે હુમલો કરનાર બે જેટલા યુવકોની ધરપકડ કરી છે. સીસીટીવીમાં દેખાઈ રહેલા આ હુમલાખોરો વોન્ટેડ બૂટલેગર કરણ અને તેના સાગરીતો હોવાનું હાલ જણાઈ રહ્યું છે ત્યારે પોલીસ એ દિશામાં પણ તપાસ કરે તે જરૂરી બની રહ્યું છે.
- સુરત માં બંધ ઘર ને ચોરોએ નિશાન બનાવી 9 લાખ થી વધુ ના સોના ચાંદી તેમજ રોકડ ની.ચોરી કરી ફરાર થઇ ગયા હતા
14 Sep 22 : સુરત ના રાંદેર વિસ્તાર માં ચોરી ની ઘટના સામે આવી હતી..જ્યાં બંધ મકાનમાંથી 9.89 લાખની ચોરી ની ઘટના સામે આવી હતી. સિંચાઇ ખાતાના નિવૃત એન્જિનીયર નોઇડા ખાતે રહેતા પુત્રને ત્યાં રહેવા ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ નકુચો તોડી ચોરી ને અંજામ આપ્યો હતો. સુરત માં થોડા દિવસો થી તસ્કરો તરખાટ મચાવી રહયા છે. તેવામાં સુરત ના રાંદેર રોડના રામનગર સ્થિત ગોકુલ રો હાઉસમાં ચોરી ની ઘટના સામે આવી હતી.
અશોક કુમાર શર્મા ગોકુળ રો હાઉસ માં રહે છે જે પોતે સિંચાઈ ખાતા ના નિવૃત એન્જીનીયર છે. તેઓ મકાન બંધ કરી નોઇડા ખાતે નોકરી કરતા એન્જિનીયર પુત્ર વિક્રમ અને તેની પત્નીને મળવા ગયા હતા. દરમિયાનમાં 11 સપ્ટેમ્બરની મધરાતે તેમના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મેઇન દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસેલા તસ્કરોએ બેડરૂમનો સામાન વેરવિખેર કરી કબાટની તિજોરી તોડી તેમાંથી પુત્ર વિક્રમ અને પુત્રવધુ ના લગ્ન વખતના સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂ. 9.39 લાખના દાગીના અને રોકડા રૂ. 50 હજાર મળી કુલ રૂ. 9.89 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. બીજા દિવસે સવારે ઘરનો નકુચો તૂટેલો નજરે પડતા પડોશીએ તુરંત જ અશોકભાઇને જાણ કરતા તેઓ નોઇડાથી પત્ની અને પુત્ર સાથે સુરત દોડી આવ્યા હતા. ઘટના અંગે પોલીસ ને જાણ કરતા રાંદેર પોલીસ દોડી આવી હતી.અને ચોરી ની ઘટના ને પગલે તપાસ શરૂ કરી હતી.