ચૂંટણીમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો પર 10 હજારથી વધુ પોલીસ જવાનો મુકાશે, 1300 સંવેદનશીલ મથકો

27 Nov 22 : અમદાવાદમાં આગામી 5 ડીસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ તેજ થઈ રહી છે. તેમાં સુરક્ષા વ્યવસ્થઆને લઈને ફોકસ કરવામાં આવી રહ્યું છે. શહેરની 16 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે સુરક્ષા દળો મોટી સંખ્યામાં તહેનાત હશે.

આ તમામ કેન્દ્રો પર ચૂંટણી પંચના અધિકારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટ કંટ્રોલ રૂમ અને ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કંટ્રોલ રૂમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. મતદાન પ્રત્યે જાગૃત કરવા પોલીસ દરેક શાળા-કોલેજમાં જઈને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. દરેક મતદાન મથકની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત પોલીસ ડ્રોન દ્વારા પણ દરેક સેન્ટર પર નજર રાખશે. સંવેદનશીલ કેન્દ્રો પર વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

શાંતિપૂર્ણ મતદાન માટે આ વ્યવસ્થા – શાંતિપૂર્ણ મતદાન માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 112 કંપની અને એસઆરપીની 16 કંપનીમાંથી 10હજારથી વધુ શહેર પોલીસના જવાનો તેમજ એસઆરપી, હોમગાર્ડ સહીત 16 હજારથી વધુ જવાનો ચૂંટણીમાં ફરજ પર મુકાયા છે. આ સુરક્ષા વ્યવસ્થા ચૂંટણીમાં રથયાત્રા કરતાં વધુ છે. શહેરના 5,599 મતદાન મથકોમાંથી 1300 કેન્દ્રો સંવેદનશીલ મતદારો વ્યાખ્યામાં આવે છે. આ તમામ સંવેદનશીલ પર કેમેરા દ્વારા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે.

વધુમાં વાંચો… બૂટલેગરને પકડવા ચક્રો ગતિમાન – વેરાવળમાં દારૂનો જથ્થો ઘુસાડવા આવી રહેલો શખ્સ કાર મુકીને નાસી ગયો; કારમાંથી 1.34 લાખનો જથ્થો જપ્ત કર્યો

વેરાવળમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોનો લાભ લેવા બુટલેગરો સક્રીય થઈ દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલા જેને એલસીબીની ટીમે નાકામ બનાવીને રૂ. 1.34 લાખની કિંમતના 28 પેટી દારૂનો જથ્થા સાથે નંબર વગરની નવી નકોર સ્વીફ્ટ કાર જપ્ત કરી છે. જો કે, દારૂ ભરીને આવી રહેલા તાલાલાનો બુટલેગર રાત્રીના અંધારામાં કાર મુકીને નાસી ગયો હતો. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

બુટલેગર દારૂ ભરી વેરાવળ તરફ આવી રહ્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાની કડક અમલવારી અર્થે પોલીસની જુદી જુદી ટીમો રાઉન્ડ ધ ક્લોક સતત પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન ગતરાત્રીના એલસીબીના રામદેવસિંહ જાડેજા અને નટુભા બસીયાને બાતમી મળેલી કે, તાલાલાનો બુટલેગર રામા નારણ રબારી એક નંબર વગરની સ્વિફ્ટ કારમાં દારૂ ભરીને વેરાવળ તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે એલસીબીના પીઆઈ એ.એસ. ચાવડા, પીએસઆઈ વી.કે. ઝાલાએ સ્ટાફ સાથે રાત્રીના બારેક વાગ્યા આસપાસ તાલાલા રોડ ઉપર વોચમાં હતા.

બુટલેગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા ત્યારે ઈણાજ ગામના પાટીયા નજીક દુરથી પોલીસ સ્ટાફને જોઈ જતા બુટલેગર રામો રબારી પાંજરાપોળ વાડીની બાજુના કાચા રસ્તા તરફ નાસી જતા પ્રયાસ કરી તે સમયે પોલીસ સ્ટાફે પીછો કરતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ રસ્તો કાચો હોવાથી કાર ત્યાં ફસાઈ જતા બુટલેગર રામો કાર રેઢી મુકીને અંધારાનો લાભ લઇ વાડી વિસ્તાર તરફ નાસી ગયો હતો. બાદમાં કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 28 પેટી 336 નંગ બોટલો કિં. રૂ. 1 લાખ 34 હજાર 400નો મુદ્દામાલ મળી આવતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. આ દારૂનો જથ્થો તથા નંબર વગરની સ્વીફ્ટ કાર જપ્ત કરી પ્રભાસપાટણ પોલીસમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તો નાસી ગયેલા બુટલેગર રામા નારણ રબારીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here