17 Sep 22 : નવરાત્રિને લઈને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. વડોદરામાં ગરબાના આયોજનમાં ફાયનાન્સને લઈને વિવાદ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોત્રી વિસ્તારમાં ગુરુકૃપા ગરબાનું આયોજન કરાયું હતું. ગેર હિન્દુના ફાયનાન્સને લઈન નગર સેવક એવા નિતીન ડોંગાએ શહેના મેયરને પત્ર લખીને મંજૂરી રદ કરવા મામલે કહ્યું હતું. ત્યારે આ પત્ર બાદ મામલો ગરમાયો હતો અને આ મામલે મનપા તંત્ર મેયર સહીત હરકતમાં આવ્યા હતા.

ગરબા આયોજકોને દૂર કરવાની માંગ મામલો ગરમાતા કરવામાં આવી છે. વિવાદ અંગે તપાસ શરુ કરવામાં આવી છે. ખાસ કરીને અત્યારે પ્રાથમિક માહિતી માં એવી વાત સામે આવી છે કે, સ્પોન્સરશિપમાં કોઈ ગેર હિન્દુનુ નામ જોડાયું છે. જેથી મેયરે આ મામલે કહ્યું કે, જો આ મામલે આયોજકો પગલા નહીં લે તો જગ્યા પરત લેવાશે તેની ખાત્રી આપી હતી. ફાયનાન્સના આરોપને લઈને મેયર કેયુર રોકડીયાએ વધુમાં નિવેદન આપ્યું હતું. કોર્પોરેશને આયોજકની પૂછપરછ પણ કરી છે. પાછલા બારણે કોઈ ગેરહિન્દુને આવાવ દેવામાં નહીં આવે.

ખાસ કરીને વડોદરામાં નવરાત્રિ વિવિધ આયોજકો દ્વારા મોટાપાયે યોજવામાં આવતી હોય છે ત્યારે નવરાત્રિને ધ્યાનમાં રાથીને થઈ રહેલા આયોજનમાં સમગ્ર મામલે આ વાત સામે આવતા મામલો ગરમાયો હતો. જેથી નગર સેવક દ્વારા આ સમગ્ર મામલાને ઉઠાવવામાં આવ્યો હતો.

  • સરકારી હોસ્પિટલોમાં ઓપીડીને લઈને રાજ્ય સરકારે લીધો મહત્વનો આ નિર્ણય

17 Sep 22 : સરકારી હોસ્પિટલમાં ઓપીડી મામલે આ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સાંજની ઓપીડીમાં બે કલાકનો સમય વધારવામાં આવ્યો છે. ખાસ કરીને ઓપીડીનો સમયગાળો ઓછો હોવાને લઈને કેટલીક ફરીયાદો પણ મળતી હતી. કેમ કે, કેટલીક જગ્યાએ ઓપીડીનો સમયગાળો ઓછો હોવાના કારણે પેશન્ટ્સને પાછા પણ ફરવું પડતું હોય છે ત્યારે આ મામલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

સરકારી હોસ્પિટલોમાં ઓપીડીને લઈને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપીડી માટેનો સમય અને ગાળો કે જેમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરાવમાં આવ્યો છે. સવારે 9થી 1 અને બપોર પછી 3થી 5 આમ છ કલાકની ઓુપીડી રાખવામાં આવતી હતી પરંતુ દરરોજ 8 કલાક ઉપલબ્ધ કરાવવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાંજની ઓપીડીમાં બે કલાક વધારો કરાયો છે. આજથી આ રાજ્યમાં અમલી કરવામાં આવશે. સિનિયર સિટીઝન માટે અલગ ઓપીડી રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રવિવારે પણ ઓપીડી ચાલું રહેશે. આ સમગગાળો 6 કલાકની જગ્યાએ હવેથી 8 કલાકે કરવામાં આવશે. સામુહીક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મેડિકલ ડેન્ટલ કોલેજમાં આ પ્રકારે ઓપીડીઓ ચાલે છે.