અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનો શુભારંભ

01 Oct 22 : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી માટે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ મીડિયા સેન્ટરનો શુભારંભ પેજ સમિતિના પ્રણેતા અને નવસારીના સાંસદ તેમજ યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વરદ હસ્તે તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા, રમણભાઇ વોરા, પુર્વ ગૃહમંત્રીશ્રી અને ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, અને મીડિયાની ટીમ તેમજ સંગઠનના હોદેદારઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મીડિયા સેન્ટર વ્યવસ્થા જોઇ અને ત્યાર બાદ મીડિયા સેન્ટરના શુભારંભ પ્રસંગે પ્રદેશના મહામંત્રી તેમજ મીડિયાના ઇન્ચાર્જ પ્રદિપસિંહ વાઘેલાજીએ પત્રકાર પરિષદને મીડિયા સેન્ટર અંગે માહીતી આપી હતી.

પ્રદિપસિંહ વાઘેલાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી ટુંક સમયમાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પત્રકારઓ સાથે સરળતાથી સંવાદ થઇ તેમજ ઝડપથી માહિતી પહોંચે તે માટે પાર્ટી દ્વારા આ મીડિયા સેન્ટરની શરૂઆત યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું છે. આ મીડિયા સેન્ટરથી પાર્ટીના વિચાર,પાર્ટીના કાર્યક્રમો,સરકારની કાર્યો મીડિયા સુઘી પહોંચે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ગત વિઘાનસભાની ચૂંટણીમાં પણ આ જ રીતે મીડિયા સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ માર્ગદર્શનમાં વિઘાનસભાની પેટા ચૂંટણી,તાલુકા પંચાયત,નગર પાલિકા,જિલ્લા પંચાયત,મહાન ગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો અભૂતપુર્વ વિજય થયો છે. દેશના કર્મયોગી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઇ શાહ માર્ગદર્શનમાં તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આવનાર ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થવાનો છે અને ગુજરાતની જનતા જનાર્દનના આશિર્વાદ મળવાના છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મીડિયા વિભાગના પ્રવકતા યમલભાઇ વ્યાસ, પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ મીડિયા વિભાગના સહ પ્રવકતાઓ કિશોરભાઇ મકવાણા, ભરતભાઇ ડાંગર, રૂત્વીજભાઇ પટેલ, હિતેન્દ્રભાઇ પટેલ, ,તેમજ પ્રદેશના પદાધિકારીઓ,અમદાવાદના ઘારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો, માથામાં થઈ હતી ઈજા

01 Oct 22 : અમદાવાદમાં રખડતા ઢોરના કારણે નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો છે. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પણ યુવક બચી શક્યો નહોતો. રખડતા ઢોરનો ત્રાસ સતત શહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોર્પેોરેશનના ચોપડે રખડતા ઢોરને પકડવાની કામગિરી પણ નોંધાઈ છે. છતાં પણ આ ત્રાસ યથાવત જ છે. રખડતા ઢોરના કારણે એક યુવકે તેનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં સીએનસીડી વિભાગ દ્વારા રખડતા ઢોરની યોગ્ય કામગિરી ના થતા અધિકારીઓને બદલવામાં પણ આવ્યા છે છતાં પણ આ ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. બાઈક સવાર ભાવિન પટેલ કે જે યુવકના માથા પર ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું છે. પરીવારે તેનું અંગદાન કરવાનો પણ નિર્ણય લીધો છે. લોકોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે, અગાઉ પણ એક આધેડનું મોત પૂર્વ વિસ્તારમાં રખડતા ઢોરના કારણે થયું હતું.

નરોડા વિસ્તારમાં રાહદારી યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે અડફેટે આવતા તેને બાપુનગરની હોસ્પિટમાં લઈ જવાયો હતા અને બ્રેઈન ડેડ થતા કોમામાં પણ ચાલ્યા ગયા હતા પરંતુ બચી ના શકતા યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here