File Image
File Image

22 Sep 22 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચની T20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાશે. 25 સપ્ટેમ્બરે રમાનાર આ મેચ પહેલા ટિકિટના વેચાણને લઇને વિવાદ થયો હતો. ટિકિટ ખરીદવાને લઇને જિમખાના ગ્રાઉન્ડની બહાર લોકોની ભીડ ભેગી થઇ હતી, તે બાદ ત્યા ભાગદોડ મચી ગઇ હતી. ટિકિટ વેચાણ દરમિયાન અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એવામાં પોલીસને ક્રિકેટ પ્રેમીઓ પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો, તેનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ચાર લોકો ઘાયલ પણ થઇ ગયા છે.

સોશિયલ મીડિયા પર તેના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જાણકારી અનુસાર ફેન્સ જિમખાના ગ્રાઉન્ડની બહાર આખી રાત લાઇનમાં ઉભેલા રહ્યા હતા જેથી તેમણે જલ્દી ટિકિટ મળી શકે. કેટલીક ટ્વીટ અનુસાર તો ફેન્સ 12 કલાકથી પોતાનો વારો આવવાની રાહ જોતા હતા. ભારે ભીડને કારણે ત્યા ટ્રાફિક જામ થઇ ગયો હતો. તે બાદ પોલીસને બોલાવવી પડી હતી. ભીડને કાબુમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

10 વાગ્યાથી ટિકિટનું વેચાણ શરૂ થયુ હતુ અને ત્યા જોત જોતામાં ભાગદોડ મચી ગઇ હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જનો વિરોધ પણ કરી રહ્યા છે. સાથે જ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષના રાજીનામાની માંગ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો ઉમટી પડ્યો હતો. લોકો ટ્વીટ કરીને એચસીએ અને ત્યાના મેનેજમેન્ટની ટિકા કરી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે જ્યારે એચસીએ મેનજમેન્ટ સારી રીતે નથી કરી શકતુ તો ઓફલાઇ ટિકિટનું વેચાણ જ કેમ કરે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ચાર વિકેટે જીત મેળવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને પડકાર મેળવી લીધા હતા. બીજી ટી-20માં નાગપુર વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.