IND Vs BAN – ટીમ ઈન્ડિયાની ત્રીજી જીત, સેમિફાઈનલ માં લગભગ સ્થાન નક્કી, બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું

File Image

02 Nov 22 : ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2022ની પોતાની ચોથી મેચમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતીય બોલરોએ શાનદાર રમત બતાવી હતી. પહેલા બેટિંગ કરતા ભારતે 184 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન સાત ઓવર પછી વરસાદ શરૂ થયો હતો. બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ બાંગ્લાદેશ 145 રન જ બનાવી શક્યું હતું.કોહલી અને રાહુલની અડધી સદીથી ભારતે બનાવ્યો મોટો સ્કોર – પ્રથમ બેટિંગ કરતા ભારતે માત્ર 11 રનના સ્કોર પર રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી કેએલ રાહુલે 32 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે પણ 16 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ એક છેડો પકડીને 44 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. સંયુક્ત પ્રયાસથી ભારતીય ટીમે 184 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કોહલીએ આ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી છે.

બાંગ્લાદેશની ધમાકેદાર શરૂઆત, વરસાદે બગાડી મેચ – બાંગ્લાદેશની શરૂઆત ધમાકેદાર રહી હતી. બાંગ્લાદેશે સાત ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવ્યા હતા. જેમાંથી 59 રન એકલા લિટન દાસે બનાવ્યા હતા. લિટને માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. લિટનની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશનો દબદબો ખૂબ વધી ગયો છે, પરંતુ વરસાદના કારણે લગભગ અડધા કલાકના વિરામને કારણે બાંગ્લાદેશી બેટ્સમેનોની લય તૂટી ગઈ. વિરામ બાદ બેટિંગ કરવા આવતા બાંગ્લાદેશે લિટન અને બીજા ઓપનર નઝમુલ હસન સાન્ટોની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી.

વિરામ પહેલા એકપણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવનાર બાંગ્લાદેશનો સ્કોર 12 ઓવર પછી ચાર વિકેટ ગુમાવીને 101 રન થઈ ગયો હતો. સાત રન બાદ વધુ બે બાંગ્લાદેશી બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા અને મેચ પર ભારતની પકડ મજબૂત થઈ ચુકી હતી. પછીથી આવેલા બેટ્સમેનોએ છેલ્લી ઓવર સુધી સંઘર્ષ કર્યો, પરંતુ બાંગ્લાદેશને જીત અપાવી શક્યા નહીં.

વધુમાં વાંચો… ગૌતમ ગંભીરે બાબર આઝમને સ્વાર્થી ગણાવ્યો, શાહીદ આફ્રિદીએ આપ્યો વળતો જવાબ

બાબર આઝમ ICC T20 વર્લ્ડ કપ 2022માં તેની કેપ્ટનશિપ અને બેટિંગને લઇને ટીકાકારોના નિશાના પર રહ્યો છે. પાકિસ્તાન સિવાય પૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ બાબર પર નિશાન સાધ્યું છે, જેમાં ગૌતમ ગંભીર પણ સામેલ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ બાબર આઝમનું સમર્થન કર્યું છે અને ભૂતપૂર્વ ક્રિકેટરોને જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરમાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે બાબર આઝમ સ્વાર્થી ક્રિકેટર છે અને તે પોતાની જાતને ટીમ સમક્ષ મૂકે છે. આફ્રિદીને ગંભીરનું આ નિવેદન બિલકુલ પસંદ ન આવ્યું.

નેધરલેન્ડ સામે પાકિસ્તાનની મેચ દરમિયાન ગંભીરે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે પહેલા તમે તમારી ટીમ વિશે વિચારો અને પછી તમે તમારા વિશે વિચારો. જો વસ્તુઓ તમારી યોજના પ્રમાણે નથી ચાલી રહી તો ફખર ઝમાનને બેટિંગ ક્રમમાં મોકલવો જોઈતો હતો. કેપ્ટન તરીકે, આને સેઇલફિશનેસ કહેવાય છે. સ્વાર્થી બનવું સહેલું છે, બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન માટે ઇનિંગ્સની શરૂઆત કરવી અને પાકિસ્તાન માટે રેકોર્ડ બનાવવો સરળ છે. પરંતુ જો તમારે લીડર બનવું હોય તો તમારે પહેલા તમારી ટીમ વિશે વિચારવું પડશે. આફ્રિદીએ આનો જવાબ આપ્યો અને બાબરને સલાહ આપતા તેણે સામ ટીવી પર કહ્યું, ‘ટૂર્નામેન્ટ પછી, અમે બાબરને તેના વિશે પણ કંઈક કહેવા કહેવાનો પ્રયત્ન કરીશું કારણ કે તે પણ ઘરે જશે. ટીકા હંમેશા હોય છે, પરંતુ શબ્દો પસંદ કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ. તમારે એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ કે તે ખેલાડીને સલાહ તરીકે આવે. જ્યાં સુધી બાબરનો સવાલ છે, તેણે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. જે સાતત્ય સાથે તેણે રન બનાવ્યા છે, તે બહુ ઓછા પાકિસ્તાની બેટ્સમેન કરી શક્યા છે.

રનરેટમાં પાછળ નથી ભારત : સુપર-12 ના ગ્રુપ-2 વિશે વાત કરીએ તો ભારતનો +0.730 નેટ રન રેટ હાલમાં છે. જ્યારે પાકિસ્તાનનો સ્કોર 0.765 છે. એટલે કે તે ભારતથી પણ પાછળ નથી. તેના 3 મેચમાં 2 પોઈન્ટ છે અને તે ટેબલમાં 5માં સ્થાને છે. સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે તેણે પોતાની બાકીની બંને મેચ જીતવી પડશે. તેણે 3 નવેમ્બરે સાઉથ આફ્રિકા અને 6 નવેમ્બરે બાંગ્લાદેશનો સામનો કરવાનો છે. ભારત ના 4 મેચ માં 6 પોઈન્ટ છે.

ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ બંને બેટિંગમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. કોહલીએ 2 અડધી સદીની મદદથી 150થી વધુ રન બનાવ્યા છે. સૂર્યકુમારે પણ 2 અડધી સદીની મદદથી 100થી વધુ રન બનાવ્યા છે. બીજી તરફ યુવા ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી 7 વિકેટ ઝડપી છે. આજની બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીએ વધુ એક વિરાટ ઇનિંગ રમ્યો હતો, KL રાહુલ પણ આજ 50 રન ની મહત્વનું યોગદાન આપ્યું અને ફોર્મ માં પરત ફરેલ.હાર્દિક પંડ્યા અને અર્શ દીપે મહત્વની 2 વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here