આમ આદમી પાર્ટી માં ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી તરીકે ઇન્દુભા રાઓલ ની નિયુક્તિ

File Image

03 Nov 22 : ગુજરાત માં સંગઠન ને મજબૂત બનાવવા માટે તા. 1 નવેમ્બર 2022 ના આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનમાં નવા હોદેદ્દારો નો સમાવેશ કરવામાં આવેલ. અખબાર યાદી મુજબ રાજકોટ ના ક્ષત્રિય આગેવાન,સામાજિક અગ્રણી અને લાખણકા સ્ટેટ ના રાજવી પરિવાર ના ઇન્દુભા રાઓલ ને ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવેલ. ઇન્દુભા ની આ નિયુક્તિ થી ટેકેદારો અને હિતેચ્છુઓ માં હર્ષની લાગણી વ્યાપી ગયેલ.

આ તકે, ઇન્દુભા રાઓલ શુભેચ્છા મુલાકાતે આવેલ અને જણાવેલ કે, ગુજરાતની જનતા નો આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય સંયોજક અરવીંદ કેજરીવાલ જી પર વધતો જાય છે. દિલ્હી મોડેલ ગુજરાતની જનતા ને પસંદ આવી રહ્યું છે. શિક્ષણ ,સ્વાસ્થ્ય,વીજળી ની ગેરંટી અને આમ આદમી પાર્ટી પરનો ગુજરાતની જનતાનો ભરોશો વધતો જાય છે. ખરા અર્થ માં વિકાસ કોને કહેવાય એ અરવીંદ કેજરીવાલજી એ દિલ્હી અને પંજાબ માં સાર્થક કરી બતાવ્યું છે. ગુજરાતની જનતા કહેવાતા વિકાસ મોડેલ અને ભ્રસ્ટાચાર થી ત્રસ્ત થઈ ગઈ હોય તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. તાજેતર માં જ મોરબી માં બનેલ મચ્છુ નદી પરના ઝુલતો પુલ તૂટવાના કારણે 140 થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો. ભ્રસ્ટાચાર ના આ ભોરિંગ ને કારણે આ ઘટના બની. ઇન્દુભા એ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ની સરકાર બનશે અને લોકો પણ સાફ સુથરી અને ઈમાનદાર સરકારને મેન્ડેટ આપશે. હું અને મારી ટિમ લોકો સમક્ષ જશું અને પાર્ટી જેને પણ મેન્ડેટ આપે તેને જંગી બહુમત થી જીતાડિશુ અને ગુજરાતમાં સુશાસન આવશે એવો સ્પષ્ટ વિશ્વાશ છે.

ઇન્દુભા રાઓલ ક્ષત્રિય અગ્રણી સાથે સાથે લોક સેવા ના કાર્યો સાથે જોડાયેલા છે. ઇન્દુભા ની પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ થતા આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનિલભાઈ રાજયગુરુ, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, પ્રદેશ આગેવાનો સર્વશ્રી શિવલાલ ભાઈ બારસીયા ,રાજભા ઝાલા , વશરામભાઈ સાગઠીયા રાજકોટ શહેર પ્રમુખ ચેતનભાઈ કમાણી ,સંદીપસિંહ વાઘેલા, રાજલબેન ગઢવી સહિતનાઓ એ વરણી ને આવકારી હતી તેમજ રાજકોટ ના સામાજિક આગેવાનો, તમામ જ્ઞાતિના આગેવાનો, સામાજિક સંસ્થાઓ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

આ તકે, શુભેચ્છા મુલાકાત સમયે દેવાંગભાઈ ગજ્જર,શ્યામલભાઈ રાચ્છ,કુમારપાલ ભટ્ટી, બકુલભાઈ પરમાર, તપનભાઈ વાજા, મહેશભાઈ,રાજલબેન ગઢવી , તનુજાબેન દોશી, માયા બેન સોનછત્રા, નીલમબેન પોરીયા સહિત આગેવાનો અને કાર્યકર મીત્રો હાજર રહ્યા હતા.

વધુમાં વાંચો… ચૂંટણી પંચની ટીમની 33 જિલ્લામાં ચાંપતી નજર – ફેક ન્યૂઝ ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી

સોશીયલ મીડિયા પર ચૂંટણી પંચ રાખશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવનારા અને શાંતિ ભંગ કરનારાઓને અત્યારથી જ પંચે એલર્ટ કર્યા છે. ચૂંટણીપંચ આ મામલે કડક કાર્યવાહી કરશે. ચૂંટણી પંચની ટીમ 33 જિલ્લામાં ચાંપતી નજર રાખશે. આજે ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં આગામી મહિનામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કા માં મતદાન થશે. તેમજ 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ સાથે ચૂંટણીપંચટ તરફથી ઈલેક્શન દરમિયાન કોઈ ક્ષતિ જણાશે તેમજ આચારસંહીત નો ભંગ થયેલો જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમ કે, કેટલાક મુદ્દે આચાર સંહીતાનો ભંગ રાજકીય ક્ષેત્રે થતો હોય છે જેથી આ મામલે ચૂંટણી પંચે અત્યારથી જ ચેતવણી આપી દીધી છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ છે એટલો દુરુપયોગ પણ છે ત્યારે અત્યારે ગુજરાતમાં ઈલેક્શન માહોલ જામી ગયો છે ત્યારે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરશે. ગુજરાતના દરેક 33 જિલ્લામાં રાજકીય પક્ષોના સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે ચૂંટણી પંચની પોતાની ટીમ હશે. સોશિયલ મીડીયા યુગમાં રાજકીય પક્ષો પોસ્ટરો, રેલીઓ અને જાહેર સભાઓનો મોટો પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા માટે પણ વિશેષ માર્ગદર્શિકા નક્કી કરી છે. આધુનિક સમયમાં ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થશે તો ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખશે.

સોશિયલ મીડિયા પરની આ સામગ્રી વાંધાજનક હશે તો ઈન્ડિયન પીનલ કોડ હેઠળ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સર્કલ અધિકારી ઓની પોતાની ટીમ પણ હશે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જે દરેક ગતિવિધીઓ પર નજર રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here