14 Sep 22 : આમ આદમી પાર્ટીએ જ્યારથી ઉમેદવારની જાહેરાત કરી છે ત્યારથી આંતરિક વિખવાદ શરુ થઇ ગયો છે. આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના ઉપપ્રમુખ ઉમેદવારની જાહેરાતથી નારાજ હોય તેવું જાણવા મળ્યું છે. આપ નો આંતરિક વિખવાદ એવા સમયે થયો છે જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.

આ તકે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ઉપ્રમુખ શાકિર શેખ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાંની પણ ચીમકી આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે આ જાહેરાતમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે  અમદાવાદના વેજલપુરના ઉમેદવાર સામે શહેર ઉપપ્રમુખની નારાજગી છે અને તેને પાર્ટીમાંથી રાજીનામુ આપવાની પણ વાત કહી છે.  અમદાવાદના ઉપપ્રમુખ શાકિર શેખે કલ્પેશ પટેલની ટિકિટ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. અમદાવાદના ઉપપ્રમુખે કયું હતું કે કલ્પેશ પટેલને પૈસાના દમ પર ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટી પોતાના મુદ્દાઓ પરથી ભટકીને આગળ વધી રહી છે તેમ શેખે કહ્યું હતું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને બાકાત કરીને પૈસાના દમ પર બીજા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળશે નહીં તેમ પણ કહ્યું હતું.

  • આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં લોક જન શક્તિ પાર્ટી ઉમેદવારો ઉભા રાખશે,ચિરાગ પાસવાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં લોક જન શક્તિ પાર્ટી ઝંપલાવશે,ચિરાગ પાસવાન

14 Sep 22 : ગુજરાતમાં ચાલુ વર્ષ ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે,જેને લઇ વિવિધ રાજકીય પક્ષો ના રાષ્ટ્રીય નેતાઓએ છેલ્લા કેટલાય દિવસો થી ગુજરાતમાં ધામા નાખ્યા છે,આગામી ચૂંટણીઓમાં પોતાના પક્ષ ના ઉમેદવારો ને ઉભા રાખવા માટે રાજકીય નેતાઓ ગ્રાઉન્ડ લેવલ પર જઇ કમર કસી રહ્યા છે,સાથે જ આગામી ચૂંટણીઓ કંઈ રીતે અને કેટલી સીટો પર લડવી જોઈએ તે અંગેની વ્યુ રચનામાં લાગી ગયા છે.

ગત મોડી સાંજે લોક જન શક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાસ પ્રથમ વડોદરા એરપોર્ટ થઇ બાદ માં ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં લોક જન શક્તિ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું,ગુજરાતની બે દિવશ્ય મુલાકાતે આવેલા ચિરાગ પાસવાને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માં લોક જન શક્તિ પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખશે તેમ મિડિયા સમક્ષ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું.

ચિરાગ પાસવાને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત મુલાકાત દરમિયાન સુરત ખાતે તેઓની પાર્ટીની એક મહત્વની બેઠક મળનાર છે જેમાં આગામી ચૂંટણીઓમાં કેટલા ઉમેદવારો ઉભા રાખવા સહિત ની બાબતો ઉપર પાર્ટીના નેતૃત્વ સહિત કાર્યકરો સાથે ચર્ચાઓ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું,વધુ માં આગામી ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે ના ગઠબંધન અંગેની વિચારણા પર તેઓએ સ્થાનિક નેતૃત્વ પર છોડી હતી અને જો તે પ્રકારની કોઈ બાબત થવાની હશે તો રાષ્ટ્રીય સંસદીય મિટિંગ માં તેનો નિર્ણય લેવાશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું, ચિરાગ પાસવાસ ના ભરૂચ આગમન ને લઈ લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ અગ્રણી નેતા અબ્દુલ કામથીએ તેઓની ભવ્ય સ્વાગત કર્યું હતું,ભરૂચ આવેલા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે તેઓના પિતા શ્રી રામવિલાસ પાસવાન નું હંમેશા ગુજરાતીઓ સાથે લગાવ રહ્યો છે અને ગુજરાતની જનતા ને લગતા વિવિધ પ્રશ્નો તેઓ હંમેશા થી ઉઠાવતા આવ્યા છે,સાથે જ તેઓએ પોતાની સોશિયલ મિડિયા પોસ્ટમાં ગુજરાતીમાં કેમ છો ગુજરાત કહી લખતા તેઓના સમર્થકોમાં પણ ખુશી જોવા મળી હતી,આમ રાષ્ટ્રીય નેતાઓના આગમને રાજકિય માહોલ બનાવવાની શરૂઆત કરી મૂકી હોય તેમ લાગી રહ્યું છે.